વિ. પ્ર. ત્રિવેદી

એબરક્રૉમ્બી, લાસેલ્સ

એબરક્રૉમ્બી, લાસેલ્સ (જ. 9 જાન્યુઆરી 1881, ઍસ્ટન અપોન મરસી, ચેશાયર; અ. 27 ઑક્ટોબર 1938, લંડન) : અંગ્રેજ કવિ, વિવેચક અને પત્રકાર. પિતા શેરદલાલ. શિક્ષણ : મૅલવર્ન કૉલેજ, વૉર્સેસ્ટરશાયર અને ઑવેન્સ કૉલેજ, માંચેસ્ટર તથા વિક્ટોરિયા યુનિવર્સિટી, માંચેસ્ટર. પત્રકાર તરીકે શરૂઆતમાં અને પાછળથી લિવરપુલ યુનિવર્સિટી (1919–22), લીડ્ઝ યુનિવર્સિટી (1922–29), લંડન યુનિવર્સિટી (1929–35)…

વધુ વાંચો >

ઍબી થિયેટર

ઍબી થિયેટર : આયર્લૅન્ડમાં ડબલિનની ખૂબ જાણીતી રંગભૂમિ અને આયરિશ નાટ્યપ્રવૃત્તિનું કેન્દ્ર. આઇરિશ નૅશનલ થિયેટર સોસાયટી લિ. લોકોમાં ઍબી થિયેટર તરીકે જાણીતી છે. સુપ્રસિદ્ધ આયરિશ કવિ ડબ્લ્યૂ. બી. યેટ્સ અને ઑગસ્ટા ગ્રેગરીએ 1899માં એની સ્થાપના કરી હતી. જાનપદી નાટ્યવસ્તુને કાવ્યાત્મક રીતે રજૂ કરવાના ઉદ્દેશથી સ્થાનિક નટો માટે એની સ્થાપના કરવામાં…

વધુ વાંચો >

એમર્સન, રાલ્ફ વાલ્ડો

એમર્સન, રાલ્ફ વાલ્ડો (જ. 25 મે 1803, બૉસ્ટન; અ. 27 એપ્રિલ 1882, કૉન્કોર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નિબંધકાર, ચિંતક અને કવિ. પિતા ફર્સ્ટ ચર્ચ ઑવ્ બૉસ્ટનના યુનિટેરિયન પાદરી હતા. તેમની સાત પેઢીઓથી કોઈ ને કોઈ નબીરા પાદરી બનતા હતા. એમર્સન અનુભવાતીત જ્ઞાનની ચળવળના પ્રમુખ નેતા હતા. રાલ્ફ કડવર્થ, રૉબર્ટ લિટન,…

વધુ વાંચો >

એમ્પસન, વિલિયમ (સર)

એમ્પસન, વિલિયમ (સર) (જ. 27 સપ્ટેમ્બર 1906, હાઉડન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 15 એપ્રિલ 1984, લંડન) : બ્રિટિશ કવિ અને વિવેચક. વીસમી સદીના અંગ્રેજી વિવેચનસાહિત્ય પર તેમનો પ્રભાવ વિશિષ્ટ ગણાય છે. તેમનું કાવ્યસર્જન બુદ્ધિગમ્ય અને તત્વમીમાંસાથી ભરપૂર છે. કેંબ્રિજની વિંચેસ્ટર કૉલેજ અને મૅગ્ડેલીન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર અને અંગ્રેજી…

વધુ વાંચો >

એલ્ફ્રીદ, જેલિનેક

એલ્ફ્રીદ, જેલિનેક (Elfriede, Jelinek) (જ. 20 ઑક્ટોબર, 1946, મંર્ઝુશ્ચલાગ, સ્ટિરિયા, ઑસ્ટ્રિયા) : 2004ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારનાં વિજેતા ઑસ્ટ્રિયન મહિલા નાટ્યકાર અને નવલકથાકાર. જર્મન વાચકોમાં તેઓ વિશેષ જાણીતાં છે. નોબેલ પુરસ્કાર મેળવનાર દસ સન્નારીઓમાં તેમનું નામ ગણાય છે. ‘ધ પિયાનો ટીચર’ (1988) નામના ચિત્રપટે તેમને જગમશહૂર બનાવ્યાં. નવલકથા અને નાટકમાં…

