સંસ્કૃત સાહિત્ય
વિવસ્વત્
વિવસ્વત્ : પ્રાચીન ભારતીય વેદકાલીન દેવ. ઋગ્વેદમાં વિવસ્વત્, આદિત્ય, પૂષા, સૂર્ય, મિત્ર, ભગ વગેરે ભિન્ન ભિન્ન સૌર દેવતાઓ છે. સમયના વહેણ સાથે આ ભિન્ન ભિન્ન દેવોનું સ્વતંત્ર અને વિશિષ્ટ અસ્તિત્વ લુપ્ત થતું ગયું અને આ બધાં નામ ‘સૂર્ય’-વાચક બની ગયા. ઋગ્વેદમાં સૂક્તસંખ્યાની દૃષ્ટિએ વિવસ્વત્ એક અપર દેવતા છે, પરંતુ તે…
વધુ વાંચો >વિશાખદત્ત
વિશાખદત્ત (છઠ્ઠી-સાતમી સદી) : સંસ્કૃત ભાષાના નાટ્યકાર. તેમણે ‘મુદ્રારાક્ષસ’ નામનું રાજકીય ખટપટો વર્ણવતું નાટક લખ્યું છે. તેમના પિતાનું નામ મહારાજ ભાસ્કરદત્ત કે પૃથુ હતું. તેમના પિતામહનું નામ વટેશ્વરદત્ત હતું. પિતામહ વટેશ્વરદત્ત સામંત હતા, જ્યારે પિતા મહારાજ ભાસ્કરદત્ત સ્વતંત્ર રાજા હતા. તેઓ ઉત્તર ભારતના રહેવાસી હતા, કારણ કે તેમના નાટકમાં પાટલીપુત્રનું…
વધુ વાંચો >વિશિષ્ટાદ્વૈત
વિશિષ્ટાદ્વૈત : વિશિષ્ટાદ્વૈત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક જાણીતો સિદ્ધાન્ત છે. તેના ઉત્તમ પુરસ્કર્તા રામાનુજ છે. તેઓ બૌધાયન, ટંક, દ્રમિડ વગેરે પૂર્વાચાર્યોના આ સિદ્ધાંતને ‘બ્રહ્મસૂત્ર’ પરના તેમના ‘શ્રીભાષ્ય’માં વ્યવસ્થિત રીતે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના આધારરૂપ, બૃહદારણ્યક ઉપનિષદનું અંતર્યામિન્ બ્રાહ્મણ (37) છે. તદનુસાર, ઈશ્વર પૃથ્વીમાં રહે છે, પૃથ્વીની અંદર છે, જે…
વધુ વાંચો >વિશ્વનાથ
વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ…
વધુ વાંચો >વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી)
વિશ્વામિત્રીમાહાત્મ્ય (આશરે સત્તરમી સદી) : સંસ્કૃતમાં રચાયેલ એક મહત્વચપૂર્ણ માહાત્મ્ય ગ્રંથ. વડોદરાના મ. સ. વિશ્વવિદ્યાલયના પ્રાચ્યવિદ્યામંદિરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાલા(ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સીરીઝ)ના 176મા ગ્રંથ તરીકે આ ગ્રંથની સમીક્ષિત આવૃત્તિ (critical edition) 1997માં પ્રકાશિત કરી છે, જેમાં સમીક્ષાપૂર્વકનો સર્વતોમુખી અભ્યાસ પણ આપેલો છે. આ સઘળું સંશોધન સંસ્થાના નિવૃત્ત નિયામક…
વધુ વાંચો >વિશ્વેદેવા
વિશ્વેદેવા : પ્રાચીન ભારતીય વૈદિક યજ્ઞમાં આવતો દેવસમૂહ. આ સમૂહની વિશ્વેદેવા રૂપે પૂજા થાય છે. ભાષાશાસ્ત્રની દૃદૃષ્ટિએ ‘વિશ્વેદેવા’ શબ્દ સામાસિક નથી, પરંતુ विश्वे + देवा એ બંને શબ્દો મળીને એ બન્યો છે અને એ રીતે સંયુક્ત શબ્દ છે. આથી એને ‘સર્વદેવ’ એમ પણ નામભેદે કહેવાય છે. ઋગ્વેદમાં એના 40થી પણ…
વધુ વાંચો >વિશ્વેશ્વર
વિશ્વેશ્વર : સંસ્કૃત ભાષાના અલંકારશાસ્ત્રી અને કવિ. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલમોડા જિલ્લાના પટિયા ગામમાં થયેલો. આ હિમાચળ પર્વતનો પ્રદેશ હોવાથી તેમને ‘પાર્વતીય’ એવા ઉપનામે ઓળખવામાં આવ્યા છે. તેમનું કુળનામ કે અટક ‘પાંડેય’ હોવાનો નિર્દેશ તેમણે કર્યો છે. વિશ્વેશ્વરના પિતાનું નામ લક્ષ્મીધર અને મોટા ભાઈનું નામ ઉમાપતિ હતું. સોળમી સદીમાં થયેલા…
વધુ વાંચો >વિષ્કંભક
વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય…
વધુ વાંચો >વિષ્ટુતિ
વિષ્ટુતિ : પ્રાચીન ભારતીય સામવેદના મંત્રોના ગાનનો એક પ્રકાર. જે સ્તુતિમાં મંત્ર, ગાન સાથે ન હોય તે ‘शस्त्र’ છે; તે ઋગ્વેદમાં હોય છે. ગાન સાથે હોય તે ‘स्तोत्र’ છે; તે સામવેદમાં છે. प्रगीतमन्त्रसाध्या स्तुतिः स्तोत्रम् । ઉત્તરગાનમાં એક સ્તોત્રમાં ત્રણ ઋચા હોય છે. સાયણાચાર્યનું કથન છે – ये तु मन्त्राः…
વધુ વાંચો >વૃત્તિવાર્તિક
વૃત્તિવાર્તિક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અપ્પય્ય દીક્ષિત (16મી સદી) નામના લેખકે રચેલા આ ગ્રંથમાં શબ્દના બે વ્યાપારોની ચર્ચા કરવામાં આવી છે. બે પરિચ્છેદના બનેલા આ નાનકડા ગ્રંથમાં પ્રથમ પરિચ્છેદમાં અભિધા અને દ્વિતીય પરિચ્છેદમાં લક્ષણા નામના શબ્દવ્યાપારનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. આલંકારિકો શબ્દના ત્રીજા વ્યાપાર વ્યંજનાને માને છે, પરંતુ…
વધુ વાંચો >