વાતાવરણશાસ્ત્ર
બોફૉર્ટ માપક્રમ
બોફૉર્ટ માપક્રમ (Beaufort scale) : ભૂમિ અને સમુદ્ર પરના હવામાનની આગાહી માટે, સમુદ્રની સપાટી પરથી વાતા પવન અંગે માહિતી આપતો માપક્રમ. પહેલાંના સમયમાં એ માટે કોઈ વ્યવસ્થિત પદ્ધતિ નહોતી. 1838માં બ્રિટિશ નૌસેનાના અધિકારી ફ્રાંસિસ બોફૉર્ટે પવનનું બળ નક્કી કરવા માટે ભૂમિ અને સમુદ્ર પર પવનના સંઘાત(impact)થી થતી અસરો ઉપર આધારિત…
વધુ વાંચો >ભેજ
ભેજ (humidity) : વાતાવરણમાં પાણીના બાષ્પની સાંદ્રતા. વાતાવરણનો ભેજ વાતાવરણમાં રહેલ જલબાષ્પ સાથે સંબંધ ધરાવે છે. વાતાવરણમાં જલબાષ્પનું પ્રમાણ અત્યંત પરિવર્તનીય હોય છે. અને હવામાનની જુદી જુદી પરિસ્થિતિ માટે તે કારણભૂત હોય છે. સૂર્ય અને પૃથ્વી દ્વારા ઉત્સર્જિત થતા ઉષ્માકીય પાર-રક્ત વિકિરણ- (thermal infra-red radiation)નું શોષણ કરીને જલબાષ્પ હવાનું તાપમાન…
વધુ વાંચો >ભેજમાપકો
ભેજમાપકો (hygrometers) : હવામાં રહેલા ભેજનું પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. હવામાં રહેલી વરાળ કે પાણીની બાષ્પને ભેજ (humidity) કહે છે. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર-મહાસાગરોમાંથી કે ભૂમિ પરના જળ-જથ્થાઓમાંથી બાષ્પીભવન થવાને કારણે અથવા વનસ્પતિમાંથી પાણીનું બાષ્પ-નિષ્કાસન થવાને કારણે હવામાં ભેજ ઉમેરાતો રહે છે. અમુક તાપમાને હવામાં રહેલી પાણીની…
વધુ વાંચો >મધ્યાવરણ
મધ્યાવરણ (Mesosphere) : પૃથ્વીના ઉચ્ચ વાતાવરણમાં 50થી 85 કિમી. ઊંચાઈ વચ્ચેનો સ્તર, જેની શરૂઆત સ્ટ્રૅટોસ્ફિયરની ટોચ પરના સ્ટ્રૅટોપોઝથી થાય છે. મધ્યાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઝડપથી ઘટે છે અને તેની ટોચ ઉપરના મેસોપોઝ સ્તરમાં તાપમાન –90° સે. થાય છે, જે ઉચ્ચ વાતાવરણનો સૌથી ઠંડો સ્તર છે. મધ્યાવરણમાં હવાનું દબાણ ઘણું ઓછું…
વધુ વાંચો >મહાતરંગ
મહાતરંગ (storm surge) : ચક્રવાત (વાવાઝોડાં) જેવા સમુદ્રી તોફાન દરમિયાન પવનના જોર અને વાતાવરણના ઓછા દબાણને કારણે સમુદ્રની સામાન્ય સપાટીમાં પેદા થતો વધારો. જો આ ઘટના સમુદ્રની ભરતીના સમયે થાય તો મહાતરંગ વધારે ઊંચા અને વિનાશક થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા મોટા ચક્રવાતી તોફાન દરમિયાન વાતાવરણના ઓછા દબાણને કારણે…
વધુ વાંચો >રોઝબી, કાર્લ-ગુસ્તાફ
રોઝબી, કાર્લ-ગુસ્તાફ (જ. 1898, સ્ટૉકહોમ; અ. 1957) : સ્વીડનના નામાંકિત હવામાનશાસ્ત્રી. તેમણે સ્ટૉકહોમ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1919માં તે બર્ગેન જિયોફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1926માં તેઓ અમેરિકા ગયા અને 1938માં ત્યાંના નાગરિક બન્યા. 1928માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે હવામાનશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1941માં તેઓ શિકાગો ગયા અને 1950માં સ્ટૉકહોમ પાછા…
વધુ વાંચો >રૉસબી તરંગો
રૉસબી તરંગો : મોસમવિજ્ઞાનમાં જેટ પ્રવાહના વહનની અક્ષમાં વિકસતું એક એવું મોટું સમમિતીય તરંગણ (undulation) કે જે ઠંડી, ધ્રુવીય (polar) હવાને ગરમ ઉષ્ણકટિબંધીય (tropical) હવાથી અલગ પાડે છે. પોતાના અભ્યાસ દરમિયાન સ્વીડિશ–અમેરિકન મોસમવિજ્ઞાની કાર્લ-ગુસ્તાફ અર્વિડ રૉસબીએ ઉચ્ચતર પશ્ચિમી (westerly) પવનોમાં હવાના દીર્ઘ જ્યાવક્રીય (સાઇનવક્રીય, sinusoidal) તરંગો પારખી તેમના હલનચલન અંગે…
વધુ વાંચો >લૅંગમ્યૂર અધિશોષણ સમતાપરેખા (Langmuir adsorption isotherm)
લૅંગમ્યૂર અધિશોષણ સમતાપરેખા (Langmuir adsorption isotherm) : એક સમતલ પૃષ્ઠ પર અચળ તાપમાને અધિશોષાતા વાયુના જથ્થાને પૃષ્ઠ સાથે સમતોલનમાં રહેલા વાયુના દબાણના ફલન (function) તરીકે રજૂ કરતું સમીકરણ. નોબેલ પારિતોષિક-વિજેતા અરવિંગ લૅંગમ્યૂરે 1916માં આ સમીકરણ રજૂ કર્યું હતું. અધિશોષણ અંગેના પોતાના પ્રતિરૂપ (model) માટે તેમણે નીચેની ધારણાઓનો આધાર લીધો હતો.…
વધુ વાંચો >વરસાદ (વૃષ્ટિ)
વરસાદ (વૃષ્ટિ) વાતાવરણની અમુક ઊંચાઈએ ભેગાં થતાં વાદળોમાંથી પાણીનાં ટીપાં કે ધાર પડવાની ઘટના. જળબાષ્પ જ્યારે પાણીનાં ટીપાં સ્વરૂપે ભેગી થાય અથવા હિમકણો સ્વરૂપે સંચિત થાય અને પીગળે ત્યારે વર્ષણ(precipitation)નું સ્વરૂપ ધારણ કરે છે. પાણીની ધાર સ્વરૂપે થતા વર્ષણને જળવર્ષા અને હિમકણો (snow), કરા (hail) કે હિમયુક્ત કરા (sleet) સ્વરૂપે…
વધુ વાંચો >વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO)
વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO) : વિશ્વનું મોસમ-વિજ્ઞાન સંગઠન. તેમાં 187 સભ્ય રાષ્ટ્રો છે. 1873માં સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization IMO)માંથી તેનો ઉદભવ થયો છે. 1950માં સ્થપાયેલ WMO, મોસમવિજ્ઞાન (હવામાન અને આબોહવા), સંક્રિયાત્મક જલવિજ્ઞાન અને આનુષંગિક ભૌગોલિક વિજ્ઞાન સાથે રાષ્ટ્રસંઘ(UN)ના વિશિષ્ટ ઘટક તરીકે બહાર આવ્યું છે. સ્થાપનાકાળથી WMOએ માનવસુખાકારી માટે…
વધુ વાંચો >