વનસ્પતિશાસ્ત્ર
ક્વેસિયા
ક્વેસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સીમારાઉબેસી કુળની એક પ્રજાતિ. તેની એક જાતિ Quassia amara L. (ગુ. અરુન્ધતી, સુરીનામ; અં. લિગ્નમ, એશિયા). તે 15.20 મી. ઊંચું વૃક્ષ છે. ભારતમાં ક્વેસિયાની બે જાતો જોવા મળે છે : Q. amara – surinam ક્વેસિયા અને Q. indica (syn. Q. Samudera indica અને Samadera…
વધુ વાંચો >ક્ષારતાણ
ક્ષારતાણ : મૃદા(soil)માં ક્ષારોના થતા વધુ પડતા જમાવને કારણે વનસ્પતિઓમાં ઉદભવતી દેહધાર્મિક તનાવ સ્થિતિ. સોડિયમ (Na+)ની વધુ પડતી સાંદ્રતાને સોડિયમતા (sodicity) અને કુલ ક્ષારોની ઊંચી સાંદ્રતાને ક્ષારતા (salinity) કહે છે. સોડિયમયુક્ત મૃદામાં સોડિયમની ઊંચી સાંદ્રતા વનસ્પતિને ઈજા પહોંચાડે છે; એટલું જ નહિ, પરંતુ છિદ્રાળુતા અને પાણીની પારગમ્યતા ઘટાડી મૃદાના ગઠનની…
વધુ વાંચો >ક્ષીરગ્રંથીય પેશી
ક્ષીરગ્રંથીય પેશી (laticiferous tissue) : દૂધ જેવું પ્રવાહી ધરાવતી નલિકાઓયુક્ત પેશી. ક્ષીર સફેદ (આકડામાં), પીળું (દારૂડીમાં), ક્વચિત્ નારંગી કે રાતું પ્રવાહી હોય છે. તેમાં નત્રલ પદાર્થો, શર્કરા, મગદળ આકારના સ્ટાર્ચકણો (dumb-bell shaped starch grains), ઉત્સેચકો, ક્ષારો અને તૈલી દ્રવ્યો આવેલાં હોય છે. તેનું કાર્ય અસ્પષ્ટ છે. તે પોષણ અને પરોપજીવી…
વધુ વાંચો >ખજૂર (date) અને ખારેક (dry date)
ખજૂર (date) અને ખારેક (dry date) : જુઓ ખજૂરી.
વધુ વાંચો >ખજૂરી
ખજૂરી : એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી (પામી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phoenix dactylifera Roxb. (સં. ખર્જૂર, મ. ખજૂર, ખારિક; હિં. પિંડખજૂર, છુહારા; ભં. સોહરા; અં. ડેટ પામ) છે. તેની બીજી જાતિ P. sylvestris Roxb. (જંગલી ખજૂર) છે. તે કચ્છમાં થાય છે. ઓછા વરસાદવાળા અરબસ્તાન, ઇરાક અને ઈરાન ખજૂરના મૂળ…
વધુ વાંચો >ખરસાણી
ખરસાણી (Niger) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કૂળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Guizotia abyssinica (હિંદી અરસાની ગુ. રામતલ) છે. ભારતમાં આ પાકનું વાવેતર મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં તેનું વાવેતર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને સૂરત જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા અમરેલી જિલ્લાના વિસ્તારમાં…
વધુ વાંચો >ખરસાણી થોર
ખરસાણી થોર : જુઓ થોર.
વધુ વાંચો >ખસખસ
ખસખસ (white poppy) : વર્ગ દ્વિદલાના કુળ Papaveraceae-ની વનસ્પતિ. સં. खसा; હિં. कशकश; શાસ્ત્રીય નામ Papaver somniferum L. ખસખસનો છોડ 1 મીટર જેટલી ઊંચાઈ ધરાવતો હોય છે. તેનાં મૂળ કુમળાં અને નાનાં હોય છે. થડ પર આછી ડાળીઓ જોવા મળે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનાં હોય છે. પ્રાવર પાકીને ફાટે…
વધુ વાંચો >ખાખરો
ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે. સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0…
વધુ વાંચો >ખાટી લૂણી
ખાટી લૂણી : જુઓ લૂણી
વધુ વાંચો >