સંગીતકલા

શેઠ, અજિત

શેઠ, અજિત (જ. 19 સપ્ટેમ્બર 1932, મુંબઈ; અ. 23 જાન્યુઆરી 2006, મુંબઈ) : ગુજરાતી કાવ્ય-ગીતોના સ્વરનિયોજક તથા ગાયક. છેલ્લા પાંચ દાયકા (1949-2006) ઉપરાંતના સમયગાળામાં કાવ્ય-સંગીતક્ષેત્રે સ્વરકાર અને ગાયક તરીકેનું તેમનું યોગદાન ચિરસ્મરણીય છે. પિતાનું નામ વૃંદાવન. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1954માં મુંબઈની સિડનહામ કૉલેજથી બૅંકિંગ વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.કૉમ.ની…

વધુ વાંચો >

શેઠ, રઘુનાથ

શેઠ, રઘુનાથ (જ. 17 ડિસેમ્બર 1931) : ભારતના અગ્રણી બંસરીવાદક તથા પ્રયોગશીલ સંગીતકાર. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના વડીલ બંધુ કાશીપ્રસાદ પાસેથી લીધી હતી. કાશીપ્રસાદ પોતે ગાયક હોવા ઉપરાંત બંસરી અને તબલાવાદનના જાણકાર હતા; એટલું જ નહિ, પરંતુ નાટ્યકલામાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. 1943માં રઘુનાથ શેઠની સંગીતક્ષેત્રની તાલીમની…

વધુ વાંચો >

શેન્કર, હિન્રીખ (Schenker, Heinrich)

શેન્કર, હિન્રીખ (Schenker, Heinrich) [જ. 19 જૂન 1868, વિસ્નિયૉવ્ક્ઝિકી (Wisniowczyki); અ. 14 જાન્યુઆરી 1935, વિયેના, ઑસ્ટ્રિયા] : ઑસ્ટ્રિયન સંગીતશાસ્ત્રી. અઢારમી અને ઓગણીસમી સદીના સંગીતની સૂરાવલિઓ અને ઘાટ-માળખાને લગતી સમજ વિકસાવવામાં શેન્કરનાં સંશોધનો અને સિદ્ધાંતોનો ફાળો રહેલો છે. ઑસ્ટ્રિયન સ્વરનિયોજક ઍન્ટૉન બ્રખ્નર હેઠળ તેણે સ્વરનિયોજક તરીકેની તાલીમ લીધી હતી. કારકિર્દીના પ્રારંભે…

વધુ વાંચો >

શેબાલિન, વિસારિયોન

શેબાલિન, વિસારિયોન (જ. 11 જૂન 1902, સાઇબીરિયા, રશિયા; અ. 1963, મૉસ્કો, રશિયા) : રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. સંગીતના સંસ્કાર ધરાવતા એક જાગ્રત રશિયન પરિવારમાં તેમનો જન્મ. ઘરે પરિવારમાં અવારનવાર જલસા યોજાતા. બાળપણથી જ ગ્લીન્કા, મુસોર્ગ્સ્કી, બોરોદીન, રિમ્સ્કી-કોર્સાકૉવ અને ચાઇકૉવ્સ્કીનું સંગીત તેઓ વગાડતા. શાલેય અભ્યાસ પૂરો કર્યા બાદ 1919માં શેબાલિન સંગીત…

વધુ વાંચો >

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે)

શેરુબિની, (મારિયા) લુઈગી (કાર્લો ઝેનોબિયો સાલ્વાતોરે) (જ. 14 સપ્ટેમ્બર 1760, ફ્લોરેન્સ, ઇટાલી; અ. 15 માર્ચ 1842, પૅરિસ, ફ્રાંસ) : રંગદર્શી ફ્રેંચ સંગીતકાર અને સ્વરનિયોજક. ફ્રેંચ ઑપેરા અને ફ્રેંચ ખ્રિસ્તી ધાર્મિક સંગીતના સર્જક તરીકે તેની ખ્યાતિ છે. સંગીતકાર કુટુંબમાં જન્મેલા શેરુબિનીએ ઑપેરા-કંપોઝર (સ્વરનિયોજક) ગ્વીસેપિ સાર્તી હેઠળ સંગીતની તાલીમ લીધી. એની પ્રારંભિક…

