શિલ્પકલા

મુખરજી, મીરાં

મુખરજી, મીરાં (જ. 12 મે 1923, કોલકાતા; અ. 27 જાન્યુઆરી 1998 કૉલકાતા) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી. 14 વરસની ઉંમરે ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયેન્ટલ આર્ટ’માં દાખલ થયાં અને ત્યાં 1941 સુધી અભ્યાસ કર્યો. 1947માં ‘દિલ્હી પૉલિટેકનિક’માં જોડાઈ ત્યાંથી શિલ્પમાં ડિપ્લોમા મેળવ્યો. આ પછી શાંતિનિકેતનમાં કાર્યશીલ ઇન્ડોનેશિયન ચિત્રકાર એફૅન્ડી હેઠળ બે વરસ…

વધુ વાંચો >

મુખરજી, મૃણાલિની

મુખરજી, મૃણાલિની (જ. 1949, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા-શિલ્પી; પ્રસિદ્ધ ચિત્રકારો બિનોદબિહારી મુખરજી તથા લીલા મુખરજીનાં પુત્રી. 1965થી 1972 સુધી વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરી પ્રો. કે. જી. સુબ્રમણ્યનના માર્ગદર્શન હેઠળ ભીંતચિત્રનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન જ મૃણાલિનીએ સૂતર, કંતાન, શણ અને નેતર જેવા વાનસ્પતિક…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, કૌશિક

મુખોપાધ્યાય, કૌશિક (જ. 1960) : આધુનિક ભારતીય શિલ્પી. 1986માં તેઓ કૉલકાતાની રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ર્દશ્યકલામાં સ્નાતક અને 1989માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી લલિત કલામાં અનુસ્નાતક થયા. ફેંકી દીધેલા કૂડાકચરા અને ભંગારમાંથી શિલ્પસર્જન કરવા માટે કૌશિક જાણીતા છે. તૂટેલાં પ્લાસ્ટિકનાં પીપડાં, ડોલ ઇત્યાદિને ઇચ્છા મુજબ વધુ તોડી-ચીરીને તેની સાથે ધાતુનો અન્ય ભંગાર ચોંટાડીને,…

વધુ વાંચો >

મૂર, હેન્રી

મૂર, હેન્રી (જ. 30 જુલાઈ 1898, કૅસલફર્ડ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 1986, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ) : મહાન આંગ્લ શિલ્પી. ઇંગ્લૅન્ડની શિલ્પકળાની પરંપરામાં તેમણે હિંમતભેર નવી કેડી પાડી. એમની અભિનવ અને ચોટદાર લાક્ષણિકતાઓને કારણે તે વિશ્વભરમાં ખ્યાતનામ બન્યા. બારમા વર્ષે શિષ્યવૃત્તિ મળવાથી કળાનો અભ્યાસ શરૂ કરેલો; પરંતુ કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…

વધુ વાંચો >

મૅનરિઝમ : ચિત્ર અને શિલ્પ

મૅનરિઝમ : ચિત્ર અને શિલ્પ (1520–1600) : 1520થી 1600 દરમિયાન ઇટાલીમાં થયેલી કળાપ્રવૃત્તિ. સમકાલીન કળા-ઇતિહાસકાર જ્યૉર્જિયો વસારીએ ઇટાલિયન શબ્દ ‘માનિયેરા’ પરથી સર્વપ્રથમ ‘મૅનરિઝમ’ (રીતિવાદ) શબ્દ પ્રયોજેલો. 1550 પછી આ શૈલી ઇટાલીની બહાર પશ્ચિમ યુરોપમાં પણ પ્રસરી ચૂકી હતી. વિશ્વરચનાનો આધાર કોઈ  સંપૂર્ણતા કે સુવ્યવસ્થામાં નહિ, પણ એકાદ સંકુલ અરાજક અસ્તવ્યસ્તતામાં…

