સંગીતકલા
પ્રસિદ્ધ, મનોહર
પ્રસિદ્ધ મનોહર (જ. અને અ. ઓગણીસમી સદી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેમના પિતા ઠાકુર દયાલ પોતે સંગીતકાર અને ખયાલ-ગાયકીના પ્રવર્તક સદારંગ-અદારંગના શિષ્ય હતા. તેમના ત્રણેય પુત્રો — મનોહર મિશ્ર, હરિપ્રસાદ મિશ્ર તથા વિશ્વેશ્વર મિશ્રે પણ શાસ્ત્રીય કંઠ્ય સંગીતના ક્ષેત્રે તેમના જમાનામાં નામના મેળવી હતી. આ ત્રણેય ભાઈઓમાં…
વધુ વાંચો >પ્રસ્તાવ
પ્રસ્તાવ : જુઓ સામગાન અને તેના પ્રકારો
વધુ વાંચો >પ્રેમ, રમેશ
પ્રેમ રમેશ (જ. 1927) : વિચિત્રવીણાના અગ્રણી વાદક તથા કિરાના ઘરાનાના ગાયક. જન્મ સીમાંત પંજાબ રાજ્યમાં એક નાના ગામમાં થયો હતો. પિતા દૌલતરામ સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનું પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ સુધી શ્રુતિરતન નામના સંગીતકાર પાસેથી મેળવ્યું હતું અને ત્યારપછી વિચિત્રવીણા-વાદન પ્રત્યે રુચિ પેદા થતાં…
વધુ વાંચો >પ્રેસલી, એલ્વિસ
પ્રેસલી, એલ્વિસ (જ. 8 જાન્યુઆરી 1935, ટુપેલો–મિસિસીપી; અ. 16 ઑગસ્ટ 1977, મેસ્કિસ-ટેનેસી) : ‘રૉક ઍન્ડ રોલ’ નામથી ઓળખાતા પાશ્ચાત્ય સંગીતનો વિશ્વવિખ્યાત ગાયક. જન્મ ધાર્મિક પણ ગરીબ કુટુંબમાં. પિતાનું નામ વર્નન અને માતાનું ગ્લેડિસ. માબાપ પુત્રની બાળપણની જરૂરિયાતો પૂરી કરવા દિવસ-રાત કાળી મજૂરી કરતાં. કુટુંબનું વાતાવરણ ધાર્મિક હોવાથી એલ્વિસ બાળપણમાં માતા-પિતા…
વધુ વાંચો >ફડકે, સુધીર
ફડકે, સુધીર (જ. 25 જુલાઈ 1919, કોલ્હાપુર) : જાણીતા મરાઠી ભાવગીતગાયક, સંગીતદિગ્દર્શક અને પાર્શ્વગાયક. પિતાનું નામ વિનાયકરાવ અને માતાનું નામ સરસ્વતી. મૂળ નામ રામ, પરંતુ 1934માં યોજાયેલ સંગીતના એક કાર્યક્રમમાં સુધીર નામથી તેમની ઓળખાણ કરાવવામાં આવી ત્યારથી તે નામ પ્રચલિત બન્યું. ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર પંડિત વામનરાવ પાધ્યે પાસેથી સંગીતની…
વધુ વાંચો >ફરામજી, ફીરોજ
ફરામજી, ફીરોજ (જ. 19 ફેબ્રુઆરી 1878, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1938, પુણે) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા નિષ્ણાત તથા સિતાર અને વાયોલિનના વાદક. તેઓ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે(1860 –1936)ના સમકાલીન હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં માતાએ ઉછેર્યા. નાનપણથી સંગીત પ્રત્યે આકર્ષણ હોવાથી સંગીતના ગાયન-વાદનના કાર્યક્રમોમાં અચૂક…
વધુ વાંચો >ફિદાહુસેનખાં
ફિદાહુસેનખાં (જ. 1883, રામપુર; અ. 1948, બદાયૂં) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. સંગીતની પ્રારંભિક તાલીમ પિતા હૈદરખાં પાસેથી અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ ઇનાયતહુસેનખાં તથા મુહમ્મદહુસેનખાં જેવા અગ્રણી સંગીતકારો પાસેથી પ્રાપ્ત કર્યું. તેમનો મૂળ અવાજ કંઠ્યસંગીત માટે અનુકૂળ ન હોવાથી શરૂઆતમાં કોઈ પણ સંગીતકાર તેમને કંઠ્યસંગીત શીખવવા રાજી ન…
વધુ વાંચો >ફૈય્યાજખાં
ફૈય્યાજખાં (જ. 1886, સિકંદરા; અ. 5 નવેમ્બર 1950, વડોદરા) : આગ્રા ઘરાનાના મશહૂર અને અગ્રણી રચનાકાર. પિતાનું નામ સફદરહુસેન. તેમના જન્મ પહેલાં જ પિતાનું મૃત્યુ થવાથી ફૈય્યાજખાંનું પાલનપોષણ તેમના નાના ગુલામ અબ્બાસે કર્યું હતું. નાનાજીએ જ તેમને સંગીતશિક્ષણ આપ્યું. નાનપણથી જ ફૈય્યાજખાં પાસે ઘણી બંદિશોનો સંગ્રહ થયો હતો. કિશોરાવસ્થાથી જ…
વધુ વાંચો >બક્ષી, ગજેન્દ્ર
બક્ષી, ગજેન્દ્ર (જ. 4 ફેબ્રુઆરી 1946) : શાસ્ત્રીય સંગીતના ગુજરાતના જાણીતા ગાયક. પિતા ભૂપતરાય ઉચ્ચ કક્ષાના ગાયક, તબલાવાદક તથા ચિત્રકામના શોખીન હતા. કલારસિક તથા સંગીતમય કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. છ વર્ષની વયથી ગ્રામોફોન રેકર્ડ સાંભળીને ગજેન્દ્રભાઈને જાગેલો શાસ્ત્રીય ગાયનનો શોખ દસ વર્ષે તબલાવાદન તથા ગાયનના અભ્યાસ સાથે પોષાવા…
વધુ વાંચો >બખલે, ભાસ્કર બુવા
બખલે, ભાસ્કર બુવા (જ. 17 ઑક્ટોબર 1869, કઠોર, જિ. વડોદરા; અ. 8 એપ્રિલ 1922, પુણે) : ઉત્તર હિંદુસ્તાની સંગીતની એક આગવી શૈલીના ગાયક. નાનપણમાં સંસ્કૃત શીખવાના ઇરાદાથી તેઓ વડોદરા ગયા અને ત્યાંની રાજારામ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ પણ થયા. પરંતુ સંગીત પ્રત્યે અધિક રુચિ હોવાથી તેઓ કીર્તનકાર વિષ્ણુ બુવા પિંગળે…
વધુ વાંચો >