વનસ્પતિશાસ્ત્ર

મરી

મરી : દ્વિદળી વર્ગમાં આવેલા પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Piper nigrum Linn. (સં. મરિચ, બં. મિરવેલ, હિં. કાલી મિર્ચ, ક. કપ્પમેણસુ, તે. મરિપાલુ, ત. સેવ્વિયં, મિલાગુ; મલ. કુરુમુલાગુ, ગુ. મરી, અં. બ્લૅક પીપર) છે. તે શાખિત, આરોહી અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને ભારત, શ્રીલંકા અને અન્ય ઉષ્ણકટિબંધીય…

વધુ વાંચો >

મરુ-અનુક્રમણ

મરુ-અનુક્રમણ : શુષ્ક પર્યાવરણમાં સજીવોનો થતો આનુક્રમિક વિકાસ. તે ખુલ્લા ખડકો, રેતાળ કે ખારી જમીન, ખડકાળ ઢોળાવો અથવા અન્ય સ્થાનો કે જ્યાં પાણીની તીવ્ર અછત વર્તાતી હોય ત્યાં થાય છે. મરુ-અનુક્રમણના વિવિધ તબક્કાઓ આ પ્રમાણે છે : (1) પર્પટીમય શિલાવલ્ક (crustose lichen) અવસ્થા : પાણીની તીવ્ર અછત, પોષક પદાર્થોની અતિ…

વધુ વાંચો >

મરૂદભિદ્ વનસ્પતિ

મરૂદભિદ્ વનસ્પતિ અભિશોષણના દર કરતાં બાષ્પોત્સર્જનનો દર ઘણો ઊંચો હોય તેવા પર્યાવરણમાં ઊગતી વનસ્પતિઓ. તેઓ સામાન્યત: જલજ વનસ્પતિઓ કરતાં વિપરીત લક્ષણો ધરાવે છે અને અત્યંત શુષ્ક હવા, ઊંચું તાપમાન, તીવ્ર પ્રકાશ, ઓછાં વાદળો અને વધારે પવન, વધારેપડતું બાષ્પોત્સર્જન (transpiration), શુષ્ક તથા છિદ્રાળુ મૃદા (soil) અને ઓછા વરસાદવાળા પર્યાવરણમાં થાય છે.…

વધુ વાંચો >

મરેઠી

મરેઠી : દ્વિદળી વર્ગમાં આવેલ ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Spilanthes oleracea Murr. syn. S. acmella var. oleracea Hook f. (સં. મરહષ્ટિકા, મહારાષ્ટ્રી; હિં. મરૈઠી; મ. મરાઠી, ગુ. મરેઠી; અં. પેરાક્રેસ, બ્રાઝિલિયન ક્રેસ) છે. તે લગભગ 30 સેમી.થી 60 સેમી. ઊંચી બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે, અને ઉદ્યાનોમાં કૂંડામાં…

વધુ વાંચો >

મસાલા-તેજાના

મસાલા-તેજાના ખોરાકને સોડમયુક્ત અને સ્વાદિષ્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતાં વનસ્પતિનાં દ્રવ્યો. એમાં પૌષ્ટિક તત્વો ખાસ હોતાં નથી. તે ખોરાકના પાચનમાં તેમજ ખોરાકની રુચિ વધારવામાં ઉપયોગી હોય છે. તે પાચક રસોને ઉત્તેજિત કરે છે. એમનાં સ્વાદ અને સુગંધ એમનામાં રહેલાં જુદાં જુદાં બાષ્પશીલ તેલોને આભારી હોય છે. તેમનો ઉપયોગ શાકભાજી, અથાણાં, ચટણી,…

વધુ વાંચો >

મસૂર

મસૂર : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનોઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lens culinaris Medic. syn. L. esculenta Moench; Ervum lens Linn. (સં. મ. હિં. મસૂર; ક. ચન્નંગી; ત. મિસૂર, પુરપુર; બં. મુસૂરિ; તે. ચિશન ભલુ; અં. લેંટેલ) છે. તે નાની, 15 સેમી.થી 75 સેમી. ઊંચી, ટટ્ટાર, મૃદુ-રોમ…

વધુ વાંચો >

મહુડો

મહુડો : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J. F. Gmel. syn. M. latifolia Mach; Bassia latifolia Roxb. (સં. મધુક; હિં. મહુવા, મોહવા; બં. મૌલ; મ. મોહાંચા વૃક્ષ; ગુ. મહુડો; તે. ઇપ્પા; ત. મધુકં, એલુપા; મલ. ઇરૂપ્પા, પૂનમ; સાંથાલ-માતકોમ; અં. બટર ટ્રી, ઇલુપાટ્રો) છે.…

વધુ વાંચો >

મહેશ્વરી, પંચાનન

મહેશ્વરી, પંચાનન (જ. 9 નવેમ્બર 1904, જયપુર; અ. 18 મે 1966) : ભારતના એક ખ્યાતનામ જીવવિજ્ઞાની. શાળા અને કૉલેજનું શિક્ષણ જયપુરમાં. ત્યારબાદ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ડૉક્ટર ઑવ્ સાયન્સ(ડી.એસસી.)ની ઉપાધિ 1931માં લીધી. આ સાથે તેમના ઉચ્ચ કોટિના સંશોધનને કારણે મૅકગિલ યુનિવર્સિટીએ તેમને ઑનરરી ડી.એસસી.ની ઉપાધિ આપી. આ સમય દરમિયાન તેમણે…

વધુ વાંચો >

માઇમોજેસી

માઇમોજેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. કેટલાક વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને લેગ્યુમિનોસી (ફેબેસી) કુળનું ઉપકુળ ગણે છે. ફેબેસી કુળનાં પૅપિલિયોનૉઇડી, સીઝાલ્પિનીઑઇડી અને માઇમોજોઈડી ઉપકુળોને ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ અનુક્રમે પૅપિલિયોનેસી, સીઝાલ્પિનિયેસી અને માઇમોજેસી નામનાં અલગ કુળની કક્ષામાં મૂકે છે. આ ત્રણેય કુળ પૈકી માઇમોજેસીને સૌથી આદ્ય ગણવામાં આવે છે. માઇમોજેસી કુળ…

વધુ વાંચો >

માધવીલતા

માધવીલતા : દ્વિદળી વર્ગમાં આવેલા માલ્પીધિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hiptage benghalensis Kurz syn H. madablota Gaertn.; Benisteria benghalensis (સં. માધવી, અતિમુક્તા; બં., હિં., માધવીલતા, ગુ. માધવીલતા, માધવી, રગતપીતી, માધવલતા, મધુમાલતી; અં. ક્લસ્ટર્ડ હિપ્ટેજ; ડિલાઇટ ઑવ વુડ્ઝ) છે. તે એક મોટો, સુંદર, સદાહરિત, આરોહી ક્ષુપ છે અને સમગ્ર…

વધુ વાંચો >