વિ. પ્ર. ત્રિવેદી
વિલોન, ફ્રાન્સ્વા
વિલોન, ફ્રાન્સ્વા (જ. 1431, પૅરિસ; અ. 1463 પછી) : ફ્રેન્ચ ઊર્મિકવિ. મૂળ નામ ફ્રાન્સ્વા દ મોન્તકોર્બિયર અથવા ફ્રાન્સ્વા દે લોગીસ. પિતાને વહેલી વયે ગુમાવ્યા. સેંત-બીનોઇત-લે-બીતોર્નના દેવળના પાદરી ગીલોમના શરણમાં ઉછેર. યુનિવર્સિટી ઑવ્ પૅરિસના દફતરની નોંધ મુજબ માર્ચ, 1449માં વિલોને સ્નાતકની ઉપાધિ અને માસ્ટર ઑવ્ આર્ટ્સની પદવી મે-ઑગસ્ટ, 1452માં મેળવેલી. 5…
વધુ વાંચો >વિશ્વર અન્ના (રૉમેર્સ ડોચ્ટર) Visscher Anna (Roemers dochter)
વિશ્વર, અન્ના (રૉમેર્સ ડોચ્ટર) Visscher, Anna (Roemers dochter) (જ. 22 ફેબ્રુઆરી 1583, ઍમસ્ટરડૅમ; અ. 6 ડિસેમ્બર 1651, આલ્કમાર, નેધરલૅન્ડ) : ડચ કવયિત્રી. રેનેસાંસ યુગના પંડિત પિતા રૉમર વિશ્વરની પુત્રી. અન્નાની બહેન મારિયા ટેસ્સેલસ્ચેડ પણ સાહિત્યક્ષેત્રે પ્રતિભાવંત નામ હતું. કૉન્સ્ટૅન્જિન હાઇજેન્ઝ અને પીટર કૉર્નેલિઝૂન હૂફ્ટ જેવા કવિઓએ અન્નાની કવિતાના મુક્તકંઠે વખાણ…
વધુ વાંચો >વીઝ, પીટર (અલરિય)
વીઝ, પીટર (અલરિય) (જ. 8 નવેમ્બર 1916, નોવાઉઝ, પૉસ્ટડોમ પાસે, જર્મની; અ. 10 મે 1982, સ્ટૉકહોમ) : જર્મન નાટ્યકાર અને નવલકથાકાર. 1960થી અમેરિકા અને યુરોપમાં તેમનાં નાટકોની બોલબાલા રહી છે. તેમના લખાણનો ઝોક સામ્યવાદ તરફી અને હંમેશાં સ્થાપિત ધર્મથી વિરુદ્ધ રહ્યો છે. યહૂદી પિતા કાપડ-ઉદ્યોગના જાણકાર હતા. પાછળથી ખ્રિસ્તી ધર્મ…
વધુ વાંચો >વુલ્ફ, વર્જિનિયા
વુલ્ફ, વર્જિનિયા (જ. 25 જાન્યુઆરી 1882, લંડન; અ. 28 માર્ચ 1941, રૉડમેલ, સસેક્સ) : અંગ્રેજ મહિલા નવલકથાકાર અને વિવેચક. આધુનિક નવલકથાનાં પુરસ્કર્તા. મૂળ નામ ઍડિલીન વર્જિનિયા સ્ટીફન. સર લેસલી સ્ટીફનનાં પુત્રી. ઘરમાં જ પિતાએ શિક્ષણ આપ્યું. બાવીસ વર્ષની ઉંમરે તેમણે પિતા ખોયા. બહેન વેનેસ્સા અને ભાઈઓ ઍડ્રિયન અને થૉબી સાથે…
વધુ વાંચો >વેઝ
વેઝ (જ. આશરે 1100, આઇલ ઑવ્ જર્સી; અ. આશરે 1174) : નૉર્મન કવિ. શરૂઆતનું શિક્ષણ કૅનમાં; કેટલાક વખત માટે પૅરિસમાં. વ્યાવસાયિક રીતે લૅટિનમાંથી નૉર્મન ભાષામાં અનુવાદો કરી કાવ્યક્ષેત્રે ઝુકાવ્યું. આ સાથે તેમની સ્વરચિત મૌલિક કાવ્યરચનાઓ પણ ધનાઢ્ય કુટુંબોમાં વંચાતી. તેમનાં કાવ્યોના ત્રણ ગ્રંથો ‘વી દ સેંત માર્ગરિત’, ‘કૉંસેપ્સન દ નૉસ્ત્રે …
વધુ વાંચો >વૅનકૂવર, જ્યૉર્જ
