વ્રિજવિહારી દીનાનાથ દવે

છીછરા જળનિક્ષેપ

છીછરા જળનિક્ષેપ : દરિયાઈ નિક્ષેપનો એક પ્રકાર. ઓટ સમયની સમુદ્રજળસપાટીથી માંડીને ખંડીય છાજલીના છેડાના ભાગ સુધીના સમુદ્રતળ વિસ્તારમાં એકઠા થતા નિક્ષેપને છીછરા જળનિક્ષેપ તરીકે ઓળખાવી શકાય. આ પ્રકારના નિક્ષેપમાં રેતી, કાદવ જેવાં દ્રવ્યો તેમજ પરવાળાંની કણિકાઓ હોય છે. કેટલીક વખતે તેમાં પ્રાણી-વનસ્પતિના અવશેષો પણ હોઈ શકે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

જમીન

જમીન : ભૂસ્તરીય ર્દષ્ટિએ પૃથ્વીની ભૂમિસપાટીને આવરી લેતું સૌથી ઉપરનું અમુક મિમી.થી અમુક મીટરની જાડાઈવાળું નરમ, છૂટું, ખવાણ પામેલું પડ. જમીનશાસ્ત્રીઓના ર્દષ્ટિકોણથી જોતાં જમીન એટલે ભૂપૃષ્ઠનું સૌથી ઉપરનું આવરણ, જે ભૌતિક, પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોની વિવિધ અસર હેઠળ રહી, વખતોવખત ફેરફારોને ગ્રાહ્ય બનતું રહે છે અને મૂળધારક વનસ્પતિને નિભાવે…

વધુ વાંચો >

જિપ્સમ પ્લેટ

જિપ્સમ પ્લેટ : જિપ્સમ પ્લેટને ચિરોડી છેદિકા જેવા નામથી ઓળખાવી શકાય. જિપ્સમ પ્લેટની રચના માટે તદ્દન શુદ્ધ ચિરોડી કે સેલેનાઇટ પસંદ કરવામાં આવે છે. તેનો આડછેદ એવી રીતે કાપીને ઉપયોગમાં લેવામાં આવ્યો હોય છે કે માઇક્રોસ્કોપના ક્રૉસ્ડ નિકોલ્સ વચ્ચેની ગોઠવણીમાં મૂકતાં તે પ્રથમ ક્રમનો લાલ ધ્રુવીભૂત રંગ દર્શાવે છે. જોકે…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

ડેક્કન ટ્રૅપરચના

ડેક્કન ટ્રૅપરચના (Deccan trap system) : મુખ્યત્વે લાવાથી તેમજ તેની સાથે સંકળાયેલા જ્વાળામુખીજન્ય ખડકટુકડાઓથી બનેલી નોંધપાત્ર જાડાઈવાળી ખડકરચના. ભારતમાં  જોવા મળતી જુદા જુદા ભૂસ્તરીય કાળની ખડકરચનાઓ પૈકીની આ એક એવી વિશિષ્ટ ખડકરચના છે કે જે ક્રિટેશિયસ કાળના અંતિમ ચરણમાં તેમજ બાઘ અને લેમેટા સ્તરોની નિક્ષેપક્રિયા પછીથી દ્વીપકલ્પીય ભારતના ઘણા મોટા…

વધુ વાંચો >

ઢાલશંકુ

ઢાલશંકુ (shield cone) : જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુઆકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત…

વધુ વાંચો >

દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ

દક્ષિણ એશિયાઈ જ્વાળામુખીઓ : બંગાળના ઉપસાગર, મ્યાનમાર અને પાકિસ્તાનમાં આવેલા જ્વાળામુખીઓ. ભારતીય ઉપખંડના મુખ્ય ભૂમિભાગમાં કોઈ ક્રિયાશીલ જ્વાળામુખી આવેલા નથી. મલાયા શાખાના ક્રિયાશીલ જ્વાળામુખી – સુંદા હારમાળા – ને જો ઉત્તર તરફ લંબાવવામાં આવે તો આ વિસ્તારના થોડા સુપ્ત અથવા મૃત જ્વાળામુખી સાથે જોડાઈ જાય. આંદામાન ટાપુઓની પૂર્વમાં 12° 15´…

વધુ વાંચો >

દાબવિકૃતિ

દાબવિકૃતિ : ખડકવિકૃતિનો એક પ્રકાર. તેમાં દાબ એક મુખ્ય પરિબળ તરીકે કાર્ય કરે છે. દાબવિકૃતિમાં તાપમાનનો વધારો બિનગણનાપાત્ર હોય છે. આ પ્રકારની ખડકવિકૃતિમાં મુખ્ય પરિબળ તરીકે કામ કરતું દાબનું પરિબળ ભૂસંચલનક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે, પરિણામે દાબવિકૃતિ ધસારા સપાટીઓ તેમજ વિરૂપક વિભાગો પર ઉદભવે છે. આ વિકૃતિપ્રકાર સંસર્ગ-વિકૃતિ-વલયના વિક્ષેપિત વિસ્તારોમાં…

વધુ વાંચો >

દાબવિદ્યુત અસર

દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા…

વધુ વાંચો >

દ્રવિડસમૂહ

દ્રવિડસમૂહ (Dravidian group) : વિંધ્ય રચના કરતાં નવીન વયની અને કૅમ્બ્રિયનથી નિમ્ન-મધ્ય કાર્બોનિફેરસ સમયગાળાને આવરી લેતી ખડકરચનાઓનો સમૂહ. ભારતમાં મળી આવતી વિવિધ ભૂસ્ત્તરીય યુગની ખડકરચનાઓને ભારતીય સ્તરરચનાત્મક પ્રણાલી મુજબ નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલી છે : દ્રવિડ કાળ દરમિયાન ભારતની પ્રાકૃતિક-ભૌગોલિક પરિસ્થિતિમાં મહત્વનાં પરિવર્તનો થયેલાં તેમજ ભૂસંચલનને કારણે …

વધુ વાંચો >