શિવપ્રસાદ રાજગોર
નાગભટ 1લો (આઠમી સદી)
નાગભટ 1લો (આઠમી સદી) : આઠમી સદીમાં સિંધમાં આરબોનું આક્રમણ ખાળી તેમને હરાવનાર પ્રતિહારવંશી પ્રથમ રાજવી. નાગભટ પહેલાના પૂર્વજો પૂર્વ રાજસ્થાન અને માળવાના શાસકો હતા અને જોધપુરના પ્રતિહારોનું તેમણે સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. નાગભટ્ટ 730 આસપાસ ગાદીએ બેઠો હતો. તેણે જુનૈદ કે તેના અનુગામી તમીનના આક્રમણને ખાળીને પશ્ચિમ ભારતને આરબોના ત્રાસથી…
વધુ વાંચો >નાગભટ 2જો (નવમી સદી)
નાગભટ 2જો (નવમી સદી) : નાગભટ બીજો નાગભટ પહેલાના પૌત્ર વત્સરાજનો પુત્ર હતો. નાગભટ બીજાએ પાલવંશના ધર્મપાલના આશ્રિત ચક્રાયુધને હરાવ્યો હતો અને તેણે તેની રાજધાની ઉજ્જયિનીથી કનોજ ખસેડી હતી. આથી પાલ રાજા ધર્મપાલ અને નાગભટ બીજા વચ્ચે સર્વોપરીતા માટે મોંઘીર (બિહાર) નજીક યુદ્ધ થયું હતું અને તેમાં વંગ કે બંગાળના…
વધુ વાંચો >નાગર, ઈશ્વરદાસ
નાગર, ઈશ્વરદાસ (સત્તરમી સદી) : ઔરંગઝેબના જોધપુર પરગણાના મુલકી અધિકારી અને સમકાલીન ઇતિહાસકાર. તે વડનગરા નાગર જ્ઞાતિના પાટણના વતની હતા. મારવાડના તારણહાર દુર્ગાદાસના તેઓ મિત્ર હતા. ગુજરાતના સૂબા શુજાઅતખાનની સૂચનાથી ઈશ્વરદાસે દુર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન કરાવવા વિષ્ટિકાર તરીકે કામ કર્યું હતું. ઈશ્વરદાસે ‘ફુતૂહાત-ઇ-આલમગીરી’ નામનો ઈ. સ. 1657થી 1698ના ગાળાને…
વધુ વાંચો >નાલંદા
નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…
વધુ વાંચો >નાવભંજન (ship breaking)
નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ…
વધુ વાંચો >નિકોસિયા
નિકોસિયા : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં મધ્યમાં આવેલા સાયપ્રસ ટાપુના પ્રજાસત્તાક રાજ્યની રાજધાની અને સાયપ્રસનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10’ ઉ. અ. અને 33° 22’ પૂ. રે.. તે પેડીકોસ નદી પર સમુદ્રની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા મેસાઓરિયાના વૃક્ષહીન સપાટ મેદાનમાં આવેલું છે. તેનું પ્રાચીન નામ…
વધુ વાંચો >નિનવેહ (Nineveh)
નિનવેહ (Nineveh) : હાલના ઇરાકમાં આવેલું એસિરિયા(એસિરિયન સામ્રાજ્ય)નું પ્રાચીન પાટનગર. બાઇબલના જૂના કરારમાં આ નગરનો ઉલ્લેખ છે. ઇરાકમાં આવેલા બગદાદની ઉત્તરે આશરે 370 કિમી. અંતરે ટાઇગ્રિસ નદીને પૂર્વ કાંઠે આજના મોસુલ શહેરની સામે તે વસેલું હતું. ભૌગોલિક સ્થાન : આશરે 36° 15´ ઉ. અ. અને 43° 0´ પૂ. રે.. આ…
વધુ વાંચો >નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક)
નીલકંઠ મહાદેવ મંદિર (સૂણક) : ઉત્તર ગુજરાતમાં ઊંઝાથી 10 કિમી. દૂર આવેલ સૂણક ગામમાં આવેલું અગિયારમી સદીનું સોલંકીકાલીન શિવમંદિર. આ મંદિર પૂર્વાભિમુખ છે. આ મંદિરના ગર્ભગૃહ, મંડપ અને તેની આગળના ભાગમાં આવેલી શૃંગારચોકી એમ ત્રણ ભાગો છે. આખું મંદિર લંબચોરસ આકારનું છે. તેની પીઠના કુંભા પર દેવ-દેવીઓનાં શિલ્પોથી મંડિત ગવાક્ષોની…
વધુ વાંચો >નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો)
નેલ્લોર (શ્રીપોટ્ટી સિરારમુલુ) (જિલ્લો) : આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલો જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 35´થી 16° 0´ ઉ. અ. અને 79° 12´થી 80° 15´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. તેની પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમે કડપ્પા અને અન્નામાયા(Annamayya) જિલ્લા, ઉત્તરે…
વધુ વાંચો >નેલ્લોર (શહેર)
નેલ્લોર (શહેર) : પેન્નાર નદીના કાંઠા પર આવેલું આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનું શહેર અને જિલ્લા વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 14° 26´ ઉ. અ. અને 79° 58´ પૂ. રે. પર તે ચેન્નાઈથી લગભગ 173 કિમી. દૂર ઉત્તર તરફ આવેલું છે. શહેરનું ક્ષેત્રફળ 48.39 ચોકિમી. બૃહદ શહેર ક્ષેત્રફળ : 100.33 ચોકિમી. છે.…
વધુ વાંચો >