વનસ્પતિશાસ્ત્ર
લેપ્ટોસ્પોરેન્જિયોપ્સિડા (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી)
લેપ્ટોસ્પોરેન્જિયોપ્સિડા (તનુબીજાણુધાનીય = લેપ્ટોસ્પોરેન્જિયેટી) : જુઓ હંસરાજ.
વધુ વાંચો >લેબીએટી
લેબીએટી : જુઓ લેમિયેસી.
વધુ વાંચો >લેમિયેસી
લેમિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી. ઉપવર્ગ યુક્તદલા (gamopetalae), શ્રેણી દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર લેમિયેલીસ, કુળ લેમિયેસી. આ કુળ 200 પ્રજાતિઓ અને લગભગ 3,200 જાતિઓનું બનેલું છે અને સર્વદેશીય વિતરણ ધરાવે છે, છતાં તેનું મુખ્ય કેન્દ્ર ભૂમધ્યસમુદ્રીય…
વધુ વાંચો >લેમ્ના
લેમ્ના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પાણીમાં તરતી શાકીય પ્રજાતિ. તેનું સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તેઓ બતકના અપતૃણ (duck weed) તરીકે જાણીતી છે. તે મીઠા પાણીનાં તળાવો, સરોવરો, ખાબોચિયાં અને બીજી સ્થિર પાણીની જગાઓએ અને ખૂબ ધીમા વહેતાં ઝરણાંઓની…
વધુ વાંચો >લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil)
લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil) (જ. સત્તરમી સદીનો અંત, તુર્કી; અ. 1732, કૉન્સ્ટૅન્ટિનોપલ, તુર્કી) : ઑટોમન સામ્રાજ્યનો ‘ટ્યુલિપ યુગ’નો પ્રસિદ્ધ ચિત્રકાર. તરુણાવસ્થામાં કૉન્સ્ટૅન્ટિનોપલ જઈ ટોપકાપી મહેલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પછી ઑટોમન સુલતાન મુસ્તફા બીજાનો મુખ્ય દરબારી ચિત્રકાર બન્યો. સુલતાન મુસ્તફા બીજાના મૃત્યુ પછી ગાદીએ આવેલા સુલતાન અહમદ ત્રીજાનો પણ મુખ્ય દરબારી…
વધુ વાંચો >લેસિથિડેસી
લેસિથિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 15 પ્રજાતિઓ અને 325 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે મોટેભાગે ઉષ્ણ પ્રદેશોમાં વૃક્ષ સ્વરૂપે થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય હોય છે અને શાખાને છેડે ગુચ્છમાં થાય છે. પુષ્પવિન્યાસ એકાકી પરિમિત (solitary cymose) કે કલગી (raceme) પ્રકારનો જોવા…
વધુ વાંચો >લોકવનસ્પતિવિજ્ઞાન
લોકવનસ્પતિવિજ્ઞાન : માનવના દૈનિક જીવનમાં વિવિધ હેતુઓ માટે ઉપયોગી વનસ્પતિઓના વંશપરંપરાગત ઊતરી આવતા જ્ઞાનનો અભ્યાસ. ‘લોકવનસ્પતિવિજ્ઞાન’ (ethnobotany = ethno માનવિક, botany વનસ્પતિવિજ્ઞાન) શબ્દ સૌપ્રથમ વાર જ્હૉન વિલિયમ હાર્સબર્ગરે (1895) પ્રયોજ્યો. તે પહેલાં તેને આદિમ વનસ્પતિવિજ્ઞાન (aboriginal botany કે folk botany) તરીકે ઓળખાવવામાં આવતું હતું. તે આદિકાળથી માનવ-અસ્તિત્વ ટકાવવા વનસ્પતિના અનેકવિધ…
વધુ વાંચો >લોગેનિયેસી
લોગેનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી; ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae); શ્રેણી : દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae); ગોત્ર : જેન્શિયાનેલ્સ; કુળ : લોગેનિયેસી. તે 32 પ્રજાતિઓ અને લગભગ 800 જેટલી જાતિઓ ધરાવે છે. તે પૈકી અડધી પ્રજાતિઓ જૂની…
વધુ વાંચો >લોધર
લોધર : દ્વિદળી વર્ગમાં આવેલા સિમ્પ્લોકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Symplocos racemosa Roxb. (સં. લોધ્ર, હિં. મ. બં. લોધ, ગુ. લોધર) છે. તે સદાહરિત, 6.0 મી.થી 8.5 મી. ઊંચું વૃક્ષ કે ક્ષુપ છે. ઉત્તર અને પૂર્વ ભારતનાં મેદાનોમાં અને હિમાલયની 1,400 મી. સુધી ઊંચાઈવાળી ટેકરીઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં…
વધુ વાંચો >લ્યુકાસ
લ્યુકાસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી) કુળની શાકીય કે ઉપક્ષુપીય (undershrub) પ્રજાતિ. તેનું જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં સર્વત્ર વિતરણ થયેલું છે. ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં તેની એક જ જાતિ અને ભારતમાં લગભગ 35 જેટલી જાતિઓ થાય છે. તેની કેટલીક જાણીતી જાતિઓમાં Leucas aspera spreng. (હિં. અને બં.…
વધુ વાંચો >