વધુ વાંચો >

શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર)

શોઅન્બર્ગ, આર્નોલ્ડ (ફ્રાન્ઝ વૉલ્ટર) (જ. 13 સપ્ટેમ્બર 1874, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 13 જુલાઈ 1951, લૉસ એન્જલસ, યુ.એસ.) : સપ્તકના બારેય સ્વરોમાં કોમળ કે તીવ્ર જેવા ભેદ પાડ્યા વિના તેમને સમાન ગણતી નવી સંગીતશૈલી ‘ઍટોનાલિટી’(ટ્વેલ્વ નૉટ મ્યુઝિક)ના સ્થાપક, સંગીતકાર અને સ્વરનિયોજક. વીસમી સદીના ક્રાંતિકારી સંગીતકાર તરીકે શોઅન્બર્ગે નામના મેળવી છે. વિયેનાના…

વધુ વાંચો >

શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric)

શોપાં, ફ્રેડેરિક (Chopin, Frëdëric) (જ. 1 માર્ચ 1810, ઝેલાઝોવાવોલા, પોલૅન્ડ; અ. 17 ઑક્ટોબર 1849, પૅરિસ, ફ્રાંસ) : વિશ્વવિખ્યાત પૉલિશ રંગદર્શી પિયાનોવાદક અને સ્વરનિયોજક. શોપાંના ફ્રેંચ પિતા નિકોલસ પોલૅન્ડના વૉર્સો નગરમાં આવી વસેલા અને તેમણે ધનાઢ્ય પોલિશ કુટુંબોમાં પિયાનોવાદનનાં ટ્યૂશનો શરૂ કરેલાં. વૉર્સો નજીક આવેલા ગામ ઝેલાઝોવાવોલામાં સ્કાર્બેક્સ અટક ધરાવતા એક…

વધુ વાંચો >

શોરી મિયાં

શોરી મિયાં (જ. ઝંગસિયાલ, પંજાબ; અ. 19મી સદી પૂર્વાર્ધ, લખનૌ) : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ઉપશાસ્ત્રીય શૈલીમાં ગવાતા ‘ટપ્પા’ પ્રકારના સર્જક કલાકાર. શોરી મિયાંને સંગીતનો ખૂબ જ શોખ હતો; પરંતુ તેમનો અવાજ ઘણો પાતળો હોવાને કારણે ખ્યાલ ગાયકી માટે અનુકૂળ ન હતો. તેથી પોતાના અવાજને યોગ્ય હોય તેવી ગાયનશૈલીનું સર્જન કરવાનો…

વધુ વાંચો >

શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich)

શોસ્ટાકૉવિચ, દ્મિત્રિયેવિચ (Shostakovich Dmitriyevich) (જ. 25 સપ્ટેમ્બર 1906, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 9 ઑગસ્ટ 1975, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. વીસમી સદીના વિશ્વના પ્રમુખ સંગીત-નિયોજકોમાં એમની ગણના થાય છે; એ બહુપ્રસુ (prolific) સર્જક છે. બાળપણમાં માતાએ પિયાનોવાદન શીખવેલું. એ તેર વરસના હતા ત્યારે 1919માં તેમના ઇજનેર પિતાએ…

વધુ વાંચો >

શૌકત હુસૈનખાં, ઉસ્તાદ

શૌકત હુસૈનખાં, ઉસ્તાદ (જ. ?) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જયપુરઅત્રૌલી ઘરાનાના જાણીતા ગાયક. બોલ-બાત, બોલ-તાન અને લયકારી આ ઘરાનાની લાક્ષણિકતા ગણાય છે, જે શૌકત હુસૈનખાં(નિયાઝી)ના ગાયનમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તેઓ આ જ ઘરાનાના વિખ્યાત ગાયક ઉસ્તાદ શરાફત હુસૈનખાં સાહેબના પુત્ર છે, તેથી તેમને શાસ્ત્રીય સંગીતની ગાયકીના સંસ્કાર ગળથૂથીમાં…

વધુ વાંચો >