શિલીન નં. શુક્લ

ક્વૉશિયોરકર

ક્વૉશિયોરકર : પ્રોટીન તથા શક્તિદાયક (ઊર્જાદાબક) આહારની ઊણપથી થતો રોગ. સિસિલી વિલિયમ્સ નામના નિષ્ણાતે 1933માં આફ્રિકાના ઘાના(ગોલ્ડ કોસ્ટ)માં આ રોગનું વર્ણન કર્યું. ક્વૉશિયોરકર શબ્દ ત્યાંની ‘ગા’ ભાષામાંથી ઊતરી આવ્યો છે. પ્રથમ બાળક પછી બીજું અવતરવાનું હોય તે અગાઉ સ્તન્યપાન એકાએક બંધ કરવું પડે અથવા બંધ કરાવવામાં આવે તેનાથી થતા પ્રોટીનના…

વધુ વાંચો >

ક્ષય

ક્ષય (tuberculosis) : માયકોબૅક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલોસિસ નામના જીવાણુ(bacteria) થી થતો લાંબા ગાળાનો ચેપી રોગ. આયુર્વેદમાં ક્ષયરોગનો ઉલ્લેખ ચરકનિદાન, ચરકચિકિત્સા, સુશ્રુતસંહિતા જેવા ગ્રંથોમાં કરવામાં આવેલ છે. ક્ષયરોગ આખા વિશ્વમાં બધે જ થાય છે. ઇજિપ્તના પિરામિડોમાં હાડકાંનો ક્ષય દર્શાવતાં પાત્રોનો ઉલ્લેખ છે. આયુર્વેદમાં આ રોગને રાજયક્ષ્મા તરીકે ઓળખાવ્યો છે કારણ કે ગ્રહોનો રાજા…

વધુ વાંચો >

ક્ષય, આંતરડાનો

ક્ષય, આંતરડાનો : આંતરડામાં ક્ષયનો રોગ થવો તે. બિનપાસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એમ. બોવાઇન જીવાણુનું વાહક છે અને તેના વ્યાપક ઉપયોગને લીધે પહેલાં આંતરડાનો ક્ષય વધુ જોવા મળતો હતો. અત્યારે પણ આંતરડામાં જ પ્રાથમિક ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓ હોય છે. તેમનામાં કયા માર્ગે જીવાણુ પ્રવેશ્યા હશે તે નિશ્ચિત કરી શકાયું નથી.…

વધુ વાંચો >

ક્ષય, જવગંડિકાકારી

ક્ષય, જવગંડિકાકારી (miliary tuberculosis) : શરીરમાં વ્યાપક રૂપે બાજરી કે જવના નાના નાના દાણા જેવી નાની નાની ગંડિકારૂપે ફેલાતો ક્ષયનો રોગ થવો તે. એક્સ-રે-ચિત્રણમાં ફેફસાંમાં જવના દાણા જેવા નાના નાના અને લગભગ એકસરખા ડાઘા જોવા મળે છે. તે ઉગ્રસ્વરૂપે અથવા ધીમે ધીમે લાંબા ગાળા સુધી વિકસતા રોગ રૂપે જોવા મળે…

વધુ વાંચો >

ક્ષયનિદાન-કસોટી

ક્ષયનિદાન-કસોટી (tuberculin test, Mantoux test) : ક્ષયના જીવાણુનો ચેપ લાગ્યો છે કે નહિ તે દર્શાવતી કસોટી; પરંતુ તેના વડે ક્ષયનો રોગ સક્રિય છે કે નહિ તે જાણી શકાતું નથી. તેને ફ્રેન્ચ તબીબ માન્તૂએ શોધી હતી. શરીરમાં ક્ષયના જીવાણુ પ્રવેશે એટલે કોષીય પ્રતિરક્ષા (cellular immunity) ઉત્તેજિત થાય છે. તેને કારણે મોડેથી…

