લોકકલા

અળતો

અળતો : સં. अलक्तक. લાખનો રસ : ગુલાબ જેવો પ્રવાહી લાલ રંગ. ભારતમાં સ્ત્રીઓ – ખાસ કરીને બંગાળમાં અને ઉત્તરપ્રદેશમાં – હાથપગ લાલ દેખાડવાને પાનીએ અને પાટલીએ એટલે ઘૂંટીથી આંગળાં સુધીના ભાગમાં મેંદીની માફક તે લગાડે છે. અળતો ઉકાળેલી લાખમાંથી બનાવેલો લાલ રંગ છે. અડધો લીટર પાણી, 4૦ ગ્રામ પીપળાની…

વધુ વાંચો >

આરણ્યુ

આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…

વધુ વાંચો >

કટાવ

કટાવ :  સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાંદ, પશુ, પંખી, માનવીય કે ભૌમિતિક આકૃતિઓ કોતરેલ ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે. ‘કટાવ’ શબ્દ પ્રાકૃત कट्टिय (કાપીને, છેદ પાડીને) ઉપરથી ઊતરી આવ્યો છે. ‘કટાવ’ની પરંપરા પ્રાચીન છે. બૌદ્ધ સંઘના શ્રમણો ‘ચીવર’ (વસ્ત્ર) એટલે કે જનપદોમાંથી માગી લાવેલા…

વધુ વાંચો >

કઠપૂતળી

કઠપૂતળી : પાર્શ્વ દોરીસંચારથી હલનચલન કરતાં માનવ કે પ્રાણી-પાત્રોના કથાપ્રસંગોની મનોરંજનલક્ષી રજૂઆત. સામાન્ય રીતે લાકડાં, ચીંથરાં અથવા કાગળના માવામાંથી પૂતળાં બનાવવામાં આવે છે. દરેક યુગમાં વિશ્વના જુદા જુદા દેશોમાં કઠપૂતળી સમ્રાટો, રાજાઓ, ઉમરાવો, ધનિકો તથા સામાન્ય લોકોનું મનોરંજન કરતી આવી છે. પ્રાચીન કાળમાં જ્યારે આ કળા પ્રાથમિક અવસ્થામાં હતી, ત્યારે…

વધુ વાંચો >

કથાકાવ્ય

કથાકાવ્ય (ballad) : ટૂંકો વાર્તારૂપ લોકગીતનો પ્રકાર. તેનું મૂળ છે લૅટિન તથા ઇટાલિયન શબ્દ ‘ballare’ એટલે કે ‘નૃત્ય કરવું’. તાત્વિક રીતે કથાકાવ્ય એટલે કે બૅલડ વાર્તાની માંડણીવાળો ગીતપ્રકાર છે અને મૂળે તે નૃત્યની સંગતરૂપે રજૂ થતી સંગીતરચના હતું. ઘણાખરા દેશ-પ્રદેશની સંસ્કાર-પરંપરામાં કથાકાવ્યનો પ્રકાર પ્રચલિત થયેલો જોવા મળે છે. દરેક પ્રજાની…

વધુ વાંચો >

કુંભારકામ

કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી…

વધુ વાંચો >

કૉન્ટ્રૅક્ટર મેહેરબહેન

કૉન્ટ્રૅક્ટર, મેહેરબહેન (જ. 23 એપ્રિલ, 1918; અ. 1992 ) : ભારતનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કઠપૂતળી કલાકાર-દિગ્દર્શક. પ્રારંભિક તાલીમ – લંડનની રૉયલ ચિલ્ડ્રન એકૅડેમીમાં; ત્યાં ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં પૂરો કર્યો; અને પછી ત્યાં જ ‘વ્યક્તિચિત્રો અને પુસ્તકસુશોભન’ માટે શિક્ષિકા તરીકે તાલીમ લીધી; ચિત્રકામ માટે અનેક પારિતોષિક મેળવ્યાં. કલાકાર માટેની તાલીમ…

વધુ વાંચો >

ક્રિસ્ટો જાવાશૅફ

ક્રિસ્ટો જાવાશૅફ (Christo Javachef) (જ. 1935, બલ્ગેરિયા) : આધુનિક બલ્ગેરિયન કલાકાર. બાઇસિકલ, મહિલાથી માંડીને મકાન સુધ્ધાંને પૅકેજિંગ (Packaging) કરવાની પ્રવૃત્તિ વડે કલાસર્જન કરવા માટે તેઓ જાણીતા છે. આ વિશ્વમાં માત્ર ખાલીપો છે અને માત્ર સન્નાટો જ આરાધ્ય છે તેવી તેમની ફિલસૂફી તેમને આ પ્રકારની કલાસાધના તરફ ખેંચી ગઈ છે. આધુનિક…

વધુ વાંચો >

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ

ગજ્જર, માણેકલાલ ત્રિકમલાલ (જ. 20 એપ્રિલ 1928, કડી, જિ. ગાંધીનગર, ગુજરાત) : હાથછાપકામનાં બીબાંના નિષ્ણાત કસબી. તેમણે ગુજરાતી 7 અને અંગ્રેજી 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતા કાષ્ઠકલા-કારીગરી અને ડિઝાઇન બનાવનાર પારંગત કલાકાર હતા. તેમની પાસેથી તેમણે 1943થી વારસાગત કલાની તાલીમ લીધી અને 1948 સુધીમાં કાપડના છાપકામ માટે…

વધુ વાંચો >

ગઢવી, ભીખુદાન

ગઢવી, ભીખુદાન (જ. 19 સપ્ટેમ્બર 1948, ખીજદડ, જિ. પોરબંદર) : ગુજરાતી લોકસંગીતના અગ્રણી કલાકાર. પિતાનું નામ ગોવિંદભાઈ. વતન માણેકવાડા, જિલ્લો જૂનાગઢ. અભ્યાસ ધોરણ 10 સુધી. વ્યવસાયે ખેડૂત; પરંતુ આકાશવાણી, દૂરદર્શન તથા જાહેર કાર્યક્રમોમાં લોકસંગીતના પ્રસ્તુતીકરણમાં વ્યસ્ત રહે છે. તેમને ગાવાની કલા વારસામાં સાંપડી છે. તેમણે ગુજરાતમાં ઠેર ઠેર તથા સમગ્ર…

વધુ વાંચો >