શિક્ષણ
સિએમલે, ડેવિડ આર.
સિએમલે, ડેવિડ આર. (જ. 22 જાન્યુઆરી 1953, મુતરાપુર, આસામ ) : ઉત્તર-પૂર્વ ભારતના ઇતિહાસ અને શિક્ષણજગતમાં વિશેષ યોગદાન આપનારા ભારતના જાણીતા ઇતિહાસકાર અને શિક્ષણવિદ. જેમને 2025માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમણે શિલોંગ સ્થિત સેંટ એડમંડ કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1976માં એમ.એ. અને 1980માં એમ.ફીલ પૂરું કર્યું. પછી 1985માં…
વધુ વાંચો >સુલિવન ઍન.
સુલિવન, ઍન. (જ. 1866, ફીડિંગ, હિબ્સ, મૅસેચ્યૂસેટ્સ, અમેરિકા; અ. 1936) : અમેરિકાનાં અંધજનો માટેનાં અંધ-શિક્ષિકા. ખાસ કરીને તેઓ હેલન કૅલરનાં શિક્ષિકા તરીકે બહુ જાણીતાં થયાં. બાળપણમાં તાવના પરિણામે તેઓ લગભગ અંધ બની ગયાં હતાં. તેમણે મૅસેચ્યૂસેટ્સમાં વૉલધૅમ ખાતે આવેલા પાર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં શિક્ષણ લીધું હતું. નવાં દાખલ કરાયેલાં 7 વર્ષનાં હેલન…
વધુ વાંચો >સૈનિક શાળા બાલાચડી
સૈનિક શાળા બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…
વધુ વાંચો >સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : ગુજરાતની સંલગ્ન કૉલેજ પ્રથા પર આધારિત એક યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના 23 મે, 1967ના રોજ થયેલી. રાજકોટ શહેરની પશ્ચિમે રૈયા અને મુંજકા ગામ વચ્ચેના ઉચ્ચ ભૂમિપ્રદેશમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્ષેત્રફળ 410 એકર હતું, જેમાંથી 50 એકર જમીન મેડિકલ કૉલેજ માટે અપાતાં હાલમાં (ઈ. સ. 2008માં) 360 એકર…
વધુ વાંચો >સ્ત્રીશિક્ષણ
સ્ત્રીશિક્ષણ : સ્ત્રીઓમાં શાલેય અથવા ઔપચારિક શિક્ષણનો વ્યાપ. ભારતીય સમાજના વિકાસને અવરોધતી વિવિધ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા સ્ત્રીશિક્ષણ અંગેની છે. છેલ્લી વસ્તીગણતરીના આંકડાઓ અનુસાર વર્ષ 2001માં ભારતમાં સ્ત્રીસાક્ષરતાનો દર 54.16 % હતો. આઝાદીનાં 60 વર્ષ પછી પણ ભારતમાં 23 કરોડ સ્ત્રીઓ નિરક્ષર છે. હજુ પણ પછાત જ્ઞાતિઓની સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ…
વધુ વાંચો >હરકુંવર શેઠાણી
હરકુંવર શેઠાણી (જ. 1820, ઘોઘા, જિ. ભાવનગર; અ. 5 ઑક્ટોબર 1876, અમદાવાદ) : ગુજરાતનાં પ્રથમ મહિલા કેળવણીકાર, સ્ત્રી-ઉત્કર્ષનાં હિમાયતી અને સમાજસુધારક. તેઓ ગુજરાતના સમાજસુધારાની પ્રથમ પેઢીનાં પ્રતિનિધિ હતાં. ભાવનગર પાસેના ઘોઘા બંદરમાં એક ગરીબ જૈન કુટુંબમાં જન્મેલાં હરકુંવર શાળામાં માત્ર બેત્રણ ધોરણો સુધી જ ભણ્યાં હતાં. આમ છતાં તેઓ સંસ્કારસંપન્ન…
વધુ વાંચો >હાર્વર્ડ યુનિવર્સિટી
હાર્વર્ડ યુનિવર્સિટી : અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે 10 ઑક્ટોબર, 1636માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન…
વધુ વાંચો >હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી : ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે સ્થાપવામાં આવેલી યુનિવર્સિટી. મૂળ નામ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી; પરંતુ વર્ષ 2003માં તેને ‘હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી’ એવું નવું નામ આપવામાં આવ્યું. ગુજરાત સરકારે રાજ્યમાં ઉચ્ચશિક્ષણના વિકાસની સમીક્ષા તેમજ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્ર અને સુચારુ આયોજન માટે પ્રો. વી. વી. જ્હૉનના અધ્યક્ષપદે એપ્રિલ,…
વધુ વાંચો >હોપ ઍલેક ડેરવેન્ટ
હોપ, ઍલેક ડેરવેન્ટ (જ. 21 જુલાઈ 1907, કૂમા, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 13 જુલાઈ 2000, કૅનબેરા) : ઑસ્ટ્રેલિયન કવિ અને નિબંધકાર. પ્રાથમિક શિક્ષણ કૂમા અને તાસ્માનિયામાં. ફોર્ટ સ્ટ્રીટ બોઇઝ હાઈસ્કૂલ, સિડની યુનિવર્સિટી અને પાછળથી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધેલું. 24 વર્ષની ઉંમરે વતન પરત થયેલા. થોડો વખત કામધંધા વગર ગાળ્યા…
વધુ વાંચો >