વધુ વાંચો >

ક્ષય, પરિફેફસી

ક્ષય, પરિફેફસી (pleural) : ફેફસાંની આસપાસના આવરણમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાંની આસપાસ બે પડવાળું પરિફેફસીકલા (pleura) નામનું આવરણ છે. તેનાં બંને પડ વચ્ચેની જગ્યા(અવકાશ)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. પરિફેફસી ક્ષય હંમેશાં ફેફસાંના ક્ષય રોગની સાથે જોવા મળે છે. પરિફેફસીકલાની નીચે ફેફસાંમાં ક્ષયની લઘુગંડિકા (tubercle) થાય છે. તેનો…

વધુ વાંચો >

ક્ષય, પરિહૃદ્

ક્ષય, પરિહૃદ્ (pericardial) : હૃદયની આસપાસના આવરણમાં થતો ક્ષયનો રોગ. હૃદયની આસપાસ બે પડવાળું પરિહૃદ્-કલા (pericardium) નામનું આવરણ છે, તેમાં પરિહૃદગુહા (pericardial cavity) નામની જગ્યા આવેલી છે. તેના ચેપજન્ય શોથ(inflammation)ને પરિહૃદ્-કલાશોથ (pericarditis) કહે છે અને તેમાં પ્રવાહી ભરાવાની ક્રિયાને પરિહૃદ્-નિ:સરણ (pericardial effusion) કહે છે. હૃદયની નજીકની કોઈ ક્ષયગ્રસ્ત લસિકાગ્રંથિ (lymph…

વધુ વાંચો >

ક્ષય, પેટનો

ક્ષય, પેટનો : પેટના પોલાણ (પરિતનગુહા, peritoneal cavity)માં ક્ષયનો રોગ થવો તે. તે લોહી દ્વારા, આંતરડા કે આંત્રપટ(mesentry)માંની રોગગ્રસ્ત લસિકાગ્રંથિ(lymph node)માંથી ફેલાઈને પરિતનગુહામાં ફેલાય છે. પરિતનગુહાની અંદરની દીવાલ રૂપે પરિતનકલા (peritonium) છે. પરિતનકલાના ચેપજન્ય વિકારને પરિતનકલાશોથ (peritonitis) કહે છે અને તેના પોલાણમાં પ્રવાહી ભરાય તો તેને જળોદર (ascites) કહે છે.…

વધુ વાંચો >

ક્ષયપ્રતિરક્ષક રસી

ક્ષયપ્રતિરક્ષક રસી (BCG) : ક્ષયના જીવાણુ(bacteria)ના ચેપ સામે રક્ષણ આપવા માટે વપરાતી રસી. તે માયકોબૅક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલૉસિસ બોવાઇન નામના, પશુઓમાં ક્ષય કરતા મંદરોગકારિતાવાળા  અથવા અલ્પબલિષ્ઠકૃત (attenuated) Calmette-Guerin ઉપપ્રકાર(strain)ના જીવાણુમાંથી બનાવાય છે BCGને આલ્બર્ટ કાલ્મેટ અને કેનિલી ગ્વેરિન 1921માં શોધ્યું હતું અને તેથી તે તેમના નામ પરથી Bacille Calmette-Guerin (BCG)ની સંજ્ઞા વડે…

વધુ વાંચો >

ક્ષય, મગજ અને તેનાં આવરણોનો

ક્ષય, મગજ અને તેનાં આવરણોનો : મગજના આવરણના ચેપજન્ય વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. ક્યારેક ક્ષયના રોગને કારણે મગજમાં ગાંઠ થાય છે. બાળકોમાં ક્ષયના પ્રાથમિક ચેપ પછી મૅનિન્જાઇટિસ થઈ જવાનો ભય રહેલો છે. તેનું પ્રમાણ 1/1000 દર્દીઓ છે અને તેમાં મૃત્યુદર ઘણો ઊંચો છે. સામાન્ય રીતે ક્ષયના પ્રાથમિક ચેપ પછી…

વધુ વાંચો >