વનસ્પતિશાસ્ત્ર

સાયઝીગિયમ

સાયઝીગિયમ : જુઓ (1) જાંબુ, (2) લવિંગ

વધુ વાંચો >

સાયટોકાઇનિન

સાયટોકાઇનિન કોષવિભાજન પ્રેરતો એક વનસ્પતિ-અંત:સ્રાવ. મિલર અને તેના સહકાર્યકરોએ (1956) હેરિંગ માછલીના શુક્રકોષમાંના DNA-માંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપમાં પ્યુરિન પ્રાપ્ત કર્યું. આ પદાર્થને તેમણે 6-ફ્યુર્ફયુરિલ ઍમિનો પ્યુરિન તરીકે ઓળખાવ્યો અને ‘કાઇનેટિન’ નામ આપ્યું, કારણ કે તે સંવર્ધિત તમાકુના કોષોમાં કોષરસવિભાજન-(cytokinesis)ની ક્રિયાને પ્રેરે છે. જ્યારે કાઇનેટિન શોધાયું, ત્યારે વૈજ્ઞાનિકોએ કાઇનેટિન જેવા પદાર્થો…

વધુ વાંચો >

સાયટોક્રોમ

સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…

વધુ વાંચો >

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક)

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક) : પેશી કે કોષનું રાસાયણિક માળખું સમજવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. કોષના વિવિધ ઘટકો નિશ્ચિત અભિરંજક (stain) વધતેઓછે અંશે ગ્રહણ કરે છે. અભિરંજન(staining)ની ઘટ્ટતા કે વિતરણ પરથી કોષમાં તેને ગ્રહણ કરતાં રસાયણોનું વિતરણ નક્કી કરી શકાય છે. આ સાધનથી અભિરંજનની ગાઢતાનું માપ કે માત્રાનું નિર્ધારણ થઈ શકે છે.…

વધુ વાંચો >

સાયનોફાઇટા (નીલહરિત લીલ)

સાયનોફાઇટા (નીલહરિત લીલ) લીલનો એક વિભાગ. તે લીલના બધા વિભાગો કરતાં પ્રાચીન છે. તેનો આદિકોષકેન્દ્રી (Prokaryota) સૃષ્ટિમાં બૅક્ટેરિયા સાથે સમાવેશ કરવામાં આવે છે. આવા પ્રકારની લીલનો ઉદભવ આશરે બે અબજ વર્ષ પૂર્વે થયો હોવાનું માનવામાં આવે છે. તે એક જ વર્ગ સાયનોફાઇસી અથવા મિક્સોફાઇસી [(myxo = slime = ચીકણું); (phycen…

વધુ વાંચો >

સાયપરસ

સાયપરસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા સાયપરેસી કુળની એક શાકીય પ્રજાતિ. દુનિયામાં તેની 700 જાતિઓ મળી આવે છે. ભારતમાં 100 જાતિઓ ઊગે છે; જેમાંની 14 જાતિઓ દક્ષિણ ભારતની સ્થાનિક (endemic) છે. ગુજરાતમાં આશરે 56 જાતિઓ મળી આવે છે. તે પૈકી Cyperus rotundus (મોથ) ગુજરાતભરમાં ઊગે છે. તેને ‘મોથ’ કહેવામાં આવે…

વધુ વાંચો >

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક)

સાયેનોજીવાણુ (Cyanobacteria = નીલજીવાણુ, ગ્રીક) : પ્રકાશ-સંશ્લેષણ દ્વારા શક્તિ પ્રાપ્ત કરતા પ્રોકેયૉર્ટિક, એકકોષી સજીવોનો નીલહરિત લીલ (cyanophyta) તરીકે ઓળખાતો વિશાળ સમૂહ. શરીરરચના, દેહધાર્મિક ક્રિયાઓ અને પરિસ્થિતિકીય લક્ષણોમાં સામ્યને લીધે સાયનોબૅક્ટેરિયા પૂર્વે લીલ અને વનસ્પતિનો પ્રકાર મનાતા રહ્યા; પરંતુ આધુનિક વર્ગીકરણમાં 16s r-RNAની સામ્યતા બાદ ઊપસેલ ઉત્ક્રાંતિ-સંબંધોથી તેમની ઓળખ જીવાણુ તરીકે…

વધુ વાંચો >

સાયેમોપ્સિસ (ગવાર)

સાયેમોપ્સિસ (ગવાર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ ઉષ્ણકટિબંધીય એશિયા અને આફ્રિકાના દેશોમાં વિતરણ પામેલી છે. તેની 4 જાતિઓ નોંધાઈ છે. ભારતમાં તેની એક જાતિ [Cyamopsis tetragonoloba (Linn.)] Taub. (ગુ. ગવાર; હિં. ગોવાર; ક. ગોરી કાઈ; મ. બાવચી, ગોવાર; સં. ગૌરાણી, ગોરક્ષા; ત. કોઠાવેરાય; તે.…

વધુ વાંચો >

સારસાપરીલા

સારસાપરીલા : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની વનસ્પતિ. તે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં વિતરણ પામેલી સ્માઇલેક્સ પ્રજાતિની આરોહી ક્ષુપ-સ્વરૂપે થતી વનસ્પતિ છે. ભારતમાં તેની લગભગ 24 જેટલી જાતિઓ થાય છે. મૂળભૂત રીતે તે દક્ષિણ અને મધ્ય અમેરિકાની મૂલનિવાસી છે. પૂર્વીય ઉત્તર અમેરિકા  નોવાસ્કૉટિયા, ફ્લોરિડા, ટૅક્સાસ, ઇલિનૉઇસની પશ્ચિમે તથા મધ્ય…

વધુ વાંચો >

સાલ

સાલ દ્વિદળી વર્ગમાં આવેલા ડિપ્ટરૉકાર્પેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Shorea robusta Gaertn. f. [હિં., બં. સાલ, સખુ, શાલ; મ., ગુ. સાલ, રાળ (resin); તે. ગૂગલ, ગુગ્ગીલામુ (resin); ત. કુંગિલિયામ (resin); ક. કાબ્બા (resin); મલ. મારામારમ (resin); અં. સાલ] છે. તે ખૂબ મોટું, ઉપ-પર્ણપાતી (sub-deciduous) છે અને ભાગ્યે જ…

વધુ વાંચો >