વિદ્યુત ઇજનેરી

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ

ડેબાય–હૂકેલ ઑનસૅગેર સમીકરણ : પ્રયુક્ત વીજક્ષેત્રની અસર હેઠળ પ્રબળ વિદ્યુતવિભાજ્યોનાં દ્રાવણોની વાહકતામાં સાંદ્રતા સાથે થતા ફેરફારને માત્રાત્મક રીતે સાંકળી લેતું સમીકરણ. વિદ્યુતવિભાજ્યની તુલ્યવાહકતા (equivalent conductivity) ∧ એ ધનાયન અને ઋણાયનની ગતિશીલતા (mobility) અનુક્રમે U+ અને U– તથા વિદ્યુતવિભાજ્યની  વિયોજનમાત્રા (degree of dissociation) α સાથે નીચે પ્રમાણે સંબંધ ધરાવે છે :…

વધુ વાંચો >

ડૉર-બેલ

ડૉર-બેલ : ઘરમાં પ્રવેશ ઇચ્છતી વ્યક્તિ દ્વાર ઉઘડાવવા ગૃહસ્થ કે ગૃહિણીને જે વગાડીને જાણ કરી શકે તેવી વિદ્યુત-ઘંટડી. તેમાં વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આવા બેલની રચનામાં એક વાટકી જેવી ઘંટડી, તેની સાથે અથડાઈને ધ્વનિ ઉત્પન્ન કરે તેવી નાનકડી હથોડી. આ હથોડીને જેની સાથે જડેલી હોય તેવી…

વધુ વાંચો >

ડ્રાયર

ડ્રાયર : ભીની વસ્તુને સૂકવવા માટેનું ઉપકરણ. તેમાં વસ્તુને ગરમ કરવા માટે વાયુ, ગરમ પ્રવાહી, વિદ્યુત અથવા ઉષ્માવિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાયરનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે છે. (1) વાળ સૂકવવા માટેનું ‘હૅરડ્રાયર’ અને  (2) વૉશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે વપરાતું ડ્રાયર એ બે મુખ્ય ઘરગથ્થુ ડ્રાયર…

વધુ વાંચો >

ડ્રિલ

ડ્રિલ : દાગીનામાં છિદ્ર પાડવા માટેનું એક યાંત્રિક  ઓજાર. છિદ્ર પાડવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે; તે ડ્રિલિંગ યંત્ર ઉપર થાય છે. દાગીનાના પ્રકારને ધ્યાનમાં લઈ લેથ ઉપર પણ તે ક્રિયા થાય છે. પદાર્થ કે દાગીના ઉપર અવલંબિત, ડ્રિલનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે : (1) કાર્બન સ્ટીલ ડ્રિલ, હાઈસ્પીડ…

વધુ વાંચો >

તાપવિદ્યુત-યુગ્મ

તાપવિદ્યુત-યુગ્મ (thermoelectric couple) : ખગોલીય પિંડ(celestial objects)માંથી ઉત્સર્જિત થતી ઉષ્માના માપન માટે વપરાતું અત્યંત સંવેદનશીલ ઉપકરણ. તેમાં પ્લૅટિનમ અને બિસ્મથ જેવી ધાતુના નાના વાહકના સંગમસ્થાન(junction)નો ઉપયોગ થાય છે. આ રીતે રચાતા પરિપથ સાથે સંવેદી ગૅલ્વેનોમીટર જોડવામાં આવે છે. મોટા પરાવર્તકના કેન્દ્ર પર તાપવિદ્યુત-યુગ્મને મૂકવામાં આવે છે. તારા કે અન્ય પદાર્થમાંથી…

વધુ વાંચો >

તાપાયનિક પ્રયુક્તિઓ

તાપાયનિક પ્રયુક્તિઓ (thermionic devices) : તાપાયનિક ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા ઉષ્માનું સીધેસીધું વિદ્યુતમાં રૂપાંતર કરવાની પ્રયુક્તિ. આવી પ્રયુક્તિનો કોઈ પણ ઘટક ગતિ કરતો નથી. શૂન્યાવકાશ પ્રણાલીમાં રાખેલા વિદ્યુતવાહકને ગરમ કરવાથી તેની સપાટીમાંથી ઇલેક્ટ્રૉન ઉત્સર્જિત થવાની ઘટનાને તાપાયનિક ઉત્સર્જન કહે છે. ઇલેક્ટ્રૉન ટ્યૂબના કૅથોડ તરીકે તાપાયનિક ઉત્સર્જક (emitters)નો ઉપયોગ થાય છે. આમ,…

વધુ વાંચો >

તારસંચાર

તારસંચાર (telegraphy) : બે અથવા વધુ ભૂમિમથકો વચ્ચે સંદેશા કે માહિતીનું આદાનપ્રદાન કરવાની એક એવી પદ્ધતિ કે જેમાં વિદ્યુતીય આવેગો (impulses) રૂપે સંકેતો  (signals) મોકલવામાં અને મેળવવામાં આવે છે. ‘‘Telegraphy’’ શબ્દનો અર્થ ‘‘far-off writing’’ થાય છે. દૂરસંચાર (telecommunications) તરીકે ઓળખાતી વ્યાપક પદ્ધતિઓ પૈકીની આ એક સરળ પદ્ધતિ છે. 1838માં સેમ્યુઅલ…

વધુ વાંચો >

દાબવિદ્યુત અસર

દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા…

વધુ વાંચો >

દોલકો

દોલકો : ઊર્જારૂપાંતરણ માટેની એક પ્રયુક્તિ. આવી પ્રયુક્તિ દ્વારા ડી.સી. સ્રોતમાંથી વિદ્યુતશક્તિ મેળવાય છે અને તેનું વિદ્યુત-દોલનોમાં રૂપાંતર થાય છે. આ રીતે પેદા થતાં દોલનો વિવિધ આવૃત્તિઓ, તરંગ સ્વરૂપ અને શક્તિ-સ્તર ધરાવતા એ.સી. પ્રવાહ છે. દોલકપરિપથ સાકાર કરવા માટે શૂન્યાવકાશ કરેલી નળીઓ, ટ્રાન્ઝિસ્ટર અને સંકલિત પરિપથ (integrated circuit) જેવા વિવિધ…

વધુ વાંચો >

ધુવારણ

ધુવારણ : ગુજરાતમાં ખેડા જિલ્લાના ખંભાત તાલુકાનું, વિદ્યુતમથકને કારણે જાણીતું બનેલું ગામ. સ્થાન : 22° 14´ ઉ. અ. અને 72° 46´ પૂ. રે.. તે મહી નદીના મુખ ઉપર ખંભાતના અખાતના કિનારે ખંભાતથી અગ્નિકોણમાં 15 કિમી. અંતરે અને વાસદ-કઠાણા સ્ટેશનથી 9 કિમી. અંતરે આવેલું છે. વિદ્યુતમથકનો કચરો નદી મારફત સમુદ્રમાં સહેલાઈથી…

વધુ વાંચો >