વનસ્પતિશાસ્ત્ર

દ્વિપદી નામકરણપદ્ધતિ

દ્વિપદી નામકરણપદ્ધતિ : સજીવ સૃષ્ટિમાં રહેલા વિવિધ પ્રકારના સજીવોની ઓળખ માટે બે પદ ધરાવતા નામવાળી વૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રથમ શબ્દ સજીવની પ્રજાતિ (genus) અને બીજો શબ્દ જાતિ (species) દર્શાવે છે. આમ પ્રજાતિ અને જાતિના બે શબ્દોના જોડાણથી બનતા વૈજ્ઞાનિક નામને દ્વિપદી કે દ્વિનામી (binomial) નામ કહે છે અને આ…

વધુ વાંચો >

દ્વિભાજન

દ્વિભાજન (વનસ્પતિ) : એકકોષી સજીવોમાં જોવા મળતી વાનસ્પતિક (vegetative) પ્રજનનની એક પદ્ધતિ. આ પદ્ધતિમાં એકકોષી સજીવ અસૂત્રીભાજન (amitosis) કે સમસૂત્રીભાજન (mitosis) દ્વારા અનુપ્રસ્થ (transverse) કે લંબ (longitudinal) કોષવિભાજન પામે છે. બૅક્ટેરિયા, લીલ અને ફૂગ અનુકૂળ સંજોગોમાં આ પ્રકારનું પ્રજનન કરી વંશવૃદ્ધિ કરે છે. બૅક્ટેરિયામાં દ્વિભાજન : પાણી અને પોષકદ્રવ્યોનો પૂરતો…

વધુ વાંચો >

ધતૂરો

ધતૂરો (ધંતૂરો) : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તે ઉન્માદક (deliriant) અસર ઉત્પન્ન કરતો ઝેરી પદાર્થ ધરાવતો છોડ છે. તેની જાતિઓ છોડ, ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. દુનિયાના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશોમાં તે બધે જ થાય છે. ભારતમાં તેની 10 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી…

વધુ વાંચો >

ધરો

ધરો : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા કુળ પોએસીની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon Pers. (સં. दुर्वा, हरितली; હિં. दुब, हरितली, બં.દુર્બા, દુભ, દુબ્બા; ચ-હરિયાલી, કરાલા, તા.અરગુમ-પુલ્લુ, હરિયાલી; તે. ગેરિયા ગડ્ડી, હરવાલી; ક્ધનડ-કુડીગારીકાઈ, ગારીકાઈહાલ્લુ; પં. ધુબ ખાબ્બાલ, તલ્લા, અં. bermuda or bahama grass) છે. તે સખત, બહુવર્ષાયુ, ભૂપ્રસારી અને…

વધુ વાંચો >

ધવ (ધાવડો)

ધવ (ધાવડો) : દ્વિદળી વર્ગના કૉમ્બ્રીટેસી કુળનું મધ્યમથી ઊંચા કદનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Anogeissus latifolia Wall. ex Bedd. (સં. ધવ, હિં. ધો, ધાવા; બં. ધાઉયાગાછ, મ. ધાવડા, અં. બટન ટ્રી, ઘાટી ટ્રી) છે. તે સાગ, સાલ વગેરે અગત્યની જાતિવાળાં શુષ્ક અને પર્ણપાતી જંગલોમાં ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, ગુજરાત,…

વધુ વાંચો >

ધાણા

ધાણા : દ્વિદળી વર્ગમાં આવેલા એપ્રિયેસી (અમ્બેલીફેરી) કુળની એક વનસ્પતિનાં ફળ. તેના છોડનું વૈજ્ઞાનિક નામ Coriandrum sativam Linn. (સં. ધાન્યક, કુસ્તુમ્બરી; હિં. ધનિયા; મ. કોથીંબર, ધણે; બં. ધને; ગુ. ધાણા, કોથમીર; તે. કોથીમલું, ધણિયાલું; મલા. કોત્તમપાલરી; ક. કોતંબરીકાળું; અં. કોરિઍન્ડર) તે 30–90 સેમી. ઊંચો એકવર્ષાયુ છોડ છે. તેનાં નીચેનાં પર્ણો…

વધુ વાંચો >

ધાન્ય

ધાન્ય (તૃણ) : માનવ કે પશુઆહાર તરીકે ઉપયોગી ખાદ્ય દાણા ઉત્પન્ન કરતું પોએસી કુળનું તૃણ. ઘઉં (Triticum aestivum L.), ચોખા (Oryza sativa L.), મકાઈ (Zea mays L.), જવ (Hordeum vulgare L.), ઓટ (Avena sativa L.), રાય (Secale cereale), જુવાર (Sorghum bicolor (L.) Moench.), અને બાજરી (Pennisetum typhoides (Burmf.) Stopf &…

વધુ વાંચો >

ધામણ

ધામણ : દ્વિદળી વર્ગમાં આવેલા ટિલિયેસી કુળનું વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Grewia tilifolia Vahl (સં. ધનાન્, ધનુર્વૃક્ષ; હિં. ધામિન્; બં. ધામની; તે ચારચી; તા. સદાચી, ઉન્નુ; ક. ઉદુવે) છે. તે મધ્યમથી માંડી વિશાળ કદનું વૃક્ષ છે અને ભારતભરમાં મેદાની-સપાટ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળે છે. તેની વૃદ્ધિ ખીણોમાં અને દક્ષિણ…

વધુ વાંચો >

ધાવડી

ધાવડી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગની લિથ્રેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Woodfordia fruiticosa Kurz syn. W. floribunda salib (સં. ધાતકી, અગ્નિજ્વાલા; હિં ધવાઈ, ધાય, મ ધાયરી; ગુ. ધાવડી; તે ધાતુકી; બં. ધાઈ; અં. ફાયર-ફ્લેમ બુશ) છે. તે બહુશાખિત (1.5-3.6 મી. ઊંચો, ભાગ્યે જ 7 મી. ની ઊંચાઈ સુધી પહોંચતો) સુંદર…

વધુ વાંચો >

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle)

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle) : કુદરતી જૈવિક, અને રાસાયણિક પ્રક્રમો દ્વારા પૃથ્વી પરનાં વાતાવરણ, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિ વચ્ચે નાઇટ્રોજનનું વિવિધ સ્વરૂપે સતત પરિવહન. પર્યાવરણમાં રાસાયણિક તત્વોનાં વિવિધ ચક્રો પૈકીનું તે એક મુખ્ય ચક્ર છે. તેમાં એમોનીકરણ (ammonification), એમોનિયાનું પરિપાચન (assimilation), નાઇટ્રીકરણ (nitrification), નાઇટ્રેટનું પરિપાચન, નાઇટ્રોજન સ્થિરીકરણ અથવા સ્થાપન…

વધુ વાંચો >