વનસ્પતિશાસ્ત્ર

અંકુરણ

અંકુરણ : જુઓ, બીજાંકુરણ.

વધુ વાંચો >

અંકોલ

અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે. સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં,…

વધુ વાંચો >

અંજીર

અંજીર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L. (સં. काकोदंबरिका, अंजीर;  હિં. બં. મ. ગુ. અંજીર; અં. common fig. ફિગ) છે. તે પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં…

વધુ વાંચો >

અંડક

અંડક (ovule) : બીજાશયના પોલાણમાં એક કે વધુ સંખ્યામાં રહેલું સ્ત્રીકેસરનું અંગ. સ્ત્રીકેસર પુષ્પનું ટોચનું કે ચોથું ચક્ર છે. તેના બીજા ત્રણ ભાગો તે બીજાશય, પરાગવાહિની અને પરાગાસન કે બોરિયું. બીજાશયનું પોલાણ એક કે વધુ અંડક કે બીજાંડ ધરાવે છે. માદાજન્યુ કે અંડકોષ(female gamete)ને અંડક આશ્રય આપે છે. અંડકના બીજદેહમાં…

વધુ વાંચો >

અંત:કોષરસજાળ

અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…

વધુ વાંચો >

અંત:શોષણ

અંત:શોષણ (imbibition) : વનસ્પતિઓમાં થતા પાણીના પ્રસરણનો વિશિષ્ટ પ્રકાર. આ પ્રક્રિયા દરમિયાન અધિશોષક(adsorbent)ની હાજરીમાં પાણીનું ચોખ્ખું વહન પ્રસરણ-પ્રવણતા (diffusion gradient)ની દિશામાં થાય છે. જો શુષ્ક વનસ્પતિ-દ્રવ્ય પાણીમાં મૂકવામાં આવે તો તે પુષ્કળ પ્રમાણમાં ફૂલે છે; દા.ત., લાકડાંનાં બારી-બારણાં ચોમાસામાં ફૂલી જાય છે. શુષ્ક લાકડું એક સારા અધિશોષક તરીકે વર્તે છે.…

વધુ વાંચો >

અંત:સ્રાવો (વનસ્પતિ)

અંત:સ્રાવો (વનસ્પતિ) : વનસ્પતિમાં જ ઉત્પન્ન થતા અને તેનાં વૃદ્ધિ, વિભેદન અને ચયાપચયનું નિયમન કરતા પદાર્થો. આ પદાર્થોનું ઉત્પત્તિસ્થાનથી કાર્યસ્થાન સુધી વહન થતું હોય છે. અતિઅલ્પ માત્રામાં પણ તે સક્રિય હોય છે. કાર્યને અંતે તેઓ વપરાઈ જતા હોઈ તેમનું સંશ્લેષણ સતત ચાલતું હોય છે. આ પદાર્થોનાં ચાર જૂથો જોવા મળે…

વધુ વાંચો >

અંબાડી

અંબાડી : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hibiscus cannabinus Linn. (હિં. अंबोकी, अंबोष्ठि; મ. અંબાડી, અંબાડા; ગુ. અંબાડી; અં. Deccan hemp, Ambari hemp, Kenaf, Bimli Jute) છે. ગુજરાતમાં તેની 15 જેટલી જાતો થાય છે. કપાસ, ખપાટ અને ભીંડી તેનાં સહસભ્યો છે. તે એકવર્ષાયુ ઝીણા કાંટાવાળી 2.5થી…

વધુ વાંચો >

આઇઝોએસી

આઇઝોએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક મોટું કુળ. તે ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં વિસ્તરેલું છે. આ કુળમાં 100થી વધારે પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Messembryanthemum, Cryptophytum, Glinus, Mollugo, Trianthema, Zaleya, Sesuvium અને Corbichnia આ કુળની જાણીતી પ્રજાતિઓ છે. પેસિફિકનો પ્રદેશ, મિસૂરી, વૅસ્ટઇંડિઝ, ફ્લૉરિડા, કૅલિફૉર્નિયા અને…

વધુ વાંચો >

આઇપોમીઆ

આઇપોમીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ કૉન્વોલ્વ્યુલેસીની એક વિશાળ પ્રજાતિ. તે વળવેલ (twiner), વિસર્પી લતા (creeper), પ્લવમાન (floating) અથવા ટટ્ટાર શાકીય સ્વરૂપે કે ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં બધે જ થયેલું હોય છે. કૉન્વોલ્વ્યુલેસી કુળની લગભગ 1,200…

વધુ વાંચો >