શિવપ્રસાદ રાજગોર

ગામા, વાસ્કો દ

ગામા, વાસ્કો દ (જ. 146૦, સીનીશ, પોર્ટુગલ; અ. 2૦ સપ્ટેમ્બર 1524, કોચીન, ભારત) : યુરોપ અને ભારત વચ્ચેના સમુદ્રમાર્ગનો શોધક અને વિખ્યાત વહાણવટી. પિતૃપક્ષે પૂર્વજો પોર્ટુગીઝ લશ્કરના ઉચ્ચ અધિકારી હતા; માતૃપક્ષ આંગ્લ હતો. પિતા કિલ્લાના રક્ષક અધિકારી હતા. તેણે શિક્ષણ ઇવોરા ગામમાં લીધું હતું. તે સમુદ્રવિજ્ઞાનનો સારો જ્ઞાતા હતો. બાર્થોલૉમ્યુ…

વધુ વાંચો >

ગામ્બિયા

ગામ્બિયા : ગામ્બિયા નદીના બંને કાંઠે સપાટ સાંકડી પટ્ટીરૂપે આવેલો સૌથી નાનો પશ્ચિમ આફ્રિકી દેશ. ભૌગોલિક સ્થાન : 13° 30´ ઉ. અ. અને 15° 30´ પૂ. રે.. તેની ત્રણ બાજુએ સેનેગલનો પ્રદેશ અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર છે. મહાસાગરથી અંદરના ભાગ સુધી વિસ્તરેલી પટ્ટી 320 કિમી. લાંબી છે. કિનારા નજીક વધુમાં…

વધુ વાંચો >

ગારિયાધાર

ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2022ની વસ્તીગણતરી પ્રમાણે 40,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક…

વધુ વાંચો >

ગાંધીધામ

ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે..  તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ…

વધુ વાંચો >

ગાંધીનગર (શહેર)

ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના…

વધુ વાંચો >

ગિરિદિહ

ગિરિદિહ : ઝારખંડ રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 11´ ઉ. અ. અને 86° 18´ પૂ. રે.ની આજુબાજુનો 4,887 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નવાડા અને જામુઈ, પૂર્વ તરફ જામુઈ અને દેવઘર, અગ્નિ તરફ ડુમકા, દક્ષિણ તરફ…

વધુ વાંચો >

ગિરિવ્રજ

ગિરિવ્રજ : પટણાથી 97 કિમી. દૂર મગધની પ્રાચીન રાજધાની. ઉપરિચરવસુએ આ નગરની સ્થાપના કરી હોવાથી તેને વસુમતી નામ મળ્યું હતું. બૃહદ્રથ કુળના રાજાઓની તે રાજધાની હતી એવો મહાભારતનો બાર્હદ્પુર તરીકે આ સ્થાનનો ઉલ્લેખ મળે છે. બુદ્ધના સમયથી તેનું રાજગૃહ નામ મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં કુશાગ્રપુરી એવું નામ પણ મળે છે.…

વધુ વાંચો >

ગિલગિટ

ગિલગિટ : કાશ્મીર રાજ્યનો પણ હાલ પાકિસ્તાન હસ્તકનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 35° 55´ અને 74° 18´ પૂ. રે.. તે કહેવાતા આઝાદ કાશ્મીરનો ભાગ છે. તેના ગિલગિટ એજન્સી અને ગિલગિટનું દેશી રાજ્ય (વજીરાત) એવા બે ભાગ છે. એજન્સીનો વિસ્તાર 39,326  ચોકિમી. છે. વસ્તી આશરે 2.1 મિલિયન (2023). ગિલગિટની દક્ષિણે સિંધુ…

વધુ વાંચો >

ગીર

ગીર : મિશ્ર પર્ણપાતી વૃક્ષો અને સિંહની વસ્તી ધરાવતું, 20° 40´થી 21° 50´ ઉ. અ. અને 70° 50´થી 70° 15´ પૂ. રે. વચ્ચે આવેલું જંગલ. આ જંગલ જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં વહેંચાયેલું છે. ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તે વાલાકગીર તરીકે ઓળખાય છે. અમરેલી જિલ્લામાં ધારી અને ખાંભા તાલુકાઓમાં તેનો…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >