વિ. પ્ર. ત્રિવેદી

સિંહાલી ભાષા અને સાહિત્ય

સિંહાલી ભાષા અને સાહિત્ય : ઇન્ડો-આર્યન ભાષાકુળની, શ્રીલંકા(પહેલાં સિલોન)માં બોલાતી ભાષા. અંગ્રેજીમાં Sinhalese કે Singhalese કે Cingalese તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાંથી આશરે ઈ. પૂ. પાંચમી સદીમાં તે શ્રીલંકામાં દાખલ થયેલી. ભારતના મુખ્ય ભાગથી તેનો સંબંધ તૂટી જતાં સિંહાલી ભાષાનો વિકાસ પોતાની આગવી રીતે થયો હતો. જોકે તેના પર પાલી…

વધુ વાંચો >

સુકુમાર રમણ

સુકુમાર, રમણ (જ. 3 એપ્રિલ 1955, ચેન્નાઈ, ભારત) : પર્યાવરણ-વૈજ્ઞાનિક (ecologist), પ્રાણી-પ્રકૃતિના ચાહક અને નિષ્ણાત. હાથીઓ પરનાં પુસ્તકો અને લેખોથી જગવિખ્યાત વૈજ્ઞાનિક. ઉછેર ચેન્નાઈમાં. નાનપણથી તેમને ‘વનવાસી’(forest-dweller)ના હુલામણા નામથી સૌ ઓળખતા. આ નામ તેમનાં દાદીમાએ પાડેલું. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી પર્યાવરણની જાળવણી વિશે જાણકારી મેળવવાનું અને તે સંબંધી કામ કરવાનું…

વધુ વાંચો >

સુબોકી શોયો

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >

સૅક નેલી

સૅક નેલી (જ. 10 ડિસેમ્બર 1891, બર્લિન, જર્મની; અ. 12 મે 1970, સ્ટૉકહોમ, સ્વીડન) : જર્મન-યહૂદી કવયિત્રી અને નાટ્યકાર. પૂરું નામ નેલી લિયૉની સૅક. યહૂદી લેખક સૅમ્યુએલ યૉસેફ ઍગ્નોન સાથે 1966ના સાહિત્ય માટેના નોબેલ પ્રાઇઝનાં વિજેતા. તેમની ઉત્કૃષ્ટ, ઊર્મિસભર અને નાટ્યમય ચિત્તવેધક શૈલીએ ઇઝરાયલના પ્રારબ્ધને હૃદયદ્રાવક બાનીમાં વર્ણવ્યું છે. સેંકડો…

વધુ વાંચો >

સૅડિસ જ્યૉર્જ

સૅડિસ, જ્યૉર્જ (જ. 2 માર્ચ 1578, યૉર્ક, ઇંગ્લૅન્ડ; અ. ? માર્ચ 1664, બૉક્સ્લી, ઍબી, કૅન્ટ) : અંગ્રેજ પ્રવાસી, કવિ અને વસાહતી (colonist). ‘હિરોઇક કપ્લેટ’ નામના છંદમાં વૈવિધ્ય દાખવનાર પ્રયોગશીલ કવિ. ‘રિલેશન ઑવ્ અ જર્ની’(1615)માં મધ્યપૂર્વના દેશોના પ્રવાસની નોંધ છે. સત્તરમી સદીમાં આ પુસ્તકની નવ આવૃત્તિઓ થઈ હતી. 1621-1625ના સમય દરમિયાન…

વધુ વાંચો >

સેનેકા લુસિયસ ઍન્નિયસ (સેનેકા ધ યન્ગર)

સેનેકા, લુસિયસ ઍન્નિયસ (સેનેકા, ધ યન્ગર) (જ. આશરે 4 ઈ. પૂ., કોર્ડુબા, સ્પેન; અ. ઈ. સ. 65, રોમ) : રૉમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા અને નાટ્યકાર. ઈ. સ. પહેલી સદીના મધ્યાહનમાં સમર્થ બૌદ્ધિકવાદીઓમાંના એક. ઉપનામ સેનેકા, ધ યન્ગર. સમ્રાટ નીરોના રાજ્યકાલની શરૂઆતમાં તેમનો ભારે પ્રભાવ હતો. પિતા લુસિયસ ઍન્નિયસ સેનેકા(સેનેકા, ધ…

વધુ વાંચો >

સૅન્ડબર્ગ કાર્લ ઑગસ્ટ

સૅન્ડબર્ગ, કાર્લ ઑગસ્ટ (જ. 6 જાન્યુઆરી 1878, ગૅલ્સબર્ગ, ઇલિનૉઇ; અ. 22 જુલાઈ 1967, ફ્લૅટ રૉક, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકન કવિ, ઇતિહાસકાર, લોકસાહિત્યકાર, જીવનચરિત્રકાર. અબ્રાહમ લિંકનની 150મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે અમેરિકન કૉંગ્રેસના સંયુક્ત ગૃહોમાં વણચૂંટાયેલા સર્વપ્રથમ નાગરિક તરીકે કવિએ ઉદબોધન કરેલું. ગિટારની સાથે તેઓ તેમના સુમધુર કંઠે લોકગીતો ગાતા. તેમણે…

વધુ વાંચો >

સેલિંજર જેરૉમ ડેવિડ

સેલિંજર, જેરૉમ ડેવિડ (જ. 1 જાન્યુઆરી 1919, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. બીજા વિશ્વયુદ્ધ બાદ કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ખૂબ વંચાતા લેખક. તેમની નવલકથા ‘ધ કૅચર ઇન ધ રાઇ’(1951)ની વરસે દહાડે અઢી લાખ જેટલી પ્રતોનું વેચાણ થતું. લેખક્ધો મોટી નામના અપાવતી આ નવલકથા તથા તેમની ટૂંકી વાર્તાઓનાં લખાણોનો મધ્યવર્તી…

વધુ વાંચો >

સેંત બવ ચાર્લ્સ ઑગસ્તિન

સેંત બવ, ચાર્લ્સ ઑગસ્તિન (જ. 23 ડિસેમ્બર 1804, બોલોન, ફ્રાન્સ; અ. 13 ઑક્ટોબર 1869, પૅરિસ) : ફ્રેન્ચ સાહિત્યનો ઇતિહાસ લખનાર વિવેચક. રેનૅસાંથી 19મી સદીના ફ્રેન્ચ સાહિત્યની ઝીણામાં ઝીણી વિગતોને તેમણે પ્રમાણભૂત રીતે રજૂ કરી છે. ટેક્સ-અધીક્ષક પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. તેમનું શિક્ષણ પૅરિસમાં. દાક્તરી વિદ્યાનો અભ્યાસ અધૂરો…

વધુ વાંચો >

સૅંદ જ્યૉર્જ

સૅંદ, જ્યૉર્જ (જ. 1 જુલાઈ 1804, પૅરિસ; અ. 8 જૂન 1876, નૉહા, ફ્રાન્સ) : ફ્રેન્ચ મહિલા નવલકથાકાર, નાટ્યકાર, પ્રવાસકથાકાર, પત્રકાર, પત્રલેખક અને આત્મવૃત્તાંતલેખિકા. મૂળ નામ આમૅન્તાઇન – ઑરોર-લુસિલ દુપિન બૅરોનેસ દુદેવા. પિતા મુરાતના એઇદ-દ-કૅમ્પ હતા. માતા પૅરિસમાં છેલ્લામાં છેલ્લી ઢબના સ્ત્રીપરિધાનનાં નિષ્ણાત હતાં. જ્યૉર્જ માતા અને દાદી વચ્ચેના કલહનું નિમિત્ત…

વધુ વાંચો >