રા. ય. ગુપ્તે
શ્રવણ
શ્રવણ : કર્ણ દ્વારા ધ્વનિના તરંગોને ગ્રહણ કરતાં થતો અનુભવ. (સંસ્કૃત : श्रु + अण = श्रवण ભાવવાચક નામ) કર્ણ માત્ર એવું સંવેદનાંગ છે, જેના દ્વારા મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં શ્રવણશક્તિનું આકલન થાય છે. એટલે કે અવાજનાં મોજાંને તેથી પારખી શકાય છે. અગાઉ મનુષ્ય દ્વારા સાંભળી શકાય તેને જ ‘અવાજ’…
વધુ વાંચો >શ્વામરડૅમ યાન (Swammerdam Jan)
શ્વામરડૅમ યાન (Swammerdam Jan) (જ. 12 ફેબ્રુઆરી 1637, ઍમસ્ટરડૅમ; અ. 15 ફેબ્રુઆરી 1680, ઍમસ્ટરડૅમ) : ડચ પ્રકૃતિવિદ. તેમના જમાનામાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનો ચીવટભર્યો અભ્યાસ કરવા માટે જાણીતા હતા. રક્તકણોનું નિરીક્ષણ અને વર્ણન કરનાર તેઓ પ્રથમ હતા (1658). સૂક્ષ્મ પદાર્થોના સંશોધનક્ષેત્રમાં તેમને એટલો બધો રસ જાગ્યો કે તબીબીનો અભ્યાસ…
વધુ વાંચો >સહજીવન (symbiosis)
સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…
વધુ વાંચો >સંજીવનશક્તિ (regeneration)
સંજીવનશક્તિ (regeneration) : સજીવોમાં ભાંગી ગયેલાં કે નુકસાન પામેલાં અંગો કે ઉપાંગોની પુન: સાજાં થવાની પ્રક્રિયા. વિવિધ સજીવ સમૂહોમાં આ સંજીવનશક્તિ ઓછાવત્તા પ્રમાણમાં હમેશાં થતી રહે છે. કેટલાક લેખકો આ ક્રિયાને પુન: સમગઠન (reconstruction) તરીકે ઓળખાવે છે. પૌરાણિક કથાઓમાં કપાઈ ગયેલાં અંગોમાંથી રાક્ષસ પુન: પેદા થાય એવી ઘટનાઓ સાંભળવામાં આવે…
વધુ વાંચો >સંધિપાદ (Arthropods)
સંધિપાદ (Arthropods) : પ્રાણીસૃદૃષ્ટિનો સૌથી મોટો અને ખૂબ વૈવિધ્ય ધરાવતો અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમુદાય. પ્રાણી-જાતિઓ(species)ની 75 ટકા ઉપરાંતની જાતિઓ આ સમુદાયની છે. મૂળભૂત રીતે આ સમૂહનાં પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી (triploblastic) અને સમખંડતા ધરાવનારાં છે. આ સમુદાયનાં પ્રાણીઓ નૂપુરક સમુદાય(Phylum Annilida)માંથી ઉદ્ભવેલાં હોઈ તેમનાં અંગો અને ઉપાંગોમાં સમખંડતા સ્પષ્ટ જોવા મળે છે. શરીરરચનામાં…
વધુ વાંચો >સારસ
સારસ : ભારતનું સૌથી મોટું પક્ષી. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ…
વધુ વાંચો >સાલમન (Salmon)
સાલમન (Salmon) : ઉત્તર આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિક મહાસાગરોમાં મોટા પ્રમાણમાં મળી આવતી મોટા કદની, ચાંદી-સમા ચળકાટવાળી, નરમ મીનપક્ષ ધરાવતી, સાલ્મોનિડી (salmonidae) કુળની, અસ્થિ-મત્સ્ય (osteothysis) જાતની માછલી. સાલમન-વર્ગીકરણ : મુખ્ય જાતિ અને પ્રજાતિ – (1) ઑન્કોરિંક્સ અને (2) સાલ્મો સલ્