શિલીન નં. શુક્લ
રુધિરગુલ્મ અંત:કર્પરી (intracranial haematoma)
રુધિરગુલ્મ, અંત:કર્પરી (intracranial haematoma) : માથાને થતી ઈજાને કારણે ખોપરીની અંદર લોહી વહીને તેનો ગઠ્ઠો જામવો તે. મગજને 3 આવરણો છે. તેમાંના સૌથી બહારના આવરણને દૃઢતાનિકા કહે છે. દૃઢતાનિકાની ઉપર અથવા નીચે લોહી ઝમીને ગઠ્ઠો બનાવે તો તેને અનુક્રમે અધિદૃઢતાનિકી (epidural) અથવા અવદૃઢતાનિકી (subdural) રુધિરગુલ્મ કહે છે. જ્યારે માથાને ઈજા…
વધુ વાંચો >રુધિરનિર્ગલન (haemopheresis)
રુધિરનિર્ગલન (haemopheresis) : લોહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયા. અંગ્રેજી ‘apheresis’ શબ્દનો અર્થ અલગ પાડવું થાય છે. જો શ્વેતકોષોને અલગ પાડવામાં આવે તો તેને શ્વેતકોષનિર્ગલન (leukapheresis) કહે છે અને જો રુધિરપ્રરસ(plasma)ને અલગ પાડવામાં આવે તો તેને પ્રરસનિર્ગલન (plasmapheresis) કહે છે. રુધિરકોષોને અલગ પાડવાની ક્રિયાને કોષનિર્ગલન (cytapheresis) કહે છે. આ પ્રક્રિયાઓમાં દાતાના…
વધુ વાંચો >રુધિરપ્રતિસારણ (blood transfusion)
રુધિરપ્રતિસારણ (blood transfusion) : દર્દીને રુધિરના ઘટકોની ઊણપની સ્થિતિમાં બહારથી લોહી કે તેના ઘટકો નસ દ્વારા આપવામાં આવે તો લોહીના ઘટકો રક્તકોષો, શ્વેતકોષો, ગંઠનકોષો (platelets), રુધિરપ્રરસ (blood plasma), તત્કાલ શીતકૃત પ્રરસ (fresh frozen plasma), અતિશીત અવક્ષેપ (cryoprecipitate) વગેરે વિવિધ ઘટકોની વિવિધ પ્રકારના રોગો કે વિકારોમાં જરૂર ઉત્પન્ન થાય છે. લોહીમાં…
વધુ વાંચો >રુધિરબૅન્ક (blood bank)
રુધિરબૅન્ક (blood bank) : લોહી મેળવતી, સંઘરતી, તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેના ઘટકો છૂટા પાડતી તથા લોહી કે તેના ઘટકોનું સારવાર માટે વિતરણ કરતી સંસ્થા. એનો સહકાર લઈ સારવાર માટે દર્દીને લોહી ચડાવી શકાય તેવી હાલની શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે. આવું કાર્ય કરતા કેન્દ્રને રૂઢિગત રીતે બૅન્ક કહે…
વધુ વાંચો >રુધિરમૂત્રમેહ (haematuria)
રુધિરમૂત્રમેહ (haematuria) : પેશાબમાં લોહી જવું તે. મૂત્રની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરતાં જો દર અધિક્ષમક્ષેત્ર(high power field)માં 3થી 5 રક્તકોષો (red blood cells) મળે તો તેને રુધિરમૂત્રમેહનો વિકાર કહે છે. જ્યારે પેશાબમાં વધુ પ્રમાણમાં લોહી વહે ત્યારે તે નરી આંખે પણ જોઈ શકાય છે. પરંતુ જો પેશાબનો રંગ લાલ ન…
વધુ વાંચો >રુધિરવમન (hematemesis)
રુધિરવમન (hematemesis) : લોહીની ઊલટી થવી. ઊલટીમાં આવતું લોહી લાલ રંગનું હોય અથવા કૉફીના રંગનું પણ હોય છે. જો લોહી ઉપલા પાચનમાર્ગ(ગળું કે અન્નનળી)માંથી આવતું હોય તો તે લાલ રંગનું હોય છે. પરંતુ જો તે જઠરમાં અર્ધપચિત સ્થિતિમાં એકઠું થઈને આવે તો તે કૉફી રંગનું હોય છે. જઠરમાં વહેતું લોહી…
વધુ વાંચો >રુધિરવર્ગો (blood groups)
રુધિરવર્ગો (blood groups) : પ્રતિરક્ષાવિદ્યા(immunology)ને આધારે જુદા જુદા પ્રકારના રક્તકોષોને કારણે બનતાં રુધિરનાં જુદાં જુદાં જૂથો. એક પ્રાણીના લોહીને બીજા પ્રાણીના લોહી સાથે ભેળવવામાં આવે તો તેમાંના રક્તકોષો પુંજીકૃત (agglutinated) થઈને ગઠ્ઠા (clumps) બનાવે છે. તેવી જ રીતે એક જ પ્રકારનાં પ્રાણીઓ(દા.ત., માણસો)માં વિવિધ પ્રકારના રુધિરવર્ગો હોવાને કારણે જુદા જુદા…
વધુ વાંચો >રુધિરસ્તંભન (haemostasis)
રુધિરસ્તંભન (haemostasis) : નસમાંથી લોહીને બહાર વહી જતું અટકાવવું તે. ઈજાને કારણે નસમાંથી લોહી બહાર વહે છે. તેને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. લોહી બહાર વહી જતું અટકે તે માટે શરીરમાં 3 પ્રકારની પ્રતિક્રિયાઓ ઉદભવે છે – (1) નસોનું સંકોચાવું, (2) ત્રાકકોષો(platelets)નું ગંઠાવું તથા (3) લોહીનો ગઠ્ઠો જામવો. ત્રણેય પ્રક્રિયાઓને શાસ્ત્રીય…
વધુ વાંચો >રુધિરસ્રાવિતા, નવમઘટકીય
રુધિરસ્રાવિતા, નવમઘટકીય (haemophia B, Christmas disease, factor IX haemophila) : ફક્ત પુરુષોને થતો ગંઠકઘટક IXની જન્મજાત ઊણપથી થતી લોહી વહેવાની તકલીફનો વિકાર. તે વારસાગત રોગ છે. મોટાભાગના કિસ્સામાં નવમા ઘટકની ઊણપ હોય છે. પણ આશરે અર્ધા કિસ્સામાં નવમા ઘટકનો અણુ વિષમ પ્રકારે કાર્ય કરતો હોય છે. આવા વિષમ ક્રિયા કરતા…
વધુ વાંચો >રુધિરસ્રાવિતા, માતૃપક્ષી (haemophilia A)
રુધિરસ્રાવિતા, માતૃપક્ષી (haemophilia A) : માતા દ્વારા વારસામાં ઊતરી આવતો અને નરસંતતિને થતો લોહી વહેવાનો વિકાર. પુરુષોમાં X અને Y એમ બે પ્રકારનાં લૈંગિક રંગસૂત્રો હોય છે; જેમાંથી X પ્રકારનું લૈંગિક રંગસૂત્ર માતા તરફથી અને ‘Y’ રંગસૂત્ર પિતા તરફથી મળે છે. માતાનું વિકૃતિવાળું ‘X’ રંગસૂત્ર જે સંતતિને મળે તેને આ…
વધુ વાંચો >