વધુ વાંચો >

ઓઈ, કેન્ઝબુરો

ઓઈ, કેન્ઝબુરો (જ. 31 જાન્યુઆરી 1935, એહીમે, શિકોકૂ, જાપાન; અ. 3 માર્ચ 2023 જાપાન) : જાપાનના નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક અને નિબંધકાર. 1994નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક, બીજા વિશ્વયુદ્ધ પછીની પેઢીઓમાં દૃઢ થયેલા નિર્ભ્રાંત અને બળવાખોર મિજાજને શબ્દસ્થ કરવા માટે તેમને એનાયત કરવામાં આવ્યું હતુ. પિતા શ્રીમંત જમીનદાર. વિશ્વયુદ્ધ બાદ…

વધુ વાંચો >

ઓડ

ઓડ : સુદીર્ઘ પ્રકારનું અંગ્રેજી ઊર્મિકાવ્ય. મૂળ ગ્રીક શબ્દ oideનો અર્થ થાય છે ગાવું. પ્રાચીન ગ્રીસની નાટ્યભજવણીમાં કોરસ દ્વારા ઓડ ગવાતાં અને ગાવાની સાથોસાથ કોરસ નર્તન પણ કરતું. અનુરૂપ ભાવછટા તથા લયનું નર્તનશૈલીમાંથી અનુસરણ થતું હોવાથી તેનાં છંદ તથા પંક્તિની રચના સંકુલ બન્યાં છે. નર્તનશૈલીના આધારે તેમાં ત્રણ ઘટક હતા…

વધુ વાંચો >

ઑથેલો (1604)

ઑથેલો (1604) : શેક્સપિયરરચિત ચાર મહાન ટ્રેજેડી પૈકીની એક. 1602 અને 1604 વચ્ચે રચાયેલું અને 1604માં રાજા જેમ્સ પહેલાની હાજરીમાં રાઇટ હૉલમાં ભજવાયેલું. ઇટાલિયન લેખક ગિરાલ્ડો સિન્થિયોની વાર્તા ‘હેક્ટોમિથિ’(1556)ના ફ્રેંચ અનુવાદ (1584) પર તેનું વસ્તુ આધારિત છે. પરંતુ અનુચિત સંદેહના, અપ્રચલિત વિષયબીજને હૃદયસ્પર્શી કારુણ્યપૂર્વક બહેલાવવામાં શેક્સપિયરે સર્જકતાનો સ્વકીય ઉન્મેષ દાખવ્યો…

વધુ વાંચો >

ઓરુ દેશાથિન્તે તેયા

ઓરુ દેશાથિન્તે તેયા (1972) : એસ. કે. પોટ્ટેક્કાટ લિખિત મલયાળમ નવલકથા. આ નવલકથાને કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ(1972)થી નવાજવામાં આવેલ. કાલીકટ નજીકના અથિરાનિપ્પદમ્ નામના પરગણાના ત્રણ દશકા સુધીના સમયગાળાના શ્રમજીવીઓના જીવનનો ચિતાર આપતી આ કથા છે. અહીં મહાનગરની હરણફાળમાં એક ગ્રામીણ વસ્તી હતી-ન-હતી થઈ જાય છે.…

વધુ વાંચો >

ઓવિડ

ઓવિડ (જ. 20 માર્ચ ઈ. પૂ. 43, સલ્મો, ઇટાલી; ઈ. સ. 17, ટોમિસ મોશિયા) : સમર્થ રોમન કવિ. રોમન સંસ્કૃતિના ઉત્કર્ષકાળ સમા ઑગસ્ટસના શાસનકાળ દરમિયાન સાહિત્યની સમૃદ્ધ પરિપાટીનું નિર્માણ કરનાર વર્જિલ, હોરેસ અને ઓવિડ – એ ત્રણ મહાન પ્રશિષ્ટ કવિજનો – તેમાંના એક. આખું નામ પુબ્લિયસ ઓવિડિયસ નાસો. રોમના સમ્પન્ન…

વધુ વાંચો >