શિવપ્રસાદ રાજગોર

ભુજ

ભુજ : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનું વડું વહીવટી મથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 23° 15´ ઉ. અ. અને 69° 48´ પૂ. રે. આઝાદી પૂર્વેના કચ્છના દેશી રજવાડાનું રાજધાનીનું મથક. તે ભુજિયા પર્વતની તળેટીમાં વસેલું છે. નગરરક્ષક ગણાતા ભુજિયા નાગ(ભુજંગ)ના અહીં આવેલા સ્થાનક પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું મનાય…

વધુ વાંચો >

ભુજિયો

ભુજિયો : કચ્છના જિલ્લા મથક ભુજથી થોડાક અંતરે ડુંગર ઉપર આવેલો કિલ્લો. ડુંગરના મથાળાનો ભાગ ખૂબ મજબૂત નીચી દીવાલથી ઘેરાયેલો છે. તેમાં દાખલ થવા માટે એક જ પ્રવેશદ્વાર છે. કિલ્લાનો અંદરનો ભાગ ઊંચો-નીચો છે. કિલ્લામાં કેટલાંક મકાનો પણ આવેલાં છે. અંદરના ચોકમાં એક ખૂણામાં ચોકી કરવા માટેનો ટાવર છે. વાસ્તવમાં…

વધુ વાંચો >

મચ્છુ (નદી)

મચ્છુ (નદી) : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં વહેતી મુખ્ય નદી. તે રાજકોટ જિલ્લાના આણંદપુર પાસેની ટેકરીમાંથી નીકળી, જિલ્લાના ઉત્તર તરફના પટ્ટામાં આવેલી ટેકરીઓમાં થઈને વાંકાનેર, મોરબી અને માળિયા (મિયાણા) શહેર પાસેથી વહીને કચ્છના અખાતને મળે છે. તેની લંબાઈ 112.65 કિમી. છે. આ નદીનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ ખડકાળ છે. અહીં તેના…

વધુ વાંચો >

મહી (નદી)

મહી (નદી) : ગુજરાત રાજ્યમાં આવેલી એક મહત્વની નદી. ગુજરાતમાં તે લંબાઈની ર્દષ્ટિએ નર્મદા અને તાપી પછીના ત્રીજા ક્રમે આવે છે. તેનું મૂળ મધ્યપ્રદેશમાં આવેલું છે. સમુદ્રસપાટીથી આશરે 564 મીટર ઊંચાઈ ધરાવતા માળવાના ઉચ્ચપ્રદેશીય વિસ્તારના વિંધ્યાચળના પશ્ચિમ છેડે આવેલાં અમઝેરા શહેર અને ભોયાવર ગામ વચ્ચેનું મેહાડ સરોવર મહીનું ઉદગમસ્થાન છે.…

વધુ વાંચો >

મહુવા

મહુવા : ભાવનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 00´ ઉ. અ. અને 71° 45´ પૂ. રે. ની આજુબાજુનો આશરે 1,221 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં મહુવા શહેર ઉપરાંત 130 જેટલાં ગામ આવેલાં છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 2,39,645…

વધુ વાંચો >

મહેતા, મનુભાઈ નંદશંકર (સર)

મહેતા, મનુભાઈ નંદશંકર (સર) (જ. 22 જુલાઈ 1868, સૂરત; અ. 1946, મુંબઈ) : વડોદરા અને બીકાનેર રાજ્યના મુખ્ય દીવાન, વિચક્ષણ અને વિદ્વાન રાજપુરુષ. વડનગરા નાગર બ્રાહ્મણ. પિતા ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથાના લેખક રાવબહાદુર નંદશંકર તુળજાશંકર મહેતા. તેઓ પ્રામાણિકતા અને ન્યાયપ્રિયતા માટે જાણીતા તથા વિદ્યાવ્યાસંગી અને સંસ્કારી હતા. પ્રાથમિક શિક્ષણ લુણાવાડામાં.…

વધુ વાંચો >

મહેતા, વિનાયક નંદશંકર

મહેતા, વિનાયક નંદશંકર (જ. 3 જૂન 1883, સૂરત; અ. 27 જાન્યુઆરી 1940, પ્રયાગ) : ગુજરાતી નાટ્યકાર – લેખક. વતન માંડવી (કચ્છ). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા અને સૂરતમાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને જીવશાસ્ત્રના વિષય સાથે પ્રથમ વર્ગમાં બી.એ.(1902)ની પરીક્ષા પાસ કરી. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં તે…

વધુ વાંચો >

મહેતા, શારદાબહેન

મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા. શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો…

વધુ વાંચો >

મહેમદાવાદ

મહેમદાવાદ : ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 22° 44´થી 22° 57´ ઉ. અ. અને 72° 35´થી 73° 00´ વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અમદાવાદ જિલ્લાની સીમા; ઈશાનમાં ખેડા જિલ્લાનો કપડવંજ તાલુકો; પૂર્વ, અગ્નિ અને દક્ષિણે નડિયાદ તાલુકો;…

વધુ વાંચો >

માણસા

માણસા : ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 20´ ઉ.અ. અને 72° 40´ પૂ. રે. તે તાલુકામથક વિજાપુરથી નૈર્ઋત્યમાં 22 કિમી.ને અંતરે આવેલું છે. માણસા દરિયાથી દૂર, કર્કવૃત્તની નજીક આવેલું હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. ઉનાળામાં મે માસમાં તેનું મહત્તમ અને લઘુતમ સરેરાશ…

વધુ વાંચો >