શિવપ્રસાદ રાજગોર
ટ્રૉય
ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…
વધુ વાંચો >ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ
ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ (ઠક્કરબાપા) (જ. 29 નવેમ્બર 1869, ભાવનગર; અ. 19 જાન્યુઆરી 1951, ગોધરા) : ‘ઠક્કરબાપા’નું વહાલસોયું બિરુદ ધરાવનાર તથા દલિતો અને સમાજથી તિરસ્કૃત લોકોની મૂકસેવા કરનાર લોકસેવક. જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં. માતા મૂળીબાઈ સેવાપરાયણ હતાં. વિઠ્ઠલદાસનાં છ પુત્રો અને એક પુત્રી પૈકી અમૃતલાલ બીજું સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ ભાવનગર…
વધુ વાંચો >ઠાસરા
ઠાસરા : ખેડા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ઠાવરા રબારીએ આ ગામ વસાવ્યું હોવાથી તેનું નામ ‘ઠાસરા’ પડ્યું એમ કહેવાય છે. આ તાલુકો 22°–33´ થી 22°–53´ ઉ. અ. અને 72°–46´થી 73°–10´ પૂ. રે. વચ્ચે ઉષ્ણકટિબંધમાં આવ્યો છે. તેની પૂર્વ દિશાએ પંચમહાલ જિલ્લો, પશ્ચિમે નડિયાદ અને કપડવંજ તાલુકાઓ, ઉત્તર દિશાએ વાડાસિનોર…
વધુ વાંચો >ડબલિન
ડબલિન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકનું પાટનગર, સૌથી મોટું શહેર અને આ જ નામ ધરાવતું પરગણું. ભૌગોલિક સ્થાન : 53o 20´ ઉ. અ. અને 6o 15´ પ.રે.. દેશના દક્ષિણ કાંઠા પર લેનસ્ટર પ્રાંતમાં આવેલું આ નગર લિફી નદીના બંને કાંઠે વસેલું છે અને ડબલિનના ઉપસાગરથી ત્રણ કિમી. દૂર છે. પ્રાચીન આયરિશ ભાષા…
વધુ વાંચો >ડભોઈ
ડભોઈ : વડોદરા જિલ્લામાં આવેલ તાલુકો અને તાલુકા મથક. ભૌગોલિક સ્થાન : 22o 11´ ઉ. અ. અને 73o 26´ પૂ. રે.. તાલુકાનું ક્ષેત્રફળ 6,32.6 ચોકિમી. છે. 2011માં તાલુકાની વસ્તી 1,80,518 હતી. આ તાલુકામાં એક શહેર ડભોઈ તથા 118 ગામો આવેલાં છે. ડભોઈ શહેરની વસ્તી આશરે 51,240 (2011) હતી. ડભોઈના ‘દર્ભાવતી’…
વધુ વાંચો >ડંડાસ, સર હેન્રી
ડંડાસ, સર હેન્રી (જ. 28 એપ્રિલ 1742, આર્મસ્ટોન, સ્કૉટલૅન્ડ; અ. 28 મે 1811) : અગ્રગણ્ય સ્કૉટિશ રાજપુરુષ અને ઇંગ્લૅન્ડના પ્રધાનમંડળના સભ્ય. તેઓ એડિનબરો યુનિવર્સિટીમાંથી શિક્ષણ લઈ કાયદાની વિદ્યાશાખામાં જોડાઈને 1763માં ઍડ્વોકેટ બન્યા. 1794માં મિડલોધિયન વિસ્તારમાંથી પ્રથમ વાર ચૂંટાઈને પાર્લમેન્ટમાં લૉર્ડ નૉર્થના પક્ષમાં જોડાયા. 1802માં ઉમરાવપદ મળ્યું ત્યાં સુધીમાં પાર્લમેન્ટની આમસભામાં…
વધુ વાંચો >ડાકર
ડાકર : પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું સેનેગલનું પાટનગર અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 15° ઉ. અ., 17°–30´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું…
વધુ વાંચો >ડાકોર
ડાકોર : ગુજરાતનું અગ્રગણ્ય વૈષ્ણવ તીર્થધામ. તે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં 22°–45´ ઉ. અ. અને 73° –06´ પૂ. રે. ઉપર શેઢી નદીના કિનારે આવેલું છે. નડિયાદથી તે 38 કિમી., આણંદથી 30 કિમી. અને તાલુકામથક ઠાસરાથી 8 કિમી. દૂર છે. અહીં ડંક ઋષિનો આશ્રમ હતો, જેના નામ ઉપરથી આ નગર પ્રાચીન…
વધુ વાંચો >ડાંગ
ડાંગ : ગુજરાતના 33 જિલ્લાઓ પૈકી સૌથી નાનો અને આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો. આ જિલ્લો 20°-33´ થી 21°-5´ ઉ. અ. અને 73°-28´ થી 73°-56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 59 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 50 કિમી. છે. જિલ્લાનું ક્ષેત્રફળ 1764 ચો.કિમી. છે. જિલ્લામાં જિલ્લામથક…
વધુ વાંચો >ડીસા
ડીસા : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 24 15´ ઉ. અ. અને 72 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે…
વધુ વાંચો >