વધુ વાંચો >

મૅન્શિપ, પૉલ

મૅન્શિપ, પૉલ (જ. 25 ડિસેમ્બર 1885, સેંટ પૉલ, મિનેસોટા, અમેરિકા; અ. 31 જાન્યુઆરી 1966, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકાના શિલ્પી. જાહેર સ્થાનો માટેનાં વિરાટકાય શિલ્પોના સર્જન માટે તેઓ પ્રસિદ્ધિ પામ્યા છે. પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય શિલ્પકળામાંથી તેમના સર્જનને પ્રેરણા મળી હતી. અમેરિકામાં ન્યૂયૉર્ક સિટી તથા ફિલાડેલ્ફિયામાં તાલીમ લીધા પછી…

વધુ વાંચો >

મૅયોલ, ઍરિસ્ટાઇડ

મૅયોલ, ઍરિસ્ટાઇડ (Maillol, Eristide) (જ. 8 ડિસેમ્બર 1861, બેન્યુલ્સ-સર-મેર, ફ્રાન્સ; અ. 27 સપ્ટેમ્બર 1944) : પ્રતીકવાદી ફ્રેન્ચ શિલ્પી. તેમણે ‘ઇકૉલ દે બ્યા’ આર્ટ્ઝ ખાતે શિલ્પનો અભ્યાસ કર્યો. કારકિર્દીનો આરંભ પ્રતીકવાદી ચિત્રકાર તરીકે કર્યો. પ્રસિદ્ધ ફ્રેંચ શિલ્પી રોદ પાસે તેમણે શિલ્પકલાની તાલીમ લીધી. તેમની કલામાં ગ્રીક શિલ્પકલાની પ્રાથમિક જુનવાણી શૈલીની ભારોભાર…

વધુ વાંચો >

મૅરિસલ, ઍસ્કૉબર

મૅરિસલ, ઍસ્કૉબર (જ. 22 મે 1930, પૅરિસ) : અમેરિકાનાં ટોચનાં મહિલા પૉપ-કલાકાર. મૂળ વેનેઝુએલાનાં આ કલાકાર વ્યંગ્યલક્ષી શિલ્પના સર્જન માટે જાણીતાં છે. તેમાં આધુનિક જીવન પ્રત્યેનું આક્રમક વલણ જોઈ શકાય છે. લાકડાંમાંથી કોરી કાઢેલાં સામૂહિક વ્યક્તિશિલ્પો (group portraits) મેરિસલનાં સર્જનોનો મુખ્ય વિષય છે. આ શિલ્પોને તેઓ ઢીંગલાની માફક કાપડનાં વસ્ત્રો,…

વધુ વાંચો >

મેસોપોટેમિયન કલા

મેસોપોટેમિયન કલા : પશ્ચિમ એશિયાની ટુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીઓના દોઆબ પ્રદેશ(આધુનિક ઇરાક)ની પ્રાચીન કલા. આ કલા ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીથી ઈ. સ. પૂ. પહેલી સહસ્રાબ્દી દરમિયાન વિકસી હતી. ‘મેસોપોટેમિયા’ એ ઇરાકનું પ્રાચીન નામ છે. ઉત્તરે ઇરાકની ટેકરીઓની ગુફાઓમાંથી પ્રાગૈતિહાસિક કાળના માનવોના અવશેષો અને ઓજારો મળી આવ્યાં છે. ત્યારબાદ ઈ.…

વધુ વાંચો >

મૅસ્ટ્રોવિક, ઇવાન

મૅસ્ટ્રોવિક, ઇવાન (જ. 15 ઑગસ્ટ, 1883, ક્રોએશિયા; અ. 16 જાન્યુઆરી 1962) : યુગોસ્લાવિયાના પ્રથમ આધુનિક શિલ્પી. 1902માં તેમણે વિયેના સેસેશન ગ્રૂપ સાથે પોતાનાં શિલ્પોનું પ્રદર્શન કર્યું. 1910માં તેઓ પૅરિસ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ઇંગ્લૅંડ તથા ફ્રાંસમાં પોતાનાં શિલ્પ પ્રદર્શિત કર્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુગોસ્લાવિયાની ઝાગ્રેબ એકૅડેમી ઑવ્ આર્ટના તેઓ…

વધુ વાંચો >