સંગીતકલા

ભટ્ટ (પં.), ભોલાનાથ

ભટ્ટ (પં.), ભોલાનાથ (જ. 1894, દરભંગા; અ. 16 મે 1970, અલાહાબાદ) : હિંદુસ્તાની સંગીતના જાણીતા ગાયક કલાકાર. પિતાનું નામ મુનશીલાલ પોતે એક સારા ગાયક હતા. તેમના દાદા સાધો ભટ્ટ દરભંગાના મહારાજાના દરબારી ગાયક હતા. ભોલાનાથની સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસે થઈ. તેઓ 19 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારબાદ…

વધુ વાંચો >

ભટ્ટ, વિશ્વમોહન

ભટ્ટ, વિશ્વમોહન (જ. 1951, જયપુર) : વિખ્યાત ગિટારવાદક અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા સંગીતકાર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. પિતા મનમોહન અને માતા ચંદ્રકલા બંનેને શાસ્ત્રીય સંગીતમાં સક્રિય રસ હોવાથી વિશ્વમોહનને બાળપણથી જ સંગીત પ્રત્યે માતા-પિતા પાસેથી પ્રેરણા મળતી રહી. તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાને મળવા એક જર્મન…

વધુ વાંચો >

ભટ્ટ, શશિમોહન

ભટ્ટ, શશિમોહન (જ. 16 જાન્યુઆરી 1930, જયપુર; અ. 15 જુલાઈ 1997, જયપુર) : ભારતના વિખ્યાત સિતારવાદક. પિતા મનમોહન ભટ્ટ સરકારી નોકરીમાં હતા અને શોખ ખાતર જયપુરમાં શાસ્ત્રીય સંગીતના વર્ગો ચલાવતા હતા તથા માતા ચંદ્રકલા ભટ્ટ રાજસ્થાન યુનિવર્સિટીનાં સ્નાતક હોવા ઉપરાંત કંઠ્યસંગીતનાં પ્રોફેસર હતાં. શશિમોહનનું સમગ્ર શિક્ષણ જયપુરમાં થયેલું. માતાપિતા પાસેથી…

વધુ વાંચો >

ભટ્ટ, હરિભાઈ મણિશંકર

ભટ્ટ, હરિભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક, સંગીતકાર અને નાટ્યસંસ્થાના માલિક. તેમના પિતાની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની(1906–1938)માં નાટ્યકળાની જાણકારી મેળવી. 1936માં પિતાની સંસ્થામાં વ્યવસ્થાપકની જવાબદારી સંભાળી. એમના લખેલા ‘મર્દ મુસ્લિમ યાને ગરીબના પૂજારી’ નાટકમાં તેમણે 1937માં સંગીત અને દિગ્દર્શનની જવાબદારી ઉપાડી લીધી. અભિનયક્ષેત્રે 1937માં ‘દેવી દેવયાની’…

વધુ વાંચો >

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર

ભટ્ટ, હેમુભાઈ મણિશંકર : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર, સંગીતકાર, દિગ્દર્શક અને અભિનેતા. એેમના પિતાજીની શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની (1906–1938)માં અભિનય, સંગીત, દિગ્દર્શન અને નાટ્યલેખનની સર્વાંગીણ જાણકારી મેળવી. 1932માં મણિલાલ ‘પાગલ’ના ‘ઘરજમાઈ’ નાટકથી અભિનયની શરૂઆત કરી. પાલિતાણા કંપનીમાં 1934માં ‘નારીનાં વેર’, 1935માં ‘રાજરમત યાને ઈશ્વરી ન્યાય’, 1936માં ‘મર્દની મહત્તા…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ

ભટ્ટાચાર્ય, ઇન્દ્રનીલ (જ. 16 એપ્રિલ 1936) : વિખ્યાત સિતારવાદક. તેઓ ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાંના શિષ્ય અને જાણીતા ફિલ્મસંગીત-નિર્દેશક તિમિરબરનના પુત્ર છે. દસેક વર્ષની ઉંમરે તેમણે સિતારવાદનની તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતનાં બે વર્ષ પોતાના મોટા ભાઈ અમિયકાંત પાસે તાલીમ લીધા બાદ તેઓ પિતા સાથે મુંબઈ આવ્યા. ત્યારબાદ વિખ્યાત સંગીતકાર લક્ષ્મીશંકર અને રાજેન્દ્રશંકરની…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ

ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ (જ. 1877, રાનાઘાટ, જિ. નાદિયા, પશ્ચિમ બંગાળ; અ ?) : વિખ્યાત સિતારવાદક. પિતા વામાચરણ કુશળ વાદક હોવા ઉપરાંત વાદ્યનિર્માણકલાના નિષ્ણાત હતા. તેમણે મયૂરભંજ રિયાસતમાં વર્ષો સુધી સંગીતકાર તરીકે સેવાઓ આપી હતી. તેમણે તે જમાનાના વિખ્યાત વાદકો પાસેથી ગાયન અને વાદનની શિક્ષા પ્રાપ્ત કરી હતી. પુત્ર જિતેન્દ્રનાથને બાળપણથી જ…

વધુ વાંચો >

ભટ્ટાચાર્ય, જોતિન

ભટ્ટાચાર્ય, જોતિન (જ. 1 જાન્યુઆરી 1926, કાશી) : ભારતના વિખ્યાત સરોદવાદક. પિતા પંડિત દીનાનાથ મૂળ ફરીદપુર જિલ્લાના કોટાલીપાડા ગામના નિવાસી હતા; પરંતુ વીસ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિષ અને સંસ્કૃતના અધ્યયન માટે બનારસ આવીને રહ્યા, જ્યાં જોતિનનો જન્મ થયો હતો. તેમનું ઔપચારિક શિક્ષણ બનારસ ખાતે થયું હતું. સાથોસાથ સંગીતની શિક્ષા પણ…

વધુ વાંચો >

ભરત (મુનિ)

ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય

વધુ વાંચો >

ભરતાચાર્ય (ભરતમુનિ)

ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી…

વધુ વાંચો >