સંસ્કૃત સાહિત્ય
દીક્ષિત, રામભદ્ર
દીક્ષિત, રામભદ્ર (આશરે 1635–1720) : સંસ્કૃત કવિ અને નાટ્યકાર. રામભદ્ર દીક્ષિત દક્ષિણ ભારતના તમિળનાડુના કુંભકોણમ્ શહેર પાસે આવેલા કંડરમાણિક્ય ગામના વતની હતા. તેમના પિતાનું નામ યજ્ઞરામ હતું. તેમના સાહિત્યવિદ્યાના ગુરુ નીલકંઠ દીક્ષિત, વ્યાકરણશાસ્ત્રના ગુરુ ચોક્કનાથ મખી અને અધ્યાત્મવિદ્યાના ગુરુ બાલકૃષ્ણ સંન્યાસી હતા. ચોક્કનાથ મખીએ ખુશ થઈને તેમને પોતાના જમાઈ બનાવેલા.…
વધુ વાંચો >દીક્ષિત, હરિનારાયણ
દીક્ષિત, હરિનારાયણ (જ. 13 જાન્યુઆરી 1936, પડકુલા, જિ. જાલૌન, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના મહાકાવ્ય ‘ભીષ્મચરિતમ્’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઉલ્લેખનીય સફળતા સાથે એમ.એ. તથા પીએચ.ડી.ની પદવીઓ તેમજ કુમાઉં યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી હતી. વળી બનારસ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેમણે…
વધુ વાંચો >દીર્ઘતમા
દીર્ઘતમા : ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિ. ઋગ્વેદનાં કુલ 10 મંડળોમાંથી ફક્ત પહેલા મંડળમાં જ તેમણે મનથી જોયેલાં સૂક્તો રહેલાં છે. ઋગ્વેદના પહેલા મંડળનાં 140થી 164 સુધીનાં સૂક્તોના મંત્રદ્રષ્ટા ઋષિ દીર્ઘતમા છે. આ 25 જેટલાં સૂક્તોમાં તેમણે અગ્નિ વગેરે દેવોની સ્તુતિ કરી છે. દીર્ઘતમા નામના ઋષિનું વિષ્ણુસૂક્ત 1/154 ખૂબ જ જાણીતું છે.…
વધુ વાંચો >દૂતકાવ્ય
દૂતકાવ્ય : દૂતકાવ્ય અથવા સંદેશકાવ્ય તરીકે જાણીતો કાવ્યપ્રકાર. સંસ્કૃતમાં તે ખૂબ ખેડાયો છે. સુદીર્ઘ રચનાઓમાં કોઈ ને કોઈની સાથે સંદેશ મોકલવાની પ્રણાલી પ્રસિદ્ધ હતી. નળે હંસ સાથે ‘નલોપાખ્યાન’માં કે ‘રામાયણ’માં હનુમાન સાથે રામે સીતાને સંદેશ મોકલ્યો હતો તેનું નિરૂપણ થયેલું છે. કવિ કાલિદાસના ‘મેઘદૂત’માં મેઘ સાથે યક્ષ પોતાની પત્નીને સંદેશ…
વધુ વાંચો >દૂતાંગદ
દૂતાંગદ : સંસ્કૃત કવિ સુભટનું રચેલું રામાયણ પર આધારિત એકાંકી રૂપક. રામના દૂત તરીકે અંગદ રાવણ પાસે જઈ વાત કરે છે એ પ્રસંગને પ્રધાન રીતે વર્ણવતું હોવાથી દૂતાંગદ એવું શીર્ષક નાટ્યકારે આપ્યું છે. સુભટ કવિએ તેની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ પછી આવેલા રાજા કુમારપાળ (1088થી 1172) દ્વારા…
વધુ વાંચો >દેવતાધ્યાય બ્રાહ્મણ
