સંસ્કૃત સાહિત્ય
દશકુમારચરિત
દશકુમારચરિત : સંસ્કૃત કથા. કથા કે આખ્યાયિકાના ચુસ્ત માળખામાં ન બંધાતી, ગદ્યકાર દંડીની આ રચના છે. શાસ્ત્રગ્રંથ ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીએ, પ્રો. આપ્ટે નિર્દેશે છે તેમ, ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો હશે. તેમાં માલવ પ્રદેશના રાજવી માનસાર સાથેના યુદ્ધમાં રાજહંસ હારી ગયો. તેની આપન્નસત્વા રાણીને વિંધ્યવનમાં મોકલી દેવાઈ.…
વધુ વાંચો >દશરૂપક
દશરૂપક : દશમી સદીના અંતભાગમાં ધનંજયે રચેલો રૂપકના 10 પ્રકારની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. રાજા મુંજ(974થી 995)ના દરબારમાં આદર પામેલા લેખક ધનંજયે 300 જેટલી કારિકાઓ રચેલી છે, જ્યારે તેના ભાઈ ધનિકે તેના પર ઘણાં ઉદાહરણો આપી વૃત્તિ રચેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના 20મા અધ્યાયનું નામ દશરૂપવિધાન કે દશરૂપવિકલ્પન એવું છે તેના…
વધુ વાંચો >દશશ્લોકી
દશશ્લોકી : શંકરાચાર્યે ભુજંગપ્રયાત છંદમાં રચેલા દશ સંસ્કૃત શ્લોકોનો સમૂહ. અંતિમ શ્લોક સિવાય તમામ શ્લોકોનું અંતિમ ચરણ સમાન છે. ‘तदेकोडवशिष्ट: शिव: केवलोडहम्’ આ અંતિમ ચરણમાં ‘હું તેમાં એક જ બાકી રહેલો કેવળ શિવ છું’ એમ કહેવામાં આવ્યું છે. આગલાં ત્રણ ચરણોમાં ‘હું જુદી જુદી વસ્તુઓ નથી’ એવું વિધાન કરવામાં આવ્યું…
વધુ વાંચો >દંડ
દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…
વધુ વાંચો >દંડી
દંડી : પ્રસિદ્ધ સંસ્કૃત ગદ્યકથાકાર અને કાવ્યમીમાંસક. ત્રણ સંસ્કૃત ગ્રંથો – ગદ્યકથાઓ ’દશકુમારચરિત’, ‘અવન્તિસુન્દરીકથા’ તેમજ કાવ્યશાસ્ત્રનો ગ્રંથ ’કાવ્યાદર્શ’ – ના કર્તા તરીકે દંડીનું નામ મળે છે, त्रयो दण्डिप्रबन्धाश्व એમ પણ કહેવાયું છે, છતાં આ ત્રણે દંડી એક ન પણ હોય. દંડીનો સમય સાતમી સદીના અંતનો હોવાનો સંભવ છે. ‘અવન્તિસુન્દરીકથા’ના આરંભમાં…
વધુ વાંચો >દીક્ષિત, ગોવિન્દ
દીક્ષિત, ગોવિન્દ (આશરે 1535થી 1615) : દક્ષિણ ભારતના તમિળનાડુમાં કુશળ પ્રધાનની કારકિર્દી ધરાવનારા સંસ્કૃતના વિદ્વાન કવિ. તેઓ વસિષ્ઠ ગોત્રના હતા. તેમની પત્નીનું નામ નાગમ્બા અને બે વિદ્વાન પુત્રોનાં નામ યજ્ઞનારાયણ અને વેંકટેશ્વર મખી એવાં હતાં. ચેવપ્પા, અચ્યુત અને રઘુનાથ – એ ત્રણ રાજાઓના (રાજ્યઅમલ : 1549થી 1614) તેઓ પ્રધાન હતા.…
વધુ વાંચો >દીક્ષિત, નીલકંઠ
દીક્ષિત, નીલકંઠ (આશરે 1605–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ. અપ્પય્ય દીક્ષિતના નાના ભાઈ અચ્ચા દીક્ષિતના પુત્ર નારાયણના પુત્ર. તેઓ ગોવિન્દ દીક્ષિતના પુત્ર વેંકટેશ્વર દીક્ષિતના શિષ્ય હતા. ગોવિન્દ દીક્ષિતની જેમ જ તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે કુશળ પ્રધાન પણ હતા. તેમની માતાનું નામ ભૂમિદેવી હતું. વેદના બધા યજ્ઞો કરવાથી તેમને ‘મખી’, ‘અધ્વરી’,…
વધુ વાંચો >દીક્ષિત, ભટ્ટોજી
દીક્ષિત, ભટ્ટોજી (આશરે 1555–1630) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ના લેખક. તેઓ દક્ષિણ ભારતના આંધ્ર કે મહારાષ્ટ્રના તૈલંગ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ લક્ષ્મીધર હતું. એમના પુત્ર ભાનુ દીક્ષિતે ‘અમરકોશ’ પર ‘રામાશ્રમી’ નામની ટીકા રચતી વખતે તેમને નમસ્કાર કર્યા છે. તેઓ કાશીમાં ગયા અને ત્યાં જ વર્ષો સુધી રહ્યા. વળી પોતાની પાસે…
વધુ વાંચો >દીક્ષિત, ભીમસેન
દીક્ષિત, ભીમસેન (1670–1750) : આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘સુધાસાગર’ કે ‘સુધોદધિ’ નામની ટીકા લખનારા સંસ્કૃત લેખક. ભીમસેન કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. પિતાનું નામ શિવાનંદ હતું. શાંડિલ્ય ગોત્રના હતા. ‘કાવ્યપ્રકાશ’ પરની સુધાસાગર ટીકા તેમણે વિ. સં. 1723ના માઘ માસની તેરસને દિવસે સમાપ્ત કરી એમ તેમણે નોંધ્યું છે. આચાર્ય મમ્મટને માટે તેમને અત્યંત…
વધુ વાંચો >દીક્ષિત, રાજચૂડામણિ
દીક્ષિત, રાજચૂડામણિ (1600–1680) : સંસ્કૃતના વિદ્વાન કવિ, નાટ્યકાર અને મીમાંસક. તેઓ તાંજોરના રાજા રઘુનાથના પ્રીતિપાત્ર હતા. તેમની માતાનું નામ કામાક્ષી હતું અને તેમના પિતાનું નામ રત્નખેટ શ્રીનિવાસ દીક્ષિત હતું. તેમના ગુરુનું નામ અર્ધનારીશ્વર દીક્ષિત હતું. 1636માં ‘તંત્રશિખામણિ’ નામનો મીમાંસાશાસ્ત્રવિષયક ગ્રંથ લખ્યો હોવાનું તેમણે નોંધ્યું છે. તાંજોરના રાજા રઘુનાથ વિશે તેમણે…
વધુ વાંચો >