વનસ્પતિશાસ્ત્ર
ફર્ન ટ્રી
ફર્ન ટ્રી : દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Filicum decipiens Thw. (નિંગલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત શોભન-વૃક્ષ છે. તેનું થડ 1.5મી.થી 1.8 મી.નો ઘેરાવો ધરાવે છે. તે પશ્ચિમ ઘાટમાં નીલગિરિથી શરૂ થઈ દક્ષિણમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનાં પર્ણો હંસરાજ જેવાં…
વધુ વાંચો >ફલન (વનસ્પતિશાસ્ત્ર)
ફલન (વનસ્પતિશાસ્ત્ર) : લૈંગિક રીતે વિભેદન પામેલા બે જન્યુકોષો(gametes)નાં કોષકેન્દ્રોના સંયોગની ક્રિયા. આ કોષકેન્દ્રો અર્ધસૂત્રીભાજન દ્વારા વિભાજાયેલાં હોવાથી એકગુણિત (haploid) હોય છે. ફલનની ક્રિયા સાથે શ્રેણીબદ્ધ દેહધર્મરાસાયણિક (physiochemical) પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે અને તેનાથી ઉદભવતા દ્વિગુણિત (diploid) કોષને યુગ્મનજ (zygote) કહે છે. વનસ્પતિઓમાં જોવા મળતું લિંગી પ્રજનન તેમનામાં લૈંગિકતા(sexuality)ના અસ્તિત્વ…
વધુ વાંચો >ફાઇટોક્રોમ
ફાઇટોક્રોમ પ્રકાશસામયિક (photoperiodic) કે પ્રકાશાકારજનનિક (photomorphogenic) અનુક્રિયાઓ(responses)નું નિયંત્રણ કરતું રંજકદ્રવ્ય. ફાઇટોક્રોમની પરખ અને તેના અલગીકરણનાં મોટાભાગનાં સંશોધનો 1954થી 1960ની વચ્ચે ‘યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑવ્ ઍગ્રિકલ્ચર રિસર્ચ સ્ટેશન, બેલ્ટસ્વિલ (Beltsville), મેરીલૅંડમાં થયાં છે. હૅરી એ. બૉર્થવિક (1972) અને બ્રિગ્ઝે (1976) ફાઇટોક્રોમની શોધ પર સારાંશ આપ્યો છે. સ્ટર્લિંગ બી. હેંડ્રિક્સે પણ ફાઇટોક્રોમની…
વધુ વાંચો >ફાઇટોલેકેસી
ફાઇટોલેકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ લગભગ 17 પ્રજાતિઓ અને 125 જેટલી જાતિઓ ધરાવે છે અને મોટેભાગે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. 35 જેટલી જાતિઓ ધરાવતી Phytolacca આ કુળની સૌથી મોટી પ્રજાતિ છે. Phytolacca (P. americana; પૉક બૅરી), Rivina (R. humilis; પિજિયન બૅરી) અને Petiveria…
વધુ વાંચો >ફાયકસ
ફાયકસ : જુઓ વડ
વધુ વાંચો >ફાલસા
ફાલસા : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia subinequalis DC. syn. G. asiatica Mast. (સં. पुऱुषक; હિં. બં. મ. ગુ. ફાલસા; ક. બેટ્ટહા; અં. એશિયાટિક ગ્રેવિયા) છે. તે ભારતની મૂલનિવાસી છે. તે નાનકડું વૃક્ષ કે મોટું વિપથગામી (straggling) ક્ષુપ છે અને તે ફળ માટે ઉગાડવામાં…
વધુ વાંચો >ફિનિક્યુલસ
ફિનિક્યુલસ : જુઓ વરિયાળી
વધુ વાંચો >ફિનીક્ષ
ફિનીક્ષ : જુઓ ખજૂર અને ખારેક
વધુ વાંચો >ફિરમિયાના
ફિરમિયાના : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થયેલું છે. ભારતમાં તેની બે જાતિઓ જોવા મળે છે. ગુજરાતમાં પાવાગઢ, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં મળી આવતી તેની જાતિને કોદારો કે ખવાસ કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Firmiana colorata (Roxb.) R. Br. syn.…
વધુ વાંચો >ફિલિકેલ્સ
ફિલિકેલ્સ ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા વિભાગનું હંસરાજ(fern)ની જાતિઓનું બનેલું એક વિશાળ ગોત્ર. આ ગોત્રમાં અર્વાચીન ત્રિઅંગીઓની 95%થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે 234થી 298 જેટલી પ્રજાતિઓ અને લગભગ 9000 જેટલી જાતિઓ ધરાવે છે. આ ગોત્રની જાતિઓ શાકીયથી માંડી વૃક્ષ સ્વરૂપની અને ભૌમિક હોય છે. તે ભેજવાળાં વનમાં ભૌમ-વનસ્પતિસમૂહ(ground-vegetation)નો એક…
વધુ વાંચો >