લૅટિન સાહિત્ય

ઇનીડ

ઇનીડ (Aeneid) : રોમન રાષ્ટ્રીય મહાકાવ્ય. લૅટિન કવિ વર્જિલે (ઈ. સ. પૂ. 70-19) આ કાવ્યલેખનનો પ્રારંભ ઈ. સ. પૂ. 29માં કર્યો હતો. તે તેના જીવનના છેલ્લા દાયકામાં પૂરું થયું અને તેના મૃત્યુ બાદ બે વર્ષે રોમન બાદશાહ ઑગસ્ટસની ઇચ્છાથી પ્રગટ થયું. આ કાવ્ય લખવા પાછળ કવિનો હેતુ રોમન પ્રજાને બિરદાવવાનો…

વધુ વાંચો >

લૅટિન સાહિત્ય

લૅટિન સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ઇટાલીની શાખાની લિંગ્વા લૅટિના એટલે કે લૅટિન ભાષામાં રચાયેલું સાહિત્ય. મૂળમાં ટાઇબર નદીના નીચાણવાળા પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા તે પ્રયોજાતી. પાછળથી રોમન સામ્રાજ્યના યુરોપ અને આફ્રિકા ખંડના મોટા વિસ્તારમાં તે પથરાયેલી. રૉમન મૂળાક્ષરો(alphabets)માં લૅટિન ભાષામાં કર્મકાંડ, પાંડિત્ય અને રાજ્યભાષાનાં ક્ષેત્રોમાં પ્રાચીન, મધ્યકાલીનથી તે અઢારમી…

વધુ વાંચો >

હોરેસ

હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો. કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં…

વધુ વાંચો >