દેવતાધ્યાય બ્રાહ્મણ : સામવેદનો બ્રાહ્મણગ્રંથ. તેનું કદ નાનું છે. તે દૈવતબ્રાહ્મણ તરીકે પણ જાણીતો છે. આ બ્રાહ્મણની ભાષ્યભૂમિકા-(1:7)માં સામવેદના આઠ બ્રાહ્મણગ્રંથોનો ઉલ્લેખ કરતાં સાયણાચાર્ય આ બ્રાહ્મણગ્રંથનો તેમાં ઉલ્લેખ કરે છે. આ ગ્રંથ ચાર ખંડમાં વિભાજિત છે. પ્રત્યેક ખંડનું કંડિકામાં ઉપવિભાજન થયેલું છે. ઉપર જણાવ્યું તેમ આ બ્રાહ્મણગ્રંથ ઉપર ‘વેદાર્થ-પ્રકાશ’ નામક…
વધુ વાંચો >દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ
દેવર્ધ્ધિગણિ ક્ષમાશ્રમણ (ઈ. સ.ની પાંચમી સદીનો ઉત્તરાર્ધ) : વિદ્વાન જૈન સાધુ. તેઓ આર્યમહાગિરિની શિષ્યપરંપરામાં ઉત્પન્ન થયા હતા. ‘કલ્પસૂત્રસ્થવિરાવલી’ મુજબ તેઓ આર્ય શાંડિલ્યના શિષ્ય હતા. ઈ. સ. 454 કે 467માં દેવર્ધ્ધિએ ‘કલ્પસૂત્ર’નું લેખન સમાપ્ત કર્યું અને એ જ વર્ષમાં આનંદપુરમાં પુત્રમરણથી શોકાતુર રાજા ધ્રુવસેનની ચિત્તશાંતિ માટે સભા સમક્ષ ‘કલ્પસૂત્ર’નું વાચન કર્યું.…
વધુ વાંચો >દેવસિયા, પી. સી.
દેવસિયા, પી. સી. (જ. 24 માર્ચ 1906, કુદમલૂર, કોટ્ટયમ, કેરળ; અ. 10 ઑક્ટોબર 2006, તિરુવનંતપુરમ્, કેરળ) : સંસ્કૃતના વિદ્વાન કવિ. તેમના મહાકાવ્ય ‘ક્રિસ્તુ ભાગવતમ્’ને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પરંપરાગત રીતે સંસ્કૃતનો અભ્યાસ કર્યા બાદ કેરળના કેટલાક અગ્રણી પંડિતો પાસે કાવ્યો, નાટકો, વેદો તથા ઉપનિષદોનો અભ્યાસ…
વધુ વાંચો >દેવસેન
દેવસેન (ઈ. સ. 893–943) : દિગંબર જૈન આચાર્ય. દેવસેન વિમલસેન ગણધરના શિષ્ય હતા. પોતાની કૃતિ ‘દર્શનસાર’માં તેમણે બધા સંઘોને જૈનાભાસ તરીકે ઓળખાવ્યા હોવાથી સંભવત: તેઓ મૂળસંઘના હશે એવો નથ્થુરામ પ્રેમીનો મત છે. માથુર સંઘની ગુર્વાવલિ અનુસાર તેઓ વિમલગણિના શિષ્ય તથા અમિતગતિ પ્રથમના પુત્ર હતા. તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો લખ્યા હતા.…
વધુ વાંચો >દેશી નામમાલા
દેશી નામમાલા (1880) : હેમચંદ્રરચિત દેશી શબ્દોનો કોશ. તેનાં ‘દેશી-શબ્દસંગ્રહ’ અને ‘રત્નાવલી’ એવાં નામો પણ જાણીતાં છે. સંસ્કૃત ભાષાના તત્સમ કે તદભવ ન હોય, ધાતુમાંથી તેને સાધવાની પ્રક્રિયા વગરના, જેનાં પ્રકૃતિ અને પ્રત્યય બતાવી ના શકાય તેવા, ધાતુના પ્રાકૃતમાં આદેશમાંથી બનેલા હોય તેવા અને પ્રાકૃત ભાષામાં બહોળા પ્રચારમાં હોય તેવા…
વધુ વાંચો >