શિવપ્રસાદ રાજગોર
કૉમોરોસ
કૉમોરોસ (comoros) : મોઝામ્બિકની ખાડીના પ્રવેશદ્વાર નજીક 274 કિમી. લંબાઈ ધરાવતા, આફ્રિકાની મુખ્ય ભૂમિ તથા માડાગાસ્કર વચ્ચે આવેલા ચાર ટાપુઓનું બનેલું નાનું રાજ્ય. તે 12o 00′ દ. અ. અને 44o 00′ પૂ. રે.ની આજુબાજુનો 1,862 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આંઝ્વાં, ગ્રેટ કૉમોરો, મૉએલી અને માયૉટના મોટા ટાપુઓ અને બીજા…
વધુ વાંચો >કોરબા
કોરબા : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન 22o 21′ ઉ. અ. અને 82o 41′ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર 5,769 ચોકિમી. આ શહેર કોલસાના ક્ષેત્ર તથા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટથી જાણીતું બનેલું છે. તાપવિદ્યુતમથક ઊભું કરવાથી જથ્થાબંધ વીજળી સસ્તા દરે પ્રાપ્ત થાય તે હેતુથી…
વધુ વાંચો >કૉરલ સમુદ્ર
કૉરલ સમુદ્ર : ઑસ્ટ્રેલિયાના ઈશાન ખૂણે ક્વિન્સલૅન્ડના કિનારા નજીકનો 10o-20o દ.અ. અને 145o-165o પૂ. રે. વચ્ચે આવેલો પ્રશાંત મહાસાગરનો ભાગ. તે સૉલોમન સમુદ્ર તરીકે પણ ઓળખાય છે. તેનો કુલ (ઍટૉલ) વિસ્તાર 47,91,000 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે ન્યૂગિની અને સૉલોમન ટાપુઓ, પૂર્વ સરહદે સાન્તાક્રૂઝ ટાપુઓ અને વાન્વાટુ, દક્ષિણ સરહદે ન્યૂ…
વધુ વાંચો >કોરિયા
કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની…
વધુ વાંચો >કોરી ખાડી
કોરી ખાડી : સિંધુ નદીના લુપ્ત પૂર્વમુખનો અવશેષ. ભૌગોલિક સ્થાન : 23° 45′ ઉ. અ. અને 68°. 30′ પૂ. રે. કોરી ખાડી કચ્છના છેક પશ્ચિમ છેડા ઉપર આવેલી છે. ભૂતકાળમાં પૂર્વમાંથી આવતી રાજસ્થાનની લૂણી નદી તથા બનાસ અને સિંધુનો એક ફાંટો અરબી સમુદ્રને મળતો હતો. સિંધુનું મુખ પશ્ચિમ તરફ ખસતાં…
વધુ વાંચો >કોરોમંડલ
કોરોમંડલ : કૃષ્ણા નદીના મુખથી (15°-47′ ઉ. અ. અને 80° 47′ પૂ. રે.) કેલ્લીમેડ ભૂશિર સુધી (10°-17′ ઉ. અ. અને 79° 50′ પૂ. રે.) આવેલો ભારતનો પૂર્વકિનારાનો પ્રદેશ. તેની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે પૂર્વઘાટ, દક્ષિણે કાવેરીનો ત્રિકોણાકાર પ્રદેશ અને ઉત્તરે ઓડિસાનું મેદાન છે. સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ 22,800 ચોકિમી. છે. તેની…
વધુ વાંચો >કૉર્ડોવા
કૉર્ડોવા : દક્ષિણ સ્પેનના અંડાલુસિયાના મેદાનમાં સિયેરા મોરેના પર્વતની તળેટીમાં ગૌડાલકવીવીર નદીને કાંઠે આવેલું પ્રાચીન સ્થાપત્ય તેમજ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું કેન્દ્ર તથા તે જ નામના પ્રાંતની રાજધાની. ભૌગોલિક સ્થાન : 37° 53′ ઉ.અ. તથા 4.46′ પ. રે. પ્રાંતની વસ્તી : 7,67,175 તથા શહેરની વસ્તી 3,25,708 (2023) અને મેટ્રો…
વધુ વાંચો >કૉર્બેટ જિમ
કૉર્બેટ, જિમ (જ. 25 ઑગસ્ટ 1875, નૈનિતાલ; અ. 19 એપ્રિલ 1955, કૉલૉની ઑવ્ કેન્યા) : કુમાઉં(ઉત્તર પ્રદેશ)ના માનવભક્ષી વાઘોના અઠંગ શિકારી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ અંગ્રેજ શિકારી. પિતા ક્રિસ્ટોફર ટપાલખાતાના અધિકારી. કૉર્બેટે મૅટ્રિક સુધીનું માધ્યમિક શિક્ષણ લઈ અઢાર વરસની વયે રેલવેમાં નોકરી લીધી. હિમાલયના પ્રદેશમાં વૅકેશન ગાળતાં જંગલજીવનનો સીધો પરિચય…
વધુ વાંચો >કોલ
કોલ : વિંધ્યાચલ તથા કૈમુર પહાડોમાં તેમજ નર્મદા, શોણ, ગંગા અને ચંબલની ઉપત્યકામાં વસતી દ્રાવિડ આદિવાસી પ્રજા. તેમની વસ્તી મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં, ઓરિસા તથા છોટાનાગપુરના પ્રદેશમાં છે. ડુક્કરનો શિકાર કરનારા કોલ ‘ડુકરાલા’ તરીકે ઓળખાય છે. છોટાનાગપુરના કોલ લડાયક માનસવાળા છે. તે મુંડા જાતિના છે અને…
વધુ વાંચો >કોલક
કોલક : વલસાડ જિલ્લાનું અરબી સમુદ્ર ઉપર આવેલું મત્સ્ય બંદર અને તે જ નામની નદી. ભૌગોલિક સ્થાન 20° 30′ ઉ. અ. અને 72° 55′ પૂ. રે. કોલક પારડીથી પશ્ચિમે 10 કિમી., ઉદવાડાથી 6.4 કિમી. અને પાર નદીના દરિયા સાથેના સંગમથી 8.5 કિમી. દૂર છે. તે વાપીથી ધરમપુર જતા માર્ગ સાથે…
વધુ વાંચો >