વનસ્પતિશાસ્ત્ર

પ્લમ

પ્લમ (અં. Plum; લૅ. Prunus cerasifera; કુળ Rosaceae) : સૂકા મેવા પ્રકારનું પશ્ચિમ-મધ્ય એશિયાનું અષ્ઠિલ ફળ તથા તેનું વૃક્ષ. મધ્ય એશિયામાં મોટા પ્રમાણમાં વવાય છે. પ્રજાતિની વાદળી યુરોપી જાતિ (P. domestica) યુરોપમાં, રાતી અમેરિકી (P. americana) જાતિ અમેરિકામાં તથા પીળી જાપાની જાતિ (P. salicina) જાપાનમાં વવાય છે. ફળ તાજાં ખવાય…

વધુ વાંચો >

પ્લમ્બજિનેસી

પ્લમ્બજિનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 10 પ્રજાતિઓ અને લગભગ 300 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના અને મધ્ય એશિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં થયેલું છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Limonium (Statice) (150 જાતિઓ), Acantholimon (90 જાતિઓ), Armeria (40 જાતિઓ) અને Plumbago(10 જાતિઓ)નો સમાવેશ થાય છે. બહુવર્ષાયુ શાકીય કે…

વધુ વાંચો >

પ્લંબાગો

પ્લંબાગો : જુઓ લાલ ચિત્રક

વધુ વાંચો >

પ્લાન્ટેજિનેસી

પ્લાન્ટેજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ ત્રણ પ્રજાતિઓ ધરાવે છે; તે પૈકી Plantago લગભગ 200 જાતિઓ ધરાવતી સર્વદેશીય પ્રજાતિ છે. Litorellaની 2 જાતિઓ યુરોપ અને દક્ષિણ ધ્રુવમાં થાય છે; જ્યારે Bougueria એકલપ્રરૂપી (monotypic) ઍન્ડિયન પ્રજાતિ છે. શાકીય કે ભાગ્યે જ શાખિત ઉપક્ષુપ; પર્ણો સાદાં, એકાંતરિક કે જ્વલ્લે…

વધુ વાંચો >

પ્લુરોમિયેલ્સ

પ્લુરોમિયેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લાયકોપ્સિડા વર્ગનું એક ગોત્ર. તે મધ્ય ટ્રાયેસિકથી ક્રિટેશસ ભૂસ્તરીય યુગોમાં મળી આવે છે અને અર્વાચીન આઇસૉઇટિસ અને પર્મો-કાર્બનિફેરસ સિજીલારિયાની વચગાળાની અવસ્થાનું નિર્દેશન કરે છે. તે લેપિડોડેન્ડ્રેસી કરતાં આઇસૉઇટિસની વધારે નજીક હોવાથી સીવાર્ડે તેને આઇસૉઇટિસની વધારે નજીક મૂકી છે. પ્લુરોમિયા (ટ્રાયેસિક) અને નેથૉર્સ્ટિયાના (ક્રિટેશસ) નામની આ…

વધુ વાંચો >

ફણસ

ફણસ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Artocarpus heterophyllus Lam. syn. A. integrifolia Hook F. (સં. પનસ્; હિં फटहर; બં, કાઠાલ; મ. ગુ. ફણસ; અં. જૅકફ્રૂટ) છે. તે ભારતનું મૂલનિવાસી છે. તેનું પ્રકાંડ સીધું અને નળાકાર હોય છે અને લીસી અથવા થોડીક ખરબચડી લીલી કે…

વધુ વાંચો >

ફણસી

ફણસી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phaseolus vulgaris Linn. syn. P. nanus Linn.   હિં. बकला सजमा (बीज), મ. શ્રવનધેવડા; ગુ. ફણસી; અં. ફ્રેંચ બીન, ડ્વાર્ફ બીન, કિડની બીન, હેરીકોટ બીન) છે. તેનો પ્રાથમિક ઉદભવ દક્ષિણ મૅક્સિકો અને મધ્ય અમેરિકામાં થયો છે અને તેનો દ્વિતીયક…

વધુ વાંચો >

ફર (fir)

ફર (fir) : વનસ્પતિની અબાઇસ પ્રજાતિની વિવિધ સદાહરિત શંકુવૃક્ષ (conifer) જાતિઓ. તેમનું યુરોપ, ઉત્તર આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકાના પર્વતીય પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ધ્રુવ-પ્રદેશમાં તેની જાતિઓ સમુદ્ર-તલે (sea-level) થાય છે. ભારતમાં વર્ગીકરણ વિદ્યાકીય અભ્યાસ મુજબ, Abies pindrow Royle અને A. spectabilis Spach. નામની બે જાતિઓ થાય છે. આ બંને…

વધુ વાંચો >

ફર્ક્રિયા

ફર્ક્રિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એમેરિલિડેસી કુળની રણપ્રદેશમાં થતી માંસલ નાની પ્રજાતિ. તે રામબાણ (કેતકી  Agave) સાથે સામ્ય ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. ભારત સહિત અનેક દેશોમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે. અન્ય કેટલીક જાતિઓ વ્યાપારિક રેસાઓના સ્રોત તરીકે અગત્ય ધરાવે છે. તેની જાતિઓ…

વધુ વાંચો >

ફર્ન

ફર્ન : જુઓ હંસરાજ

વધુ વાંચો >