શિવપ્રસાદ રાજગોર

કતાર

કતાર (Qatar) : એશિયા ખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે 25o 00′ ઉ. અ. અને 51o 10′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 11,586 ચોકિમી. અને સમુદ્રકિનારો 563 કિમી. છે. તે અરબ દ્વીપકલ્પને પૂર્વ છેડે તેમજ ઈરાની અખાતના મુખભાગ પર આવેલો છે. તેની ઉત્તરે અને પૂર્વે ઈરાની અખાત,…

વધુ વાંચો >

કતારગામ

કતારગામ : ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 21o 10′ ઉ. અ. અને 72o પૂ. રે. ઉપર સુરતથી 3.2 કિમી.ના અંતરે આવેલું ગામ. અગાઉ અહીં મોટું વન હતું તે કારણે તેનું કાંતારગ્રામ નામ પડ્યું હતું. તે તાપીને કાંઠે છે અને તેના ભાઠાની જમીન ફળદ્રૂપ છે; તેથી શાકભાજીનું વાવેતર વિશેષ છે. કતારગામની…

વધુ વાંચો >

કદંબ વંશ

કદંબ વંશ : માનવ્ય ગોત્રના અહિચ્છત્રના બ્રાહ્મણ મયૂર શર્માએ સ્થાપેલો વંશ. વેદના વિશેષ અધ્યયન માટે મયૂર શર્મા કાંચીપુરમ્ ગયા હતા. ત્યાં પલ્લવરાજના અધિકારીએ તેમનું અપમાન કરતાં તેમણે શાસ્ત્રો છોડીને શસ્ત્રો ધારણ કર્યાં અને શ્રીપર્વત (શ્રીશૈલ) આસપાસનો જંગલવાળો પ્રદેશ કબજે કરી કદંબ વંશની સ્થાપના કરી. સામનીતિ અપનાવી તથા આક્રમણ કરી તેમણે…

વધુ વાંચો >

કદવારનું શિલ્પસ્થાપત્ય

કદવારનું શિલ્પસ્થાપત્ય : ગુજરાતમાં ગુપ્તકાલીન સ્થાપત્યની પરંપરાનાં અવશેષરૂપ શિલ્પો. જૂનાગઢ જિલ્લામાં આવેલું કદવાર, સૂત્રાપાડાથી 3 કિમી. પશ્ચિમે અને સોમનાથથી 13 કિમી. દૂર આવેલું છે. અહીં નૃવરાહનું વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. વરાહની મૂર્તિ ઉપરાંત વામન અને નરસિંહ અવતારની મૂર્તિઓ છે. તે સૂચવે છે કે દશાવતારની બધી મૂર્તિઓ હશે. લંબચોરસ ગર્ભગૃહ અને…

વધુ વાંચો >

કનિષ્ક

કનિષ્ક (ઈ. સ. 78ની આસપાસ) : ઉત્તર ભારત અને મધ્ય એશિયામાં આણ પ્રવર્તાવનાર, બૌદ્ધ ધર્મનો આશ્રયદાતા, શક સંવતની સ્થાપના કરનાર કુશાણ વંશનો મહાન સમ્રાટ. તેના શાસનકાળનો સમય નિશ્ચિત નથી. કેટલાકના મતે તે ઈ. સ. 78માં ગાદીએ બેઠો અને 23 કે 24 વર્ષ રાજ્ય કર્યું અને શક સંવત તેણે પ્રવર્તાવ્યો. ફ્લીટ…

વધુ વાંચો >

કનિંગહૅમ ઍલેક્ઝાંડર (સર)

કનિંગહૅમ, ઍલેક્ઝાંડર (સર) (જ. 23 જાન્યુઆરી 1814, લંડન; અ. 28 નવેમ્બર 1893, લંડન) : ભારતીય પુરાતત્ત્વ ખાતાના પ્રથમ વડા તથા પ્રાચ્યવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર અને પુરાવસ્તુવિદ્યાના જાણીતા વિદ્વાન. 1833માં ભારતના ભૂમિસૈન્યમાં ઇજનેર તરીકે જોડાયા તથા 1861માં મેજર જનરલના ઉચ્ચ હોદ્દા સાથે લશ્કરની સેવામાંથી નિવૃત્ત થયા. ભારત સરકાર હેઠળની તેમની સેવાના કાર્યકાળ…

વધુ વાંચો >

કનોજ

કનોજ : ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાનું પ્રાચીન શહેર અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગંગાની ડાબી બાજુએ, ગ્રાંડ ટ્રન્ક માર્ગથી ત્રણ કિમી. અને કાનપુરથી 81 કિમી. દૂર 28o-1´ ઉ. અ. અને 77o-56´ પૂ. રે. ઉપર આવેલું છે. કુશસ્થળ, ગાધિપુર, કુશિક, કુસુમપુર જેવાં તેનાં બીજાં નામો છે. રામાયણની આખ્યાયિકા પ્રમાણે કુશે કનોજની સ્થાપના કરી હતી.…

વધુ વાંચો >

કન્યાકુમારી

કન્યાકુમારી : તમિલનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 8o 03’થી 8o 35′ ઉ. અ. અને 77o 05’થી 77o 36′ પૂ. રે. વચ્ચેનો 1,685 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભારતીય દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા પરનો આ જિલ્લો હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળાના ઉપસાગરના સંગમસ્થળે આવેલો છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

કપડવણજ

કપડવણજ : ખેડા જિલ્લાનો એક તાલુકો તથા નગર. કપડવણજ તાલુકાનું ક્ષેત્રફળ 985.7 ચો.કિમી. અને તેની વસ્તી આશરે 3,00,000 (2011).  જ્યારે કપડવણજની વસ્તી 49,308 (2011). શહેર 23o 01′ ઉ. અ. અને 73o 04′ પૂ. રે. ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 19.22 ચોકિમી. છે. કપડવણજ તાલુકાની વાત્રક, મહોર અને વરાંસી નદીઓનાં કોતરોને…

વધુ વાંચો >

કરાચી

કરાચી : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ સૌથી મોટું શહેર, બંદર ને તેની પૂર્વ રાજધાની. તે સિંધુના ત્રિકોણાકાર પ્રદેશથી વાયવ્યે અરબી સમુદ્રને કિનારે 24o 5′ ઉ. અ. અને 67o પૂ. રે. ઉપર આવેલું છે. તે કિયામારી અને મનોરા ટાપુઓ અને ઑઇસ્ટર બાધક ખડકો(reef)ને કારણે વાવાઝોડાં તથા સમુદ્રી તોફાનોથી રક્ષાયેલું કુદરતી બંદર…

વધુ વાંચો >