શિવપ્રસાદ રાજગોર
ચિલ્ટર્ન ટેકરીઓ
ચિલ્ટર્ન ટેકરીઓ : ઇંગ્લૅન્ડના દરિયાકિનારે ચૉકના ખડકો ધરાવતી ટેકરીઓ. ભૌગોલિક સ્થાન : 51° 42´ ઉ. અ. અને 0° 48´ પ. રે.. આ ટેકરીઓ ઑક્સફર્ડશાયર, બકિંગહામશાયર, બેડફર્ડશાયર અને હર્ટફર્ડશાયર પરગણાંઓના દરિયાકિનારે આવેલી છે. આ ટેકરીઓ ઉપર બીચનાં વૃક્ષોનું જંગલ છે. સૌથી ઊંચી ટેકરી બકિંગહામશાયરના વેન્ડોવર નજીક છે અને તેની ઊંચાઈ 260…
વધુ વાંચો >ચીપકો આંદોલન
ચીપકો આંદોલન : હિમાચલપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષોને કપાતાં અટકાવવા તેમની આસપાસ વીંટળાઈ કે ચીપકી જવાનું લોકઆંદોલન તથા સત્યાગ્રહ. આ આંદોલન સુંદરલાલ બહુગુણાએ 1973ના માર્ચમાં શરૂ કર્યું હતું. તેમના નેતૃત્વ નીચે માંડલ અને ચમાલી ગામની સ્ત્રીઓએ વૃક્ષોના રક્ષણ માટે ઝાડોને ચીપકી જઈને સશસ્ત્ર કૉન્ટ્રેક્ટરોનો સામનો કર્યો હતો. હિમાચલપ્રદેશમાં ટેહરી…
વધુ વાંચો >ચુરુ
ચુરુ : રાજસ્થાનનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 45’ ઉ. અ. અને 74° 50’ પૂ. રે.. જિલ્લાનું ક્ષેત્રફળ 16,830 કિમી. છે. રાજસ્થાનના કુલ ક્ષેત્રફળનો તે 4.91% જેટલો ભાગ છે. ચુરુની પૂર્વ દિશાએ ઝુનઝુન અને સિકર જિલ્લા, પશ્ચિમ દિશાએ બિકાનેર, ઉત્તર દિશાએ હનુમાનગઢ, અગ્નિ દિશામાં સિકર અને દક્ષિણે…
વધુ વાંચો >ચેદિ (દેશ)
ચેદિ (દેશ) : મધ્યપ્રદેશના બુંદેલખંડના પૂર્વ ભાગ અને તેની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋગ્વેદ, મહાભારત, બૌદ્ધ સાહિત્ય વગેરેમાં તેનો ઉલ્લેખ છે. ચેદિ રાજાએ યમુનાના દક્ષિણ કિનારે રાજ્ય સ્થાપ્યું હતું. 16 મહાજનપદોનો બૌદ્ધસાહિત્યમાં ઉલ્લેખ છે. તે પૈકી ચેદિ એક જનપદ હતું. બૌદ્ધસાહિત્ય પ્રમાણે કાશી અને ચેદિ એકમેકનાં પડોશી રાજ્યો હતાં અને…
વધુ વાંચો >ચેમ્સફર્ડ, ફેડરિક જ્હૉન નેપિયર
ચેમ્સફર્ડ, ફેડરિક જ્હૉન નેપિયર (જ. 12 ઑગસ્ટ 1868, લંડન; અ. 1 ઍપ્રિલ 1933, લંડન) : ભારતના મૉન્ટફર્ડ સુધારાના સહપ્રણેતા વાઇસરૉય. બીજા બેરન (ઉમરાવ) ચેમ્સફર્ડના જ્યેષ્ઠ પુત્ર અને મેજર જનરલ હીથના પૌત્ર. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલી મૉર્ડલિન કૉલેજમાં અભ્યાસ. 1890માં તે ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમના કૅપ્ટન બન્યા હતા. પ્રારંભમાં તેમણે લંડન સ્કૂલ…
વધુ વાંચો >ચેરાપુંજી
ચેરાપુંજી : ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પૂર્વ ખાસી ટેકરીઓ નામના જિલ્લામાં આવેલું ભારે વરસાદ માટે પંકાયેલું નગર. તે મેઘાલયના પાટનગર શિલોંગથી 55 કિમી. વાયવ્યે આવેલું છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ મેળવતાં સ્થળો પૈકી તેનું બીજું સ્થાન છે. અહીં સરાસરી વાર્ષિક 11,430 મિમી. વરસાદ પડે છે. બંગાળના ઉપસાગર ઉપરથી વાતા નૈર્ઋત્યના…
વધુ વાંચો >ચેંગચુન
ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા…
વધુ વાંચો >ચોવીસ પરગણાં
ચોવીસ પરગણાં : પશ્ચિમ બંગાળના ઓગણીસ જિલ્લાઓ છે તે પૈકી ઉત્તર અને દક્ષિણ ચોવીસ પરગણાં એમ બે જિલ્લાઓ છે. મુઘલકાળ દરમિયાન 24 પરગણાંનો એક જ વિભાગ હતો. ભૌગોલિક સ્થાન : તે 22° 15’ ઉ. અ. અને 88° 30’ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ દિશાએ હાવરા…
વધુ વાંચો >જત
જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…
વધુ વાંચો >જનતા કૉલેજ
જનતા કૉલેજ : ઉચ્ચ શિક્ષણની સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકનાર વ્યક્તિઓ અને સમાજસેવકોને ગ્રામવિસ્તાર માટે ઉપયોગી નીવડતી શિક્ષણ આપતી સંસ્થા. આ સંસ્થાનો પ્રારંભ 1949માં મૈસૂર ખાતે અગ્નિ એશિયાના દેશોના ગ્રામવિસ્તારમાં પ્રૌઢશિક્ષણ(સમાજ-શિક્ષણ)નું કામ કરતા કાર્યકરો માટે યોજાયેલ પરિસંવાદની ભલામણને આધારે થયો હતો. જનતા કૉલેજ લખવા-વાંચવાના વિષયો અને હસ્તઉદ્યોગો…
વધુ વાંચો >