વૅનકૂવર, જ્યૉર્જ (જ. 22 જૂન 1757, કિંગ્ઝ લિન, નોર્ફૉક, ઇંગ્લૅન્ડ; અ. 10 મે 1798, રિચમંડ, સરી) : દરિયો ખેડનાર અંગ્રેજ નાવિક અને મોજણીદાર. ઉત્તર અમેરિકાના પૅસિફિક સમુદ્રકિનારાની અઘરી મનાતી મોજણી તેમણે કરેલી. કૅપ્ટન કૂકના દક્ષિણ ધ્રુવના બીજી વખતના કાફલામાં વૅનકૂવર જોડાયા હતા. ઍડમિરલ રૉડનીએ વેસ્ટ ઇન્ડીઝના લે સેંતના ટાપુ પર…
વધુ વાંચો >વૅન ડૉરેન, કાર્લ (ક્લિન્ટન)
વૅન ડૉરેન, કાર્લ (ક્લિન્ટન) (જ. 10 સપ્ટેમ્બર 1885, હોપ, ઇલિનોઇ, યુ.એસ.; અ. 18 જુલાઈ 1950, ટૉરિંગ્ટન, કનેક્ટિકટ) : અમેરિકન નવલકથાકાર, જીવનચરિત્રકાર, વિવેચક અને પ્રાધ્યાપક. ઉચ્ચશિક્ષણ કૉલંબિયા યુનિવર્સિટીમાં. ત્યાંથી 1911માં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1930 સુધી કૉલંબિયા યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. યુનિવર્સિટીમાં અમેરિકન સાહિત્યના અભ્યાસક્રમને યોગ્ય સ્થાન મળે…
વધુ વાંચો >વેબ્સ્ટર, જૉન
વેબ્સ્ટર, જૉન (જ. 1580 ?; અ. 1625 ?) : અંગ્રેજ નાટ્યકાર. શેક્સપિયરના સમકાલીન, એલિઝાબેથના સમયના, મહાન કરુણાંત નાટકોના સર્જક. તેમના જીવન વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. પિતા બગી બનાવનાર અને સ્મિથફિલ્ડમાં રહેતા હતા. પિતાનો વ્યવસાય પુત્રે પણ અપનાવેલો. તેમના સમયના માર્સ્ટનના ‘ધ માલકન્ટેન્ટ’ અને ડેકરના ‘ધ વેસ્ટવર્ડ હો’ નાટકોના લખાણમાં…
વધુ વાંચો >વેબ્સ્ટર, નૉઆહ્
વેબ્સ્ટર, નૉઆહ્ (જ. 16 ઑક્ટોબર 1758, વેસ્ટ હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 28 મે 1843, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : અમેરિકન કોશકાર. 16 વર્ષની ઉંમરે યૅલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો; પરંતુ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં ભાગ લેવા માટે થોડો સમય લશ્કરમાં સેવા આપી. 1778માં સ્નાતકની ઉપાધિ મેળવી. શાળામાં શિક્ષક બન્યા બાદ કારકુનની નોકરી પણ કરી. કાયદાશાસ્ત્રનો…
વધુ વાંચો >વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ
વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ (જ. 1937; અ. 1972) : રશિયન નાટ્યકાર. પોતાની પેઢીના સૌથી મહાન ગણાયેલા આ નાટ્યકારના પ્રભાવ તળે તેમના સમકાલીનો અને અનુગામીઓ આવેલા. સાઇબીરિયાના આ લેખકે ઉચ્ચશિક્ષણ ઇર્કૂત્સ્ક યુનિવર્સિટીમાં લીધું હતું. ત્યાંથી 1960માં તેમણે સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ‘અ ચેન ઑવ્ બીઇંગ’(1961)માં ટૂંકી વાર્તાઓ અને હાસ્યપ્રધાન રેખાંકનો છે. તેમણે…
વધુ વાંચો >