સંસ્કૃત સાહિત્ય
ભટ્ટ, ગોપાલ
ભટ્ટ, ગોપાલ (જ. આશરે 5મી સદી પહેલાં) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના મૂર્ધન્ય ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમને ‘લૌહિત્ય ભટ્ટ ગોપાલ સૂરિ’ એવા નામે ઓળખવામાં આવે છે. ‘કાવ્યપ્રકાશ’ પર તેમણે લખેલી ટીકાનું નામ ‘સાહિત્યચૂડામણિ’ છે. ‘ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળા’માં આ ટીકા છપાઈ છે. તેના બે ભાગો અનુક્રમે 1926 અને 1930માં આર. હરિહર…
વધુ વાંચો >ભટ્ટ, જયંત
ભટ્ટ, જયંત (નવમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય ન્યાયદર્શનના વિદ્વાન લેખક. અપ્રતિમ પ્રતિભાશાળી જયંત ભટ્ટ કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળ(ઈ.સ. 885–902)માં થયા. તેઓ પોતાની ‘ન્યાયમંજરી’માં શંકરવર્માને ધર્મતત્વજ્ઞ તરીકે વર્ણવે છે અને એક સ્થળે જણાવે છે કે તે રાજાએ પોતાને કેદ કર્યો હતો અને ત્યાં રહીને જ પોતે પ્રસિદ્ધ ‘ન્યાયમંજરી’ની રચના કરી હતી.…
વધુ વાંચો >ભટ્ટ, તૌત
ભટ્ટ, તૌત (ઈ.સ. 960થી 990 દરમિયાન હયાત) : ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર ટીકા લખનારા કાશ્મીરી આલંકારિક આચાર્ય. તેઓ આચાર્ય અભિનવગુપ્તના ગુરુ હતા. સાહિત્યશાસ્ત્રનો અભ્યાસ અભિનવગુપ્તે તેમની પાસે કર્યો હતો. ભટ્ટ તૌતે ‘કાવ્યકૌતુક’ નામનો રસ વિશેનો ગ્રંથ રચ્યો છે, જે હાલ અનુપલબ્ધ છે. અભિનવે તેના પર વિવરણ લખ્યું છે. ‘કાવ્યકૌતુક’માં શાન્ત રસને…
વધુ વાંચો >ભટ્ટ, નાયક (નવમી સદી)
ભટ્ટ, નાયક (નવમી સદી) : કાશ્મીરના આલંકારિક આચાર્ય. તેઓ ઉદભટ, લોલ્લટ અને શંકુક પછી ભરતનાટ્યશાસ્ત્રના ચોથા મહાન વ્યાખ્યાકાર છે. અભિનવગુપ્ત દ્વારા જ આપણને તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. ભરતના નાટ્યશાસ્ત્ર પરની ટીકા ‘અભિનવભારતી’માં 6થી વધુ વાર અભિનવગુપ્તે તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના જીવન વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.…
વધુ વાંચો >ભટ્ટ, નારાયણ
ભટ્ટ, નારાયણ (ઈ. સાતમી સદી) : સંસ્કૃત નાટ્યકાર. એમના નામમાં રહેલું ભટ્ટ પણ એમનું બિરુદ છે. ભટ્ટ નારાયણની ઉપલબ્ધ રચના ‘વેણી-સંહાર’ નાટકની ‘પ્રસ્તાવના’માંથી એવી વિગત મળે છે કે એમને ‘મૃગરાજલક્ષ્મા’નું બિરુદ મળેલું છે. આનો અર્થ (1) બ્રાહ્મણશ્રેષ્ઠ, (2) જટાપાઠને ધારણ કરનાર બ્રાહ્મણ, (3) કવિશ્રેષ્ઠ છે. આ બંને બિરુદો તેઓ બ્રાહ્મણ…
વધુ વાંચો >ભટ્ટ, ભાસ્કર
ભટ્ટ, ભાસ્કર (દસમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદ પરના ભાષ્યના રચયિતા. વૈદિક ભાષ્યકારોમાં આચાર્ય સાયણ પૂર્વેના ભાષ્યકારોમાં ભટ્ટ ભાસ્કરમિશ્રનું મહત્વ સૌથી વધુ છે. ભટ્ટ ભાસ્કર કૌશિક ગોત્રના તેલુગુ બ્રાહ્મણ હતા. ઉજ્જયિનીમાં એમનો નિવાસ હતો. એમનો સમય દસમી સદી નિશ્ચિત થઈ શકે તેમ છે. સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા જયાદિત્ય અને…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન
ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન (આશરે 15મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના જાણીતા ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ ‘શ્રીવત્સશર્મન્’ કે ‘શ્રીવત્સવર્મન્’ કે ‘વત્સવર્મન્’ એવાં રૂપાન્તરોથી પણ લખાય છે. ‘ભટ્ટાચાર્ય’ એવું તેમનું બિરુદ અને ‘શ્રીવત્સલાંછન’ એવું નામ એમ સૂચવે છે કે તેઓ બંગાળના વતની હતા. તેમના પિતાનું નામ શ્રીવિષ્ણુ ભટ્ટાચાર્ય ચક્રવર્તિન્ હતું. શ્રીવત્સલાંછને…
વધુ વાંચો >ભટ્ટિ
ભટ્ટિ (આશરે 600થી 650) : સંસ્કૃત ભાષાના મહાકાવ્ય ‘રાવણવધ’ કે ‘ભટ્ટિકાવ્ય’ના રચયિતા મહાકવિ. તેઓ તેમના મહાકાવ્યના અંતિમ શ્લોકમાં જણાવે છે કે પોતે સૌરાષ્ટ્રના ભાવનગરની પાસે આવેલી વલભી નામની નગરીમાં મૈત્રક વંશના રાજા શ્રીધરસેનના રાજ્યઅમલ દરમિયાન આ મહાકાવ્ય રચ્યું હતું. આથી તેઓ પ્રાચીન ગુજરાતના મહાકવિ હતા. મૈત્રક વંશના રાજા શ્રીધરસેન બીજાના…
વધુ વાંચો >ભટ્ટેન્દુરાજ
ભટ્ટેન્દુરાજ : જુઓ પ્રતીહારેન્દુરાજ
વધુ વાંચો >ભરત (મુનિ)
ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય
વધુ વાંચો >