શિવપ્રસાદ રાજગોર
કોટવાળ – અરદેશર
કોટવાળ, અરદેશર (જ. 29 જૂન 1797; અ. 1856) : સૂરત શહેરના રક્ષક અને પ્રજાસેવક. પિતા ધનજી શાહ બરજોરજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પોલિટિકલ એજન્ટ. તે વ્યાયામના શોખીન, બહાદુર અને સાહસિક હતા. ત્રેવીસ વરસની ઉંમરે તેમણે સૂરતની અદાલતના કારકુન તરીકે નોકરીનો આરંભ કર્યો. થોડા માસ પછી પરાના કોટવાળ અને બીજે જ વરસે…
વધુ વાંચો >કોટિયું
કોટિયું : કચ્છમાં બંધાતું ઝડપી વહાણ. ટકાઉપણા માટે તે જાણીતું છે. કોટિયું શબ્દ ‘કોટિ’ કે કોટર ઉપરથી બન્યો હશે એમ મનાય છે. આ વહાણ ખોખા જેવું હોવાથી લાકડાં અને નળિયાં ભરવા માટે વધારે અનુકૂળ હોય છે. 80થી 225 ખાંડીનાં આ વહાણોમાં 2 સઢ અને 12 ખલાસીઓ હોય છે. આરબ વહાણો…
વધુ વાંચો >કોટેશ્વર (કચ્છ)
કોટેશ્વર (કચ્છ) : કચ્છમાં કોરી ખાડી ઉપર આવેલું બંદર અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન. 23o 41′ ઉ.અ. અને 68o 31′ પૂ.રે. : લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિમી. અને ભૂજથી 165 કિમી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત…
વધુ વાંચો >કોટેશ્વર (બનાસકાંઠા)
કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે.…
વધુ વાંચો >કોટ્યર્ક
કોટ્યર્ક : મહેસાણા જિલ્લાના પિલવાઈ રોડ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર સાબરમતીના કાંઠે, કોતરની ટોચ ઉપર આવેલું ગુજરાતનું પ્રાચીન વૈષ્ણવ મંદિર. ભૌગોલિક સ્થાન : 23o 30′ ઉ. અ. અને 72o 45′ પૂ. રે.. ‘કોટિ અર્ક’નો અર્થ કરોડ સૂર્ય થાય છે. તે મૂળ સૂર્યમંદિર હશે. હાલ તે વૈષ્ણવ મંદિર છે અને વિષ્ણુની…
વધુ વાંચો >કોડીનાર
કોડીનાર : સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં આવેલો તે જ નામ ધરાવતો તાલુકો અને તાલુકામથક. તાલુકાની વસ્તી : 2,28,809 (2024) જેટલી છે. જ્યારે મ્યુનિસિપાલિટીની વસ્તી 56 હજાર (2024) જેટલી છે. કોડીનાર તાલુકાનું ક્ષેત્રફળ 324.3 કિમી. છે. બાબરિયાવાડથી માંગરોળ સુધીના ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાતા લીલાછમ પ્રદેશમાં આ તાલુકો આવેલો છે. સમુદ્રકિનારો નજીક હોઈ…
વધુ વાંચો >કોત્તાગુડમ
કોત્તાગુડમ : આંધ્રપ્રદેશના ખમ્મામ જિલ્લામાં ગોદાવરી નદીના જમણા કાંઠે આવેલું નગર. તે હૈદરાબાદથી 187 કિમી., વારંગલથી અગ્નિખૂણે 120 કિમી. દોણકિલ સ્ટેશનથી 55 કિમી. દૂર ભદ્રાચલ રોડ નજીકનું સ્ટેશન છે. વિજયવાડા તથા અન્ય શહેરો સાથે તે ધોરી માર્ગો દ્વારા જોડાયેલું છે. અહીં વીજળી ઉત્પન્ન કરતું વિદ્યુતમથક છે. ગોદાવરીની ખીણમાં આવેલ સિંગરેણીની…
વધુ વાંચો >કૉનાક્રી
કૉનાક્રી : પશ્ચિમ આફ્રિકાના ગીની રાજ્યનું સૌથી મોટું શહેર, રાજધાની અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 90o 31′ ઉ. અ. અને 13o 43′ પૂ.રે ક્ષેત્રફળ 308 ચોકિમી. ટૉમ્બો કે ટુમ્બે ટાપુ ઉપર આવેલું આ શહેર 300 મી. લાંબા પુલ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે. આ પ્રદેશ વિષુવવૃત્ત નજીક હોવાથી…
વધુ વાંચો >કોબે
કોબે : જાપાનના હોન્શુ ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલું હિયોગો જિલ્લાનું મથક અને ઓસાકાથી 32 કિમી. પશ્ચિમે આવેલું પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 34o 42′ ઉ. અ. અને 135o 12′ પૂ. રે. આબોહવા : સમધાત અને ભેજવાળી. જાન્યુઆરીમાં સરેરાશ 4oથી 7o સે. અને ઑગસ્ટમાં 27o સે. તાપમાન રહે છે. વરસાદનું પ્રમાણ…
વધુ વાંચો >કોમ
કોમ (Qom) : ઈરાનના પાટનગર તહેરાનથી દક્ષિણે 147 કિમી. દૂર, રૂડ-ઇ-કોમ નદીના બંને કાંઠા ઉપર વસેલું શિયા સંપ્રદાયના મુસ્લિમોનું પ્રમુખ તીર્થસ્થાન અને વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 34o 39′ ઉ. અ. અને 50o 54′ પૂ. રે. પાકા રસ્તા દ્વારા તે તહેરાન, યઝ્દ વગેરે શહેરો સાથે તથા ટ્રાન્સઈરાનિયન રેલ દ્વારા રાજ્યના…
વધુ વાંચો >