વનસ્પતિશાસ્ત્ર
માયમુલસ
માયમુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલેરિયેસી કુળની એક મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે. તેની બહુ ઓછી જાતિઓ ક્ષુપ પ્રકારની હોય છે. તેનું વિતરણ મોટેભાગે સમશીતોષ્ણ અમેરિકામાં થયેલું હોવા છતાં થોડીક જાતિઓ જૂની દુનિયા(Old World)માં પણ જોવા મળે છે. ભારતમાં કેટલીક વિદેશી (exotic) જાતિઓ તેના…
વધુ વાંચો >માર્ટિનિયેસી
માર્ટિનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે 5 પ્રજાતિઓ અને લગભગ 16 જાતિઓ ધરાવે છે, આ જાતિઓ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની મૂલનિવાસી છે. લ્યૂઝિયાનાથી શરૂ થઈ પશ્ચિમ તરફ કૅલિફૉર્નિયામાં થતી Proboscideaની 4 જાતિઓ સ્થાનિક છે. ભારતમાં આ કુળની એક પ્રજાતિ અને તેની એકમાત્ર જાતિ Martynia annua Linn. (વીંછુડો) થાય…
વધુ વાંચો >માર્સિલિયેસી
માર્સિલિયેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લેપ્ટોસ્પૉરેન્જિયૉપ્સિડા વર્ગનું જલજ હંસરાજ ધરાવતું એક વિષમ-બીજાણુક (heterosporous) કુળ. આ કુળમાં ત્રણ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : (1) Marsilea; (2) Pilularia અને (3) Regnellidium. માર્સિલિયા ઉષ્ણ પ્રદેશોમાં જલજ કે ઉપજલજ (subaquatic) હંસરાજ તરીકે નૈસર્ગિક રીતે ઊગે છે. તેની વિશ્વમાં 53 જાતિઓ, ભારતમાં 9 જાતિઓ…
વધુ વાંચો >માલકાંગણી
માલકાંગણી : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celastrus paniculatus Willd. (સં. જ્યોતિષ્મતી; હિં. માલકંગની; બં. લતાફટકી; મ. માલકોંગોણી; ત. વલુલુવઈ; ક. કૈગુએરડું; તે. વાવંજી; અં. સ્ટાફ ટ્રી) છે. તે પીળાં ફળ ધરાવતી મોટી આરોહી ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી ભારતમાં પહાડી…
વધુ વાંચો >માલતી
માલતી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echitis caryophyllata syn. Aganosma caryophyllata G. Don છે. તે વેલ સ્વરૂપે થાય છે, પરંતુ તેનું જરા વધારે કૃંતન (pruning) કરવાથી તેને છોડ તરીકે પણ ઉછેરી શકાય છે. પર્ણો મોટાં, લંબગોળ અને થોડી અણીવાળાં હોય છે. પુષ્પો સફેદ…
વધુ વાંચો >માલવેસી
માલવેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 82 પ્રજાતિ અને 1,500 જેટલી જાતિઓનું બનેલું છે અને ધ્રુવપ્રદેશો સિવાય સર્વત્ર જોવા મળે છે. અમેરિકાના ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં તેની જાતિઓ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. અમેરિકામાં 27 પ્રજાતિઓમાં વિતરિત થયેલી 200 જેટલી જાતિઓ સ્થાનિક (indigenous) છે. તેની સૌથી મોટી પ્રજાતિઓમાં…
વધુ વાંચો >માલ્પિગિયેસી
માલ્પિગિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ ઉષ્ણકટિબંધીય કુળ લગભગ 60 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓ ધરાવે છે. તે મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થાય છે. અમેરિકામાં થતી 5 પ્રજાતિઓની 7 જાતિઓ સ્થાનિક (indigenous) છે અને દેશના વધારે ગરમ પ્રદેશોમાં થાય છે : Brysonima (100–1) દક્ષિણ ફ્લોરિડામાં;…
વધુ વાંચો >મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ)
મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ) ફૂગના મિક્સોમાઇકોટિના ઉપવિભાગનો એક વર્ગ. ડીબેરી (1887) તેને ‘માઇસેટોઝોઆ’માં મૂકે છે. લિસ્ટર (1925), હેજલસ્ટેઇન (1944), બેસી (1950), કુડો (1954) અને ઑલિવે આ શ્લેષી ફૂગને પ્રાણીસૃષ્ટિના પ્રજીવ સમુદાયમાં વર્ગીકૃત કરી છે. તે અત્યંત પુરાતન અને પ્રમાણમાં સ્થાયી સજીવ-સમૂહ છે. અને ઘણી રીતે તદ્દન વિશિષ્ટ છે. માર્ટિન(1961)ના મંતવ્ય અનુસાર…
વધુ વાંચો >મિર્સિનેસી
મિર્સિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 32 પ્રજાતિઓ અને 1000 જેટલી જાતિઓનું બનેલું છે. દક્ષિણમાં તે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સુધી અને ઉત્તરમાં જાપાન, મેક્સિકો અને ફ્લૉરિડા સુધી વિતરણ પામેલું છે. Rapanea guaianensis અને Icacorea paniculata ફ્લૉરિડામાં થતી સ્થાનિક (indigenous) જાતિઓ છે. આ કુળની સૌથી મોટી…
વધુ વાંચો >મિલર, સ્ટૅન્લી લૉઇડ
મિલર, સ્ટૅન્લી લૉઇડ (જ. 7 માર્ચ 1930, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 20 મે 2007, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ 1954–55માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જેવેટ ફેલો તરીકે કર્યો. 1960માં તેઓ યુનિવર્સિટીના સાન ડિયેગો કૅમ્પસમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે રહી સેવા આપી પછી લા જોલ્લામાં રસાયણ વિભાગના અધ્યક્ષ થયા હતા.…
વધુ વાંચો >