વનસ્પતિશાસ્ત્ર

તાપમાન (જીવશાસ્ત્ર)

તાપમાન (જીવશાસ્ત્ર) : તાપમાન કોઈ પણ પદાર્થની ઉષ્ણતા કે શીતળતાની માત્રા નક્કી કરતો એક સ્વૈર (arbitrary) માપક્રમ (scale). તે પદાર્થ અને પર્યાવરણ વચ્ચે ઉષ્માના વહનની સંભવિત દિશાનું સૂચન કરે છે, છતાં તે ઉષ્માગતિક તંત્ર માટે ઉષ્માનો તુલ્યાંક નથી. તેના ત્રણ જાણીતા માપક્રમ છે – ફેરનહીટ (°F), સેલ્સિયસ (°C) અને નિરપેક્ષ…

વધુ વાંચો >

તાલીસપત્ર

તાલીસપત્ર : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગમાં આવેલા ટૅક્સેસીના કુળના વૃક્ષનું પર્ણ. તેનું વૈજ્ઞાનિક નામ Taxus baccata linn. (સં. મં. બં. હિં – તાલીસપત્ર; ક. ચરીચલી, ચંચલી, મારા; તે. તા. તાલીસપત્રી, મલા. તાલેસપત્ર; ફા. જરનવ; અ. તાલીસફર અં. Common yew) છે. તે 6 મી. જેટલું ઊંચુ અને 1.5-1.8 મી. ઘેરાવો ધરાવતું…

વધુ વાંચો >

તાંદળજો

તાંદળજો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા અપામાર્ગાદિકુળ- Amaranthaceae)ની શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranathus lividus Linn (સં. तंदुलीक; હિં. चौलाई; चौळाई; મ. તાંદુળજા; બં. ક્ષુદેનટે, કાંટાનટે, તે. કુઈ કોરા, ચિરિકુરા, મોલાકુરા. તા. મુલ્લુકુરઈ; અ. બુક્કેલેયમાનીય) છે. તેનું ઉદભવસ્થાન દક્ષિણ ભારત માનવામાં આવે છે. તાંદળજાનો છોડ વર્ષાયુ પ્રકારનો શાખાઓ તથા પ્રશાખાઓવાળો…

વધુ વાંચો >

તુલસી

તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે.…

વધુ વાંચો >

તુવરક

તુવરક : દ્વિદળી વર્ગમાં આવેલા ફલેકોર્શિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hydnocarpus laurifolia (Dennst.) Sleumer syn. H. wightiana Blume. (સં. તુવરક; હિં. ચોલમુગરા; મ. કડુ-કવટા, કટુ-કવથ; અં. જંગલી આમંડ) છે. આ જ કુળની બીજી એક જાતિ Gynocardia odorata R. Br.ને પણ તુવરક તરીકે ઓળખવામાં આવે છે. તે ભારતમાં પશ્ચિમઘાટ,…

વધુ વાંચો >

તુવેર

તુવેર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (પેપિલિયોનેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cajanus cajan (Linn.) Millsp. syn. C. indicus Spreng (સં. અર્વાકી, તુવેરી, તુવરિકા; હિ.બં.મ. અરહાર, તુર, તુવેર, તા. થોવારે; તે. કાદુલુ; ક. તોગારી; મલ. થુવારા; ગુ. તુવેર; અં. રેડ ગ્રામ, પીજિયન પી, કૉંગો પી) છે. તે આફ્રિકાની…

વધુ વાંચો >

તૂરિયાં

તૂરિયાં : દ્વિદળી વર્ગના કૃષ્માણ્ડાદિ (Cucurbitaceae) કુળનો શાકભાજીનો છોડ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa acutangula (linn.) Roxb. (સં. ધારાકોશાતકી; હિં. તોરઈ, તુરૈયા; મ. દોડકી, શીરાળી; બં. ઝિંગા; ક. ધારાવીરે. તે. બીરકાયા તા. પીરકુ, પીરે; મલા. પિચ્ચકં; અં. રિજડ્ ગુઅર્ડ, રિબક્ ગુઅર્ડ) છે. તે ભારતની મૂલનિવાસી જાતિ છે. તે એક વર્ષાયુ, મોટા…

વધુ વાંચો >

તૃણનિયંત્રણ

તૃણનિયંત્રણ : જુઓ, તૃણાપતૃણનાશકો

વધુ વાંચો >

તૃણભૂમિ

તૃણભૂમિ (grassland) સ્થળજ નિવસનતંત્રનો એક મુખ્ય વનસ્પતિ-સમૂહ. ભૌતિક અને પર્યાવરણીય પરિબળોના સંયુક્ત આધારે વર્ગીકૃત કરેલા વનસ્પતિ-સમૂહોમાં રણ, ટુંડ્ર અને વનભૂમિ (wood land) ઉપરાંત તૃણભૂમિનો સમાવેશ થાય છે. આ પ્રદેશમાં વૃક્ષોની ગેરહાજરીમાં અથવા દૂર દૂર છૂટાંછવાયાં વૃક્ષોની હાજરીમાં તૃણ અને તૃણાભ (graminoid) વનસ્પતિઓ પ્રભાવી હોય છે. એક વનસ્પતિસમૂહનું બીજા વનસ્પતિસમૂહમાં થતું…

વધુ વાંચો >

તૃણાપતૃણનાશકો

તૃણાપતૃણનાશકો (herbicides or weedicides) : અનિચ્છનીય તૃણ-અપતૃણ વનસ્પતિઓનો નાશ કરવા વપરાતાં રસાયણો. વીસમી સદીમાં તૃણાપતૃણનાશકોનો શરૂઆતમાં ખૂબ ધીમો, પરંતુ ત્યારબાદ 1945 પછી 2,4-D (2,4 ડાઇકલોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના પ્રવેશ બાદ ખૂબ ઝડપથી ઉપયોગ વધતો ગયો છે. તૃણાપતૃણનાશકોની શોધોને લગતી કડીબદ્ધ ઘટનાઓ આ પ્રમાણે છે : (1) ધાન્યના પાકોમાં પહોળાં પર્ણોવાળાં…

વધુ વાંચો >