સમાજશાસ્ત્ર
દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય
દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ…
વધુ વાંચો >ધોરણભંગ
ધોરણભંગ : જુઓ, સામાજિક ધોરણો
વધુ વાંચો >ધોળકિયા, નવનીત (લૉર્ડ)
ધોળકિયા, નવનીત (લૉર્ડ) (જ. 4 માર્ચ 1937, ટાન્ઝાનિયા) : બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સન્માનનીય લૉર્ડ મેમ્બર અને બ્રિટનમાં વસતા મૂળ ભારતીય સમુદાયના બ્રિટનની લિબરલ પાર્ટીના સંસદીય નેતા. મૂળ વતન ભાવનગર, પિતા પરમાનંદદાસ અને માતા શાંતાબહેનના મેધાવી પુત્ર. જ્ઞાતિએ વાળંદ. બી.એસસી. સુધીનો અભ્યાસ. શ્રી અને શ્રીમતી ધોળકિયાની બે પુત્રીઓ છે;…
વધુ વાંચો >ધોળકિયા, સવજીભાઈ ધનજી
ધોળકિયા, સવજીભાઈ ધનજી (જ. 12 એપ્રિલ 1962, દુધાળા, જી. અમરેલી, ગુજરાત) : પ્રખ્યાત ભારતીય હીરા ઉદ્યોગપતિ અને સમાજસેવી. જન્મ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો અને નાણાકીય મર્યાદાઓને કારણે, તેઓ ફક્ત ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. ફક્ત 13 વર્ષની ઉંમરે, તેઓ પોતાનું ગામ છોડીને સૂરત ગયા, જે વૈશ્વિક…
વધુ વાંચો >ધ્રુ, ગટુલાલ ગોપીલાલ
ધ્રુ, ગટુલાલ ગોપીલાલ (જ. 10 મે 1881, અમદાવાદ; અ. 24 મે 1968, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સમાજસુધારક, લેખક અને પત્રકાર. નાજર ગોપીલાલ મણિલાલને ત્યાં માતા બાળાબહેન ભોળાનાથની કૂખે વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. નરસિંહરાવ દિવેટિયાના ભાણેજ તથા વિદ્યાગૌરી નીલકંઠના નાના ભાઈ થાય. વતન ઉમરેઠ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ તથા અમદાવાદમાં અને…
વધુ વાંચો >નશાખોરી
નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે.…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), રામેશ્વરી
નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…
વધુ વાંચો >નાઇટિંગેલ, ફ્લૉરેન્સ
નાઇટિંગેલ, ફ્લૉરેન્સ (જ. 12 મે 1820, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 13 ઑગસ્ટ 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ ઑર્ડર ઑવ્ મેરિટનાં પ્રથમ સ્ત્રી વિજેતા (1907). 1854–56ના ક્રિમિયન યુદ્ધમાંથી તેમની સેવાઓએ તબીબી વિદ્યામાંની પરિચારિકા સેવાઓ(nursing services)માં એક ક્રાંતિના જેવો ફેરફાર આણ્યો હતો. તે કામગીરીને વિશ્વમાં બધે બિરદાવાઈ છે. તેમને લોકો દીવાવાળી દેવી (lady…
વધુ વાંચો >નાગરવાડિયા, વીરબાળાબહેન
નાગરવાડિયા, વીરબાળાબહેન (જ. 1 ઑગસ્ટ 1913, કરાચી; અ. 15 ઑગસ્ટ 2006, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવિકા અને વૃદ્ધાશ્રમ-પ્રવૃત્તિના પ્રણેતા. તેમના પિતાશ્રી મહિલાઓના સમાન અધિકારોના પુરસ્કર્તા હોવાથી પુત્રીને સમાજસેવાનાં કાર્યોમાં અને સ્વાતંત્ર્ય-લડત માટે પ્રોત્સાહિત કરતા. ભારતની સ્વાતંત્ર્ય-લડતના પ્રભાવ હેઠળ તેમણે વિદેશી કપડાંનો મોહ છોડ્યો અને ખાદી અપનાવી. પૂરી હિંમત અને જુસ્સાથી તેઓ…
વધુ વાંચો >નાણાવટી, મણિબહેન
નાણાવટી, મણિબહેન (જ. 27 ફેબ્રુઆરી 1905, ડેરોલ, ગુજરાત; અ. 2000, મુંબઈ) : ગુજરાતી સમાજસેવિકા. જન્મ કાપડના વેપારી શેઠ ચુનીલાલ ઝવેરીને ત્યાં. ચુનીભાઈની સમાજમાં ભારે પ્રતિષ્ઠા હતી. તે પ્રામાણિક વેપારી હતા અને જૂની પરંપરા અનુસાર સામાજિક કામોમાં સદા સક્રિય રહેતા હતા. મણિબહેનના દુર્ભાગ્યે તેઓ આવાં સંસ્કારી માતાપિતાનું સુખ નાનપણમાં જ ખોઈ…
વધુ વાંચો >