શિવપ્રસાદ રાજગોર

ક્વિબેક (Quebec)

ક્વિબેક (Quebec) : પૂર્વ કૅનેડાના છઠ્ઠા ભાગના વિસ્તારને આવરી લેતો 45°-62° ઉ. અ. અને 57°-79° પ. રે. વચ્ચે આવેલો તેનો સૌથી મોટો પ્રાંત. વિસ્તાર : 15,42,056 ચોકિમી. જેમાં ભૂમિવિસ્તાર 13,65,128 ચોકિમી. છે. તેની ઉત્તરે હડસન ભૂશિર અને ઉનગાવા ઉપસાગર, પૂર્વે લાબ્રાડોર (ન્યૂફાઉન્ડલૅન્ડ) અને સેંટ લૉરેન્સનો અખાત, દક્ષિણે ન્યૂ બ્રૂન્સવિક અને…

વધુ વાંચો >

ક્વિલોન

ક્વિલોન : કેરળ રાજ્યમાં અરબી સમુદ્રને કિનારે 8°-53° ઉત્તર અક્ષાંશ અને 76°-35° પૂર્વ રેખાંશ ઉપર આવેલું નાનું બંદર. આ શહેર તિરુવનન્તપુરમ્થી 64 કિમી. અને એલેપ્પીથી 90 કિમી. ઉત્તરે દરિયાકાંઠા અને અષ્ટમુડી બૅકવૉટરના દક્ષિણ છેડા વચ્ચે આવેલું છે. ક્વિલોન 1904માં રેલવે-સ્ટેશન બન્યું. તેને રેલવે દ્વારા તિરુવનન્તપુરમ્ સાથે 1918માં અને એર્નાકુલમ્ સાથે…

વધુ વાંચો >

ખજૂરાહો

ખજૂરાહો : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલ ઈ. સ. 950થી 1050 દરમિયાન બંધાયેલાં જગપ્રસિદ્ધ મંદિરોનો સમૂહ. આ નગર છત્તરપુરથી અગ્નિખૂણે 29 કિમી., મહોબાની દક્ષિણે 55 કિમી. અને પન્નાની ઉત્તરે 40 કિમી. દૂર કેન નદીના કિનારે ખજૂરાહો સાગર નામના સરોવર ઉપર આવેલું છે. આ નગર જેજાકભુક્તિ વંશીય ચંદ્રવંશના રાજપૂત રાજાઓનું પાટનગર હતું.…

વધુ વાંચો >

ખડગપુર

ખડગપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના મિદનાપોર જિલ્લામાં આવેલું મહત્વનું ઔદ્યોગિક શહેર અને શૈક્ષણિક કેન્દ્ર. ખડગપુર 22o-20´ ઉ.અ અને 87o-21´ પૂ. રે. ઉપર કૉલકાતા-નાગપુર રેલવેલાઇન ઉપર આવેલું છે. તે કૉલકાતાથી 115 કિમી. પશ્ચિમે છે. તે દક્ષિણ-પૂર્વ રેલવેનું પ્રમુખ કેન્દ્ર છે અને રેલમાર્ગે મુંબઈ અને કૉલકાતા સાથે અને શાખા રેલવે-લાઇન દ્વારા બાંકુરા,…

વધુ વાંચો >

ખપુટાચાર્ય

ખપુટાચાર્ય (ઈ.પૂ. 63ના અરસામાં હયાત) : જૈન શાસનના રક્ષક, મંત્રવિદ્ અને વિદ્યાસિદ્ધ જૈન આચાર્ય. ભરૂચ અને ગુડશસ્ત્રપુર તેમની વિહારભૂમિ હતી. કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર લાટદેશના ભરૂચમાં ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના ઉત્તરાર્ધમાં શાસન કરતા હતા ત્યારે તેઓ ભરૂચમાં વસતા હતા. તેમણે બૌદ્ધોને વાદવિવાદમાં પરાજિત કરી જૈન શાસનની રક્ષા કરી હતી. તેમના ચમત્કારો…

વધુ વાંચો >

ખલજી વંશ

ખલજી વંશ : ઈ.સ. 1290માં જલાલુદ્દીન ફિરોજશાહે દિલ્હીમાં સ્થાપેલો વંશ. ખલજી લોકો હેલમંડ નદીના બંને કાંઠે વસતા હતા. મધ્ય એશિયામાંથી તેમને મૉંગલોના આક્રમણને કારણે સ્થળાંતર કરીને અફઘાનિસ્તાનમાં ખલ્જ પ્રદેશમાં વસવું પડ્યું હતું. આથી તેમનો વંશ ખલજી વંશ કહેવાયો. તેઓ મૂળ તુર્ક જાતિના હતા પણ અફઘાનિસ્તાનમાંના લાંબા વસવાટને કારણે તેમણે અફઘાન…

વધુ વાંચો >

ખલીફા

ખલીફા : મુસ્લિમોના ધાર્મિક અને દુન્યવી બાબતોના વડા. મહમ્મદ પયગંબરના 632માં મૃત્યુ બાદ તેમના વારસો તરીકે તેઓ મુસ્લિમ કોમની રાજકીય, દુન્યવી અને ધાર્મિક બાબતો અંગે નિર્ણાયક સત્તા ધરાવતા હતા. પ્રારંભના ખલીફાઓની ચૂંટણી થતી પણ પાછળથી આ પદ વંશપરંપરાગત બની ગયું. તેમને ધાર્મિક બાબતો અંગે અર્થઘટન કરવાની સત્તા ન હતી પણ…

વધુ વાંચો >

ખંડવા

ખંડવા : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનો ખંડવા જિલ્લો જે અગાઉ પૂર્વ નિમાડ તરીકે ઓળખાતો જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 21 50´ ઉ. અ. અને 76 20´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. જેની પૂર્વે બેતુલ અને હારડા જિલ્લા, દક્ષિણે બુરહાનપુર જિલ્લો, પશ્ચિમે ખરગાંવ અને ઉત્તરે દેવાસ જિલ્લો સીમારૂપે આવેલા છે.આ જિલ્લો…

વધુ વાંચો >

ખંડાલા

ખંડાલા : મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં આવેલું ગિરિનગર. તે 18o-45´ ઉત્તર અક્ષાંશ અને 73o-22´ પૂ. રેખાંશ ઉપર આવેલું છે. તે પુણેથી વાયવ્ય ખૂણે 65 કિમી. ઉપર ચારે બાજુ પર્વતોનાં શિખરોથી ઘેરાયેલું છે. પશ્ચિમ ઘાટનો પ્રદેશ સરેરાશ 914-1,523 મીટર ઊંચો હોવાથી ઉનાળામાં હવા ખુશનુમા રહે છે અને ગરમી જણાતી નથી. ચોમાસામાં…

વધુ વાંચો >

ખંભાત

ખંભાત : આણંદ જિલ્લામાં ખંભાતના અખાતને મથાળે મહી નદીના મુખ પર આવેલું નગર, ભૂતકાળનું ભવ્ય બંદર, તાલુકામથક તથા એક સમયનું દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન 22° 18´ ઉ. અ. તથા 72° 37´ પૂ. રે. તાલુકાનું ક્ષેત્રફળ અને વસ્તી અનુક્રમે 1191.6 ચોકિમી. અને વસ્તી આશરે 2,58,514 (2022) છે. તે આણંદથી 51, અમદાવાદથી…

વધુ વાંચો >