શિલીન નં. શુક્લ
જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) :
જઠરાંત સંકીર્ણન, અતિવૃદ્ધીય (hypertrophic pyloric stenosis) : જઠરના નીચેના છેડે આવેલા સ્નાયુઓની અતિવૃદ્ધિને કારણે જઠરનું દ્વાર સાંકડું થવાનો વિકાર તે શિશુઓમાં તથા ક્યારેક પુખ્તવયે થતો વિકાર છે. દર 1000 શિશુએ 3થી 4 શિશુમાં તે થાય છે. તેનું કારણ નિશ્ચિત કરાયેલું નથી. તેને માટે વિવિધ સંકલ્પનાઓ (hypotheses) વિચારાયેલી છે. સૌથી વધુ…
વધુ વાંચો >જનનગ્રંથિન્યૂનતા (hypogonadism)
જનનગ્રંથિન્યૂનતા (hypogonadism) : પુરુષોની જનનગ્રંથિના ઘટેલા અંત:સ્રાવી કાર્યથી થતો વિકાર. પુરુષોની જનનગ્રંથિને શુક્રગ્રંથિ, શુક્રપિંડ અથવા વૃષણ (testis) કહે છે. તેના ઘટેલા કાર્યનાં વિવિધ કારણો છે (જુઓ સારણી 1). સારણી 1 જનનગ્રંથિન્યૂનતાનાં કારણો 1 દ્વૈતીયિક (secondary) જનનગ્રંથિન્યૂનતા અ. અધશ્ચેતક (hypothalamus) – પીયૂષિકા ગ્રંથિ- (pituitary gland)ના રોગો 2 પ્રાથમિક શુક્રગ્રંથિની નિષ્ફળતા અ.…
વધુ વાંચો >જર્ને, નીલ્સ કાજ
જર્ને, નીલ્સ કાજ (જ. 23 ડિસેમ્બર 1911, લંડન) : પ્રતિરક્ષાતંત્ર(immune system)ના વિકાસ અને નિયમનની ચોક્કસ (specificity) તથા એકકોષગોત્રી પ્રતિદ્રવ્યો(monoclonal antibodies)ના ઉત્પાદનના સિદ્ધાંતની શોધ માટે 1984ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેઓ મૂળ ડેનિશ વિજ્ઞાની છે. તેમની સાથેના અન્ય વિજેતા હતા જૉર્જેઝ જે. એફ. કૉહલર તથા સીઝર મિલ્સ્ટેન. વિવિધ પ્રકારના બાહ્ય પદાર્થો સામે…
વધુ વાંચો >જલમૂત્રમેહ (diabetes insipidus)
જલમૂત્રમેહ (diabetes insipidus) : સતત અને વારંવાર પુષ્કળ પેશાબ થવાનો વિકાર. તે ભાગ્યે થતો વિકાર છે અને તેમાં થતા પેશાબની સાંદ્રતા (concentration) ઓછી હોય છે, તેથી તેને મંદ (dilute) મૂત્ર કહે છે. ખૂબ પ્રમાણમાં પેશાબ થવાને કારણે ખૂબ તરસ લાગે છે. જલમૂત્રમેહના બે પ્રકાર છે : (1) ખોપરીમાંનો વિકાર અથવા…
વધુ વાંચો >જળશુદ્ધિ
જળશુદ્ધિ : વપરાશના પાણીનું શુદ્ધીકરણ. પાણીના શુદ્ધીકરણથી વિવિધ પ્રકારના ચેપી રોગો ઘટે છે. એક અભ્યાસ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં પાણીના શુદ્ધીકરણના કાર્યને કારણે કૉલેરાથી થતા મૃત્યુમાં 74.1 %, ટાઇફૉઇડથી થતા મૃત્યુમાં 63.6%, મરડાથી થતા મૃત્યુમાં 23.1 % ઘટાડો થયો છે અને ઝાડાના કિસ્સામાં 42.7 % જેટલો ઘટાડો નોંધાયેલો છે. તેથી શુદ્ધ…
વધુ વાંચો >જળોદર (ascites)
જળોદર (ascites) : પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત રીતે પ્રવાહીનું એકઠું થવું તે. તેનાં મુખ્ય કારણોમાં ક્ષય (tuberculosis) અને યકૃતકાઠિન્ય(cirrhosis of liver) છે. યકૃતના બીજા રોગો તથા મૂત્રપિંડ, હૃદય તથા અન્ય અવયવોના કેટલાક રોગોમાં પણ જળોદર થાય છે. પેટમાંના પરિતનગુહા નામના પોલાણમાં ચેપ લાગે ત્યારે તેને કારણે પરિતનગુહામાં પ્રવાહી ઝરે છે…
વધુ વાંચો >જિનીવા ઘોષણા
જિનીવા ઘોષણા : તબીબી આચારસંહિતા(code of medical ethics)ને આવરી લેતી જાહેરાત. તે સારણી 1માં દર્શાવી છે. ઈ. પૂ. 460માં જન્મેલા હિપૉક્રટીઝે રચેલી આ પ્રતિજ્ઞા દરેક તબીબને તેના વ્યવસાયમાં નીતિ જાળવવા માટેની આચારસંહિતા (code) બની રહેલ છે. ભારતમાં મેડિકલ કાઉન્સિલે પણ એક તબીબી આચારસંહિતા બનાવેલી છે. 1975માં સુધારેલી હેલસિન્કી જાહેરાતમાં જૈવ-તબીબી…
વધુ વાંચો >જીઆર્ડિયાનો રોગ (giardiasis)
જીઆર્ડિયાનો રોગ (giardiasis) : વારંવાર ઝાડા અને પેટમાં તકલીફ કરતો તંતુમય (flagellate) જીઆર્ડિયા ઇન્ટેસ્ટિનાસિસ અથવા જીઆર્ડિયા લેમ્બિયા નામના તંતુમય પ્રજીવ(protozoa)થી થતો નાના આંતરડાનો રોગ. વિશ્વમાં બધે જ થાય છે અને ઉષ્ણકટિબંધ(tropics)માં વધુ જોવા મળે છે. તે સામાન્ય રીતે બાળકોમાં, મુસાફરોમાં અને માનસિક રોગોની હૉસ્પિટલના દર્દીઓમાં વધુ જોવા મળે છે. આ…
વધુ વાંચો >જીભ (tongue)
જીભ (tongue) : મોંની બખોલમાં આવેલું ખોરાકને ગળવા, સ્વાદ પારખવા તથા બોલવામાં ઉપયોગી એવું મુખ્યત્વે સ્નાયુનું બનેલું અંગ. જીભનું મૂળ ગળાની અંદર આવેલું છે જ્યાં તે ચોંટેલી છે અને તેનો આગળનો છેડો મુક્ત છે. તેને જિહવા પણ કહે છે. જો તે મોંના તળિયા સાથે કોઈ પડદા સાથે જન્મજાત કુરચના રૂપે…
વધુ વાંચો >જીવપેશીપરીક્ષણ (biopsy)
જીવપેશીપરીક્ષણ (biopsy) : સજીવ પેશીનો ટુકડો કાપીને કે તેના કોષોને સોય વડે શોષી લઈને સૂક્ષ્મદર્શક વડે નિદાન કરવું તે. મૃત્યુ પછી જો પેશીનો આવો અભ્યાસ કરવામાં આવે તો તેને મૃતપેશી-પરીક્ષણ (necropsy) કહે છે. વ્યક્તિના શંકાસ્પદ રોગગ્રસ્ત ભાગમાંથી પેશીનો ટુકડો લેવા માટે કાં તો સ્થાનિક નિશ્ચેતના દ્વારા તે ભાગ બહેરો કરાય…
વધુ વાંચો >