શિવપ્રસાદ રાજગોર

ક્યૂબા

ક્યૂબા : મેક્સિકોના અખાત અને કૅરિબિયન (ઍન્ટિલીઝ) સમુદ્રની મધ્યમાં આવેલો વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં સૌથી મોટો ટાપુ. તે 40° અને 38′ ઉ. અ. અને 73° અને 32′ પ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની લંબાઈ 1200 કિમી. અને પહોળાઈ 30થી 200 કિમી. છે. ક્ષેત્રફળ 1,10,860 ચોકિમી. તેના કુલ પંદર પ્રાંતો છે. દક્ષિણ…

વધુ વાંચો >

ક્રાકાટોઆ

ક્રાકાટોઆ : જાવા અને સુમાત્રા વચ્ચેની સુન્દા સામુદ્રધુની નજીક 6° 5′ દ. અ. અને 105° 22′ પૂ. રે. ઉપર 3.2 કિમી. લાંબો અને 6.5 કિમી. પહોળો અને સમુદ્રની સપાટીથી 813 મી. ઊંચો સક્રિય જ્વાળામુખીવાળો ટાપુ. ક્રાકારોઆ ઉપરાંત ફરસેકન અને લૅંગ ટાપુઓ દસ લાખ વરસથી વધુ પ્રાચીન જ્વાળામુખીના અવશેષો છે. 1880-81માં…

વધુ વાંચો >

ક્રા(Kra)ની સંયોગીભૂમિ

ક્રા(Kra)ની સંયોગીભૂમિ : મ્યાનમાર અને મલેશિયાના ઉત્તર છેડાથી થાઇલૅન્ડના બૅંગકૉકના ત્રિકોણાકાર પ્રદેશ સુધી 800 કિમી. દૂર આવેલી સાંકડી સંયોગીભૂમિ. ભૌગોલિક સ્થાન : 10° 20′ ઉ. અ. અને 99° 00′ પૂ. રે.. આ પ્રદેશની મધ્યમાં ઉત્તર-દક્ષિણ આવેલી ગિરિમાળા પૂર્વ તરફના પહોળા અને પશ્ચિમ તરફના સાંકડા મેદાનનું વિભાજન કરે છે. અહીં ચોમાસાની…

વધુ વાંચો >

ક્રાંતિ રક્તવિહીન

ક્રાંતિ, રક્તવિહીન (Bloodless revolution) (1688) : ઇંગ્લૅન્ડના રાજકીય અને બંધારણીય ઇતિહાસની યાદગાર અને શકવર્તી ઘટના. તેના પરિણામે બંધારણીય રાજાશાહીનાં પગરણ થયાં અને ભાવિ ઇતિહાસનો માર્ગ કંડારાયો. રાજવીની સત્તા મર્યાદિત થતાં નાગરિક હકોનું સ્થાન નિશ્ચિત બન્યું. રાજા અને સંસદના ગજગ્રાહમાં સંસદની સર્વોપરીતા ર્દઢ બની. 1685માં ચાર્લ્સ બીજાના મૃત્યુ પછી જેમ્સ બીજો…

વધુ વાંચો >

ક્રિસ્ટ્મસ ટાપુ

ક્રિસ્ટ્મસ ટાપુ : હિંદી મહાસાગરમાં દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને જાવા વચ્ચે જાવાથી 360 કિમી. અંતરે 105° દ. અ. અને 40° પૂ. રે. પર આવેલો ટાપુ. જ્વાળામુખીને કારણે બનેલા આ ટાપુનું ક્ષેત્રફળ 135 ચોકિમી. છે. 6-6-1888ના રોજ તેને ગ્રેટ બ્રિટને ખાલસા કરેલો. તેનો વહીવટ સિંગાપોર સંભાળતું હતું. 1942 અને 1945માં તેના પર…

વધુ વાંચો >

ક્રીટ

ક્રીટ (Crete) : આયોનિયન સમુદ્ર અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રને અલગ પાડતો ગ્રીસનો પ્રાચીન મિનોઅન સંસ્કૃતિ ધરાવતો દ્વીપ. ભૌગોલિક સ્થાન 35° 29’ ઉ.અ. અને 24° 42’ પૂ.રે. ક્ષેત્રફળ : 8,336 ચોકિમી. છે. આ ટાપુ ગ્રીસની મુખ્ય ભૂમિથી 96 કિમી. અને ઍથેન્સથી 257 કિમી., ઉત્તર આફ્રિકાના કિનારાથી 320 કિમી. અને ડાર્ડેનલ્સની ભૂશિરથી…

વધુ વાંચો >

ક્રોએશિયા

ક્રોએશિયા (Croatia) : યુગોસ્લાવિયામાંથી છૂટાં પડેલાં છ ઘટક રાજ્યો (બૉસ્નિયા-હર્ઝગોવિના, ક્રોએશિયા, મૅસિડોનિયા, સ્લોવેનિયા, સર્બિયા અને મૉન્ટિનિગ્રો)માંનું એક રાજ્ય (જુઓ નકશો). ભૌગોલિક સ્થાન 45° 10’ ઉ. અ. અને 15° 30’ પૂ. રે.. આ રાજ્ય યુગોસ્લાવિયાની ઉત્તરે અર્ધચન્દ્રાકાર વિસ્તાર ધરાવે છે. તેનું કુલ ક્ષેત્રફળ 56,538 ચોકિમી. છે. યુગોસ્લાવિયાનાં ઘટક રાજ્યોમાં તે સૌથી…

વધુ વાંચો >

ક્લાઇવ, રૉબર્ટ

ક્લાઇવ, રૉબર્ટ (જ. 29 સપ્ટેમ્બર 1725, સ્ટિચી, ડ્રાયટન, શ્રોપશાયર; અ. 22 નવેમ્બર 1774, લંડન) : ભારતમાં બ્રિટિશ રાજ્યનો પાયો નાખનાર કુશળ સેનાપતિ અને વહીવટકાર. તે ગામડાના જમીનદારના સૌથી મોટા પુત્ર હતા. તે તોફાની અને અલ્પશિક્ષિત હતા. 1743માં અઢાર વર્ષની વયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદ્રાસ(ચેન્નાઈ)ની કોઠીમાં કારકુન તરીકે જોડાયા. કારકુનીના કામથી…

વધુ વાંચો >

ક્લેમન્ટ 5

ક્લેમન્ટ 5 (જ. 1264, બોર્ડો પાસેના ગામમાં, ફ્રાન્સ; અ. 20 એપ્રિલ 1314, ફ્રાંસ) : ખ્રિસ્તી ધર્મના રોમન કૅથલિક પંથના વડા ધર્માચાર્ય પોપ. મૂળ નામ બર્માન્દ દ ગો. પોપના સર્વોચ્ચ પદે પહોંચ્યા તે પહેલાં અંગ્રેજોના તાબાના બૉર્ડો શહેરના આર્ચબિશપ હતા. તે પેરુજિયામાં હતા ત્યારે 1305માં તેમની વરણી પોપ તરીકે થઈ હતી.…

વધુ વાંચો >

ક્વાજો (ગુઇઝો)

ક્વાજો (ગુઇઝો) : વાયવ્ય ચીનના ખૂણામાં આવેલો પ્રાંત. ક્ષેત્રફળ : 1,74,000 ચોકિમી. તેની દક્ષિણે ગુંઆગક્ષી ઝુઆંગઝુ, પશ્ચિમે યુનાન, ઉત્તરે ઝેકવાન અને પૂર્વ તરફ હુનાન પ્રાંત આવેલા છે. સમગ્ર પ્રાંત ખાડાટેકરાવાળો અને યુનાન ગુઇઝોના ઉચ્ચપ્રદેશનો અંતર્ગત ભાગ છે. ચૂનાના ખડકોવાળો આ ઉચ્ચપ્રદેશ 710થી 1830 મી. ઊંચો છે. અહીં વહેતી નદીઓનાં તળ…

વધુ વાંચો >