વનસ્પતિશાસ્ત્ર

પુંકેસર-ચક્ર (androecium)

પુંકેસર-ચક્ર (androecium) પુંકેસરો કે લઘુબીજાણુપર્ણો ધરાવતું ત્રીજા ક્રમમાં આવેલું પુષ્પનું આવશ્યક (essential) ચક્ર. આવૃતબીજધારી વનસ્પતિઓમાં વજ્ર (calyx) અને દલપુંજ (corolla) પુષ્પનાં સહાયક (accessory) ચક્રો છે. પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર (gynoecium) આવશ્યક ચક્રો ગણાય છે; કારણ કે તે બીજાણુપર્ણો(sporophylls)નાં બનેલાં હોય છે. તેમના વિના બીજનિર્માણ સંભવિત નથી. પ્રત્યેક પુંકેસર તંતુ (filament) ધરાવે…

વધુ વાંચો >

પુંજાયાંગતા (gynandry)

પુંજાયાંગતા (gynandry) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં પુંકેસર-ચક્ર અને પુંકેસર-ચક્ર વચ્ચે જોવા મળતું અભિલગ્ન (adhesion). તે ઍસ્ક્લેપિયેડેસી અને ઍરિસ્ટોલોકિયેસી કુળમાં પુંકેસરાગ્ર છત્ર (gynostegium) અને ઑર્કિડેસી કુળમાં પુંજાયાંગસ્તંભ (gynostemium) સ્વરૂપે જોવા મળે છે. (1) પુંકેસરાગ્ર છત્ર : ઍસ્ક્લેપિયેડેસી કુળના આકડા(Calotropis)ના પુષ્પમાં પાંચ પુંકેસરો હોય છે. તેમના તંતુઓ સંલગ્ન બની માંસલ પોલા સ્તંભની…

વધુ વાંચો >

પૂર્વભ્રૂણ (proembryo)

પૂર્વભ્રૂણ (proembryo) : આવૃતબીજધારી વનસ્પતિઓમાં યુગ્મનજની દ્વિકોષીય અવસ્થાથી અંગનિર્માણના પ્રારંભ સુધીની ભ્રૂણની અવસ્થા. પ્રથમ વિભાજન અનુપ્રસ્થતલ મોટેભાગે તેના યુગ્મનજનું થાય છે, જેને કારણે બે અસમાન કદના કોષ અસ્તિત્વમાં આવે છે. બીજાંડતલ તરફના નાના કોષને અગ્રસ્થ કોષ (ca) અને અંડછિદ્રીય પ્રદેશ તરફના મોટા કોષને તલસ્થ કોષ (cb) કહે છે. જ્યારે પાઇપરેસી…

વધુ વાંચો >

પેટ્રિયા

પેટ્રિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Petra volubilis Linn. (અં. Purple Wreth; ગુ. નીલપ્રભા) છે. તે એક મોટી વળવેલ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, દીર્ઘવૃત્તીય (elliptic) અથવા લંબચોરસ, અખંડિત અને તરંગિત હોય છે. તે અણીદાર પર્ણાગ્ર ધરાવે છે. પુષ્પવિન્યાસ નમિત (drooping) કક્ષીય…

વધુ વાંચો >

પેનેક્સ

પેનેક્સ : દ્વિદળી વર્ગના ઍરાલિયેસી કુળની એક નાની પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય જાતિઓની બનેલી છે અને તેનું વિસ્તરણ પૂર્વ એશિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં અને ઉત્તર અમેરિકામાં થયેલું છે. Panax lancastrii નામની શોભન-જાતિ 20.00 સેમી. જેટલી ઊંચી હોય છે અને તેનાં પર્ણો લગભગ ગોળ અને લીલા રંગના આછા પીળા-સફેદ ધાબાવાળાં અને આકર્ષક…

વધુ વાંચો >

પૅન્ઝી

પૅન્ઝી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના વાયોલેસી કુળની એક પ્રજાતિ. એને હાર્ટ ઇઝ પણ કહે છે. આમ તો આ છોડ બહુવાર્ષિક છે; પરંતુ એને મુખ્યત્વે મોસમી (વાર્ષિક) છોડ તરીકે ઉછેરવામાં આવે છે. એની ઊંચાઈ 20-25 સેમી. થાય છે અને છોડ જમીન ઉપર ફેલાય છે. શિયાળુ મોસમમાં તે થાય છે. એનાં ફૂલ…

વધુ વાંચો >

પેન્ટોઝાયલેસી

પેન્ટોઝાયલેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના પેન્ટોઝાયલેલ્સ ગોત્રનું કુળ. જાણીતા જીવાશ્મવિદ્ પ્રા. બીરબલ સાહની અને તેમના સહાધ્યાયીઓએ (1948) બિહારના અમરપરા જિલ્લાના સંથાલ પરગણામાં રાજમહાલની ટેકરીઓ પાસે આવેલા નિપાનિયા ગામમાંથી અનેક જીવાશ્મો એકત્રિત કર્યા. આ જીવાશ્મો ભારતના ઉપરી ગોંડવાના ક્ષેત્રના જ્યુરસિક ભૂસ્તરીય યુગના હોવાનું મનાય છે. તેમનાં લક્ષણો ટેરિડોસ્પર્મેલ્સ, સાયકેડીઑઇડેલ્સ, સાયકેડેલ્સ અને…

વધુ વાંચો >

પેન્ડ્યુલા

પેન્ડ્યુલા : ઊભો આસોપાલવ. શાસ્ત્રીય નામ Polyalthia longifolia Thw. var. Pendula. કુળ : એનોનેસી. અં. માસ્ટ (Indian Mast tree) અથવા સિમેટ્રી; હિં. અશોક, દેવશર; બં. દેવદારુ; ગુ. આસોપાલવ, તે. નાશમામીડી; ત. નેટ્ટીલિંગમ્, અસોથી; ક. કમ્બાડામારા, હેસારી; મ. અરનાચોરના; ઊ. દેવદારુ, આસુપાલ; આ. ઉન્બોઈ. પેન્ડ્યુલા એ ખરેખર વૃક્ષ કે વનસ્પતિનું નામ…

વધુ વાંચો >

પેપરોમિયા

પેપરોમિયા : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની ભૌમિક કે પરરોહી માંસલ શાકીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના હૂંફાળા પ્રદેશોમાં થયેલું હોવા છતાં અમેરિકામાં તેની સૌથી વધારે જાતિઓ થાય છે. ભારતમાં લગભગ 12 જેટલી જાતિઓ વન્ય અને 10 જેટલી જાતિઓ ઉદ્યાનોમાં થાય છે. તેનાં પર્ણો સુંદર હોવાથી શૈલઉદ્યાન (rockery), કૂંડાંઓમાં  અને છાબમાં ઉગાડવામાં…

વધુ વાંચો >

પેપાવર

પેપાવર : જુઓ અફીણ.

વધુ વાંચો >