સંસ્કૃત સાહિત્ય
જગન્નાથ પંડિતરાજ
જગન્નાથ પંડિતરાજ (જ. 1590; અ. 1665) : સંસ્કૃત સાહિત્યના ઉત્તરમધ્ય કાલના પ્રતિભાવાન કવિ, કાવ્યશાસ્ત્રકાર અને બહુશ્રુત વિદ્વાન. આંધ્રના વેંગી નાડી કુલના તૈલંગ બ્રાહ્મણ. ગોદાવરી જિલ્લાનું મુંગુડુ કે મુંગુજ ગામ તેમનું વતન. પિતા પેરમ કે પેરુભટ્ટ અને માતા લક્ષ્મી. જગન્નાથના પિતા કાશીમાં નિવાસ કરતા હતા તેથી તેમનું બાલ્ય કાશીમાં વીત્યું. પિતાને…
વધુ વાંચો >જટાયુ
જટાયુ : સીતાહરણ પ્રસંગે રાવણ સાથે ઝઝૂમનાર રામાયણનું એક પાત્ર. પ્રચલિત વાલ્મીકિ રામાયણની ત્રણેય વાચનામાં સીતાહરણની પૂર્વે જટાયુનો મેળાપ અને સીતાની રક્ષા કરવાની તેની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે. આ જટાયુ ગરુડજાતિનો એક માનવ હોવાનું મનાય છે. વિનતાના પુત્ર અરુણને શ્યેનીથી ઉત્પન્ન થયેલા બે પુત્રો તે સંપાતિ અને જટાયુ. આમ જટાયુ…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (ઈ. સ.ની બારમી સદી) : સંસ્કૃત ભાષાના સુવિખ્યાત કવિ. વૈષ્ણવ સંપ્રદાયના ઉલ્લેખો અનુસાર તેમનો જન્મ બંગાળના વીરભૂમ જિલ્લાના કિન્દુબિલ્વ(કેન્દુલી)માં થયેલો. કિન્દુબિલ્વ જગન્નાથપુરી પાસેનું ગામ હોવાનું ‘ગીતગોવિંદ’ના એક ટીકાકારે નોંધ્યું છે તો અન્ય એક ટીકાકારે કવિને ગુજરાતના કહ્યા છે. કવિની જન્મભૂમિ બિહાર હોવાની પણ એક પરંપરા છે. તેમના પિતા ભોજદેવ…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (આશરે તેરમી સદીનો પૂર્વાર્ધ) : ‘ચન્દ્રાલોક’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત અલંકારગ્રંથના રચયિતા. તે ધ્વનિપરંપરાના અનુમોદક છે. તેમનું બીજું નામ ‘પીયૂષવર્ષ’ કે ‘સૂક્તિપીયૂષવર્ષ’ છે. તેમના કહેવા પ્રમાણે તેમના પિતાનું નામ મહાદેવ તથા માતાનું નામ સુમિત્રા હતું. સંસ્કૃત સાહિત્યજગતમાં જયદેવ નામે અનેક લેખકો થઈ ગયા હોવાનું ઑફ્રેટની ગ્રંથસૂચિ દ્વારા જણાય છે. તેમાં…
વધુ વાંચો >જયદ્રથ
જયદ્રથ : મહાભારતનું એક પાત્ર. સિન્ધુ સૌવીર નરેશ વૃદ્ધક્ષત્રનો પુત્ર, ધૃતરાષ્ટ્રપુત્રી દુ:શલાનો પતિ. તેના જન્મસમયે અન્તર્હિત વાણીએ જણાવેલું કે સંગ્રામમાં શત્રુ તેનું માથું છેદી ભૂમિ ઉપર પાડશે ત્યારે વૃદ્ધક્ષત્રે જાહેર કરેલું કે તેનું મસ્તક જમીન ઉપર પાડનારના મસ્તકના પણ ટુકડા થઈ જશે. શાલ્વદેશમાં સ્વયંવરમાં જતા જયદ્રથે માર્ગમાં કામ્યકવનમાં રહેતા પાંડવોની…
વધુ વાંચો >જાનકીહરણ
જાનકીહરણ (ઈ.સ.ની સાતમી-આઠમી સદી) : કાલિદાસ અને ભારવિની કાવ્યપરંપરામાં સ્થાન પામેલું કવિ કુમારદાસનું સંસ્કૃત મહાકાવ્ય. તે ઘણા વખત સુધી વિદ્વાનોને માત્ર નામથી પરિચિત હતું. સૌપ્રથમ શ્રીલંકાના વિદ્વાન કે. ધર્મારામ સ્થવિરે ‘જાનકીહરણ’ના 1થી 14 સર્ગ તથા 15મા સર્ગના 1થી 22 શ્લોક, સિંહાલી લિપિમાં શબ્દશ: અનુવાદ સાથે પ્રકાશિત કર્યા. તેના પરથી જયપુરના…
વધુ વાંચો >જિનવિજયજી
જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…
વધુ વાંચો >જિનેન્દ્રબુદ્ધિ
જિનેન્દ્રબુદ્ધિ (આશરે 750) : સંસ્કૃત વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયી ઉપર વામન અને જયાદિત્યે લખેલી કાશિકા નામની વૃત્તિ ઉપર ‘ન્યાસ’ નામની ટીકા લખનાર ટીકાકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીની એક પોથીમાં એમનું નામ સ્થવિર જિનેન્દ્ર એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને જિનેન્દ્રબુદ્ધિ પોતે પોતાને श्रीबोधिसत्वदेशीयाचायं તરીકે ઓળખાવે છે. આ ઉપરથી તેઓ બૌદ્ધધર્માનુયાયી…
વધુ વાંચો >જિનેશ્વરસૂરિ
જિનેશ્વરસૂરિ (ઈ. સ.ની અગિયારમી સદી) : સમર્થ વ્યાખ્યાતા અને પ્રમાણશાસ્ત્ર-પ્રબંધકોના રચયિતા. જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ એ બે ભાઈ સુવિહિતમાર્ગી શ્વેતાંબર પરંપરાના વિદ્વાન હતા. બુદ્ધિસાગરસૂરિ આગમસાહિત્યના વિશિષ્ટ જાણકાર, શાસ્ત્રોક્ત કર્મમાં નિષ્ઠાવાન અને વ્યાકરણશાસ્ત્ર રચનાર હતા. પાટણના રાજા દુર્લભરાજના પુરોહિત સોમેશ્વર, ત્યાંના યાજ્ઞિકો, શૈવાચાર્ય જ્ઞાનદેવ વગેરેને પોતાના વર્ચસથી વિશેષ પ્રભાવિત કરીને, પાટણમાં સુવિહિતમાર્ગી…
વધુ વાંચો >જૈનેન્દ્ર વ્યાકરણ
જૈનેન્દ્ર વ્યાકરણ (ઈ. સ.ની પાંચમી સદી) : પાણિનીય વ્યાકરણના આધારે દેવનંદીએ રચેલો ગ્રંથ. સ્વર અને વૈદિક પ્રકરણને બાદ રાખી તે 5 અધ્યાયોમાં પૂરો કરાયો છે. આ વ્યાકરણનાં અત્યારે 2 સંસ્કરણો મળે છે : (1) ઔદીચ્ય, તેમાં 3 હજાર સૂત્રો છે અને (2) દાક્ષિણાત્ય, તેમાં 3,700 સૂત્રો છે. દાક્ષિણાત્ય સંસ્કરણમાં સૂત્રોની…
વધુ વાંચો >