સંગીતકલા

ભાવસાર, ભીખુભાઈ

ભાવસાર, ભીખુભાઈ (જ. 3 મે 1929, વલસાડ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી કલાકાર. વ્યવસાયે જાણીતા વેપારી હોવા ઉપરાંત સંગીતક્ષેત્રે ગાયક તરીકે તેમણે નામના મેળવી છે. ગુજરાતી ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે 1942ના ‘હિંદ છોડો’ આંદોલન દરમિયાન અભ્યાસને તિલાંજલિ આપી અને હાર્મોનિયમવાદનથી સંગીતક્ષેત્રમાં પદાપર્ણ કર્યું. પિતા ભગવાનદાસ પોતે સારા હાર્મોનિયમવાદક હતા…

વધુ વાંચો >

ભૈરવ

ભૈરવ : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક પ્રાત:કાલનો સંધિપ્રકાશ રાગ. રાત્રિ અને દિવસની સંધિના સમયે તે ગવાય છે, અને તેથી તેને સંધિપ્રકાશ રાગ કહેવાય છે : प्रातसमय मध्यम प्रबल, रि-द कोमल रिधि जान । शिवगण पुनि रागधिपत, गुनि कर भैरव गान ।। આ રાગમાં રિષભ અને ધૈવત કોમળ તથા બાકીના…

વધુ વાંચો >

ભૈરવી

ભૈરવી : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતપદ્ધતિનો એક જાણીતો રાગ. ભૈરવી એક રાગિણી છે. પ્રાચીન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ ભૈરવ રાગની સ્ત્રી તરીકે થયેલો છે. એમ કહેવાય છે કે માતા ભૈરવી ભગવાન શંકરનું ભજન કરે છે માટે ભૈરવીના સ્વરોમાં નિતાંત પ્રેમ અને ભક્તિની અનુભૂતિ થાય છે. ભૈરવીના સ્વરો મગજને, મનને અને હૃદયને…

વધુ વાંચો >

ભોજક, દલસુખરામ વસ્તારામ

ભોજક, દલસુખરામ વસ્તારામ (જ. 1864, સોખડા, તા. વિજાપુર; અ. 1945) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કલાકાર અને સંગીતકાર. એમના બંધુ ચેલારામ પાસેથી પખવાજ, સારંગી તથા જયશંકર ‘સુંદરી’ના દાદા ત્રિભોવનદાસ પાસેથી ગાયન તેમજ સારંગી, બીન અને પખવાજ વગેરેના વાદનની તાલીમ લીધી. ધ્રુપદ ધમાર અને ખ્યાલની ઉચ્ચ કક્ષાની તાલીમ પણ મેળવી. પિતાનું અવસાન…

વધુ વાંચો >

ભોજક, રસિકલાલ ચીમનલાલ

ભોજક, રસિકલાલ ચીમનલાલ (જ. 29 ડિસેમ્બર 1926, ભાવનગર; અ. 17 સપ્ટેમ્બર 1990, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સ્વરકાર. પિતા ભાવનગર રાજ્યના રેવન્યૂ કમિશનર અને સંગીતના ભારે શોખીન હતા. ભોજક તરીકે સંગીત સંસ્કારનો જ્ઞાતિગત વારસો રસિકલાલને સાંપડ્યો હતો. રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ દરમિયાન શાળાકક્ષાએ યોજાતી સંગીતસ્પર્ધામાં તેઓ કિશોરાવસ્થાથી જ પ્રથમ સ્થાન મેળવતા…

વધુ વાંચો >

ભોસલે, આશા

ભોસલે, આશા (જ. 8 સપ્ટેમ્બર 1932, સાતારા, મહારાષ્ટ્ર) : ભારતીય ચલચિત્રોનાં પાર્શ્વગાયિકા. મોટી બહેન લતા મંગેશકર સાથે તેમણે પણ પિતા દીનાનાથ મંગેશકર પાસે સંગીતનું પ્રાથમિક પ્રશિક્ષણ લીધું. શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસે લીધું. આ સિવાય પિતા દીનાનાથ મંગેશકરનાં ગીતોની રેકર્ડ સાંભળીને પોતે જ ગાવાની તાલીમ લીધી. 1944માં…

વધુ વાંચો >

ભોળે, જ્યોત્સ્ના

ભોળે, જ્યોત્સ્ના (જ. 1913) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં આગ્રા ઘરાનાનાં જાણીતાં કલાકાર. મૂળ નામ દુર્ગા કેળેકર. તેમનો જન્મ ગોવાના એક નાના ગામમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષા મુંબઈમાં લેતાં હતાં તે દરમિયાન શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પ્રત્યે રુચિ પેદા થઈ. બાલ્યાવસ્થામાં પંડિત સુખદેવપ્રસાદ પાસેથી કથક નૃત્યની શિક્ષા લીધી…

વધુ વાંચો >

મકાર્ટની, પૉલ (સર)

મકાર્ટની, પૉલ (સર) (જ. 1942, લિવરપૂલ, નૉર્થવેસ્ટ ઇંગ્લૅન્ડ) : નામી સંગીતકાર, ગીતલેખક તથા સંગીતનિયોજક (composer). બીટલ્સ વૃંદમાં તેઓ મંદ્ર સૂરના ગિટારવાદક, ગાયક તથા ગીતકાર હતા. ‘મકાર્ટની’ (1970) નામના આલબમથી તેમણે એકલ-ગાયક (soloist) તરીકે પ્રારંભ કર્યો અને એ વૃંદના વિભાજનની જાણે આગાહી કરી. 1971માં તેમણે પોતાનાં પત્ની લિન્ડા(જ. 1942)ના સહયોગથી ‘વિંગ્ઝ’…

વધુ વાંચો >

મજુમદાર, નીનુ

મજુમદાર, નીનુ (જ. 9 નવેમ્બર 1915, વડોદરા; અ. 3 માર્ચ 2000, મુંબઈ) : ગુજરાતી સુગમ સંગીતના મોભી. નીનુ મજુમદાર સંગીતકાર હોવા ઉપરાંત બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સંગીતમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, લોક અને સુગમ સંગીત, ગરબા, નાટક વગેરે ક્ષેત્રોમાં તેમની આગવી સૂઝ હતી. બાળપણમાં ઉસ્તાદ ફૈયાઝખાં અને ઉસ્તાદ ઇમામઅલીખાન પાસે તેમણે સંગીતની…

વધુ વાંચો >

મણિરામ

મણિરામ (જ. 1910, હિસાર, હરિયાણા) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાનાના ગાયક. તેમને પરિવારમાંથી જ શાસ્ત્રીય સંગીતનો વારસો મળેલો છે. તેમના પિતા પંડિત મોતીરામ પોતે સારા ગાયક હતા અને જમ્મુ તથા કાશ્મીર રિયાસતના દરબારમાં રાજગાયક હતા. તેમના કાકા પંડિત જ્યોતિરામ પણ સારા ગાયક હતા. મણિરામે નાની ઉંમરથી પિતા પાસેથી શાસ્ત્રીય…

વધુ વાંચો >