શિવપ્રસાદ રાજગોર
કુંભારિયાનાં જૈન મંદિરો
કુંભારિયાનાં જૈન મંદિરો : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ ઉપર પાંચ જૈન મંદિરોની શ્રેણી આવેલી છે. આ મંદિરો ભીમદેવ પહેલાના (ઈ.સ. 1022-1064) શાસન દરમિયાન તેના મંત્રી અને દંડનાયક વિમલ શાહે બંધાવેલાં કહેવાય છે. નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ અને સંભવનાથનાં આ મંદિરો છે. અહીં ગર્ભગૃહથી આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ અને…
વધુ વાંચો >કૂક જેમ્સ
કૂક, જેમ્સ (જ. 27 ઑક્ટોબર 1728, મોરટન-ઇન-ક્લીવલૅન્ડ, યૉર્કશાયર; અ. 14 ફેબ્રુઆરી 1779, હવાઈ) : હવાઈ ટાપુનો, ઑસ્ટ્રેલિયાના પૂર્વકિનારાનો તથા ન્યૂઝીલૅન્ડનો શોધક અને અઠંગ સાગરખેડુ. સ્કૉટિશ ખેતમજૂરનો પુત્ર. ગણિત અને નૌવહનનો અભ્યાસ કરી વ્હીટબીમાં તે વહાણમાં ઉમેદવાર તરીકે જોડાયો 1755માં શાહી નૌકાદળમાં કુશળ ખલાસી તરીકે જોડાયો અને ચાર વરસમાં વહાણનો ‘માસ્ટર’…
વધુ વાંચો >કૂક થૉમસ
કૂક, થૉમસ : (જ. 22 નવેમ્બર 1808, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 જુલાઈ 1892, લેસેસ્ટર, લેસ્ટેસ્ટરશાયર) : પ્રખ્યાત બ્રિટિશ પ્રવાસયોજક કંપનીનો સ્થાપક. દસ વર્ષની વયે શાળા છોડી. 1828 સુધી વિવિધ પ્રકારની નોકરી કરી. 1828માં તે બૅપ્ટિસ્ટ મિશનનો પાદરી બન્યો. 1841માં તેણે મિડલૅન્ડ કાઉન્ટી રેલવેના લિસ્ટરથી લોધબરો સુધીની ટ્રેન દ્વારા દારૂબંધીની સભા…
વધુ વાંચો >કૃષ્ણદેવરાય
કૃષ્ણદેવરાય (જ. 17 જાન્યુઆરી 1471, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1529, વિજયનગર, હાલનું હમ્પી, કર્ણાટક) : સોળમી સદીના પૂર્વાર્ધ દરમિયાન વિજયનગરમાં થયેલ મહાપ્રતાપી રાજા. વીર નરસિંહદેવરાયના સાવકા ભાઈ કે પુત્ર કૃષ્ણદેવરાય 8 ઑગસ્ટ 1509ના રોજ વિજયનગરની ગાદીએ આવ્યા. તેમણે 1510માં બિજાપુરના આદિલશાહ અને બીદરના સંયુક્ત લશ્કરને હાર આપી.…
વધુ વાંચો >કૅન
કૅન : ભૂમધ્ય સમુદ્રના કિનારે દક્ષિણ ફ્રાન્સનું રિવિયેરામાં નીસથી 19 કિમી. દૂર આવેલ સહેલાણીઓ માટેનું પ્રખ્યાત પ્રવાસધામ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 43° 42′ ઉ.અ. અને 7° 15′ પૂ.રે. નીસ પછીનું ફ્રાન્સનું તે બીજા નંબરનું પ્રવાસધામ મનાય છે. આલ્પ્સ પર્વતમાં આવેલું આ રમણીય સ્થાન મૂળ માછીમારોનું ગામડું હતું.…
વધુ વાંચો >કેનુ
કેનુ : એક પ્રકારની સાંકડી હોડી. અમેરિકન ઇન્ડિયન ભાષાનો આ મૂળ શબ્દ ‘કેનો’ સ્પૅનિશ વસાહતીઓએ અપનાવ્યો હતો. સામાન્ય રીતે આ હોડી 4.5થી 6 મી.થી માંડીને 30 મી. જેટલી લાંબી હોય છે. ‘કેનુ’ની રેસ માટે વપરાતી હોડી 518.18 સેમી. લાંબી, 86.36 સેમી. પહોળી અને 30.48થી 111.76 સેમી. ઊંડી હોય છે. મોઢાનો…
વધુ વાંચો >કૅનેડા
કૅનેડા ઉત્તર અમેરિકા ખંડના ઉત્તર છેડે આવેલો દેશ. તે દશ પ્રાંતો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોનો બનેલો છે. રશિયા પછી ક્ષેત્રફળની ર્દષ્ટિએ તે વિશ્વમાં બીજા સ્થાને આવે છે. ભૌગોલિક સ્થાન : ઉત્તર અમેરિકા ખંડમાં 41° 41′ ઉત્તર અક્ષાંશથી છેક 83° 6′ ઉત્તર અક્ષાંશ સુધી અને 11° 5′ પશ્ચિમ રેખાંશથી 52° 37′…
વધુ વાંચો >કેન્ટુકી
કેન્ટુકી : પૂર્વ યુ.એસ.ના મધ્ય ભાગમાં 37° 30′ ઉ. અ. અને 85° 15′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. તે રેડ ઇન્ડિયનોની શિકારભૂમિ તરીકે ઓળખાતું, પ્રેરીનું ટૂંકા ઘાસનું મેદાન ધરાવે છે. વ્યુત્પત્તિની ર્દષ્ટિએ કેન્ટુકીનો અર્થ છે ‘આવતીકાલની ભૂમિ’. આ રાજ્યનું પર્યાયીનામ (nick name) ‘બ્લૂગ્રાસ સ્ટેટ’ (Bluegrass state) છે. તેની ઉત્તરે ઇલિનૉય…
વધુ વાંચો >કૅન્ડી
કૅન્ડી : શ્રીલંકાના મધ્યભાગમાં આવેલું પ્રાંતનું મથક અને સૌંદર્યધામ. કોલંબોની ઈશાને 130 કિમી. દૂર, 520 મી.ની ઊંચાઈએ કૃત્રિમ સરોવરને કાંઠે તે વસેલું છે. ચારે બાજુ ઉષ્ણકટિબંધનાં જંગલો આવેલાં છે. તેનું જાન્યુઆરી અને મેનું સરાસરી તાપમાન અનુક્રમે 23° સે. અને 26° સે. છે. વિષુવવૃત્ત નજીક હોઈ ઉનાળા અને શિયાળા તથા રાત્રિ…
વધુ વાંચો >કેન્યા
કેન્યા : પૂર્વ આફ્રિકામાં હિંદી મહાસાગરના પશ્ચિમ કિનારે આવેલો આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ. તેનું નામ તે જ નામના પર્વત ઉપરથી પડ્યું છે. તે 4° ઉ.અ. અને 4° દ.અ. અને 34° અને 41° પૂ.રે. ઉપર આવેલો છે. કુલ ક્ષેત્રફળ 5,82,646 ચોકિમી. વિષુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેના અગ્નિખૂણે…
વધુ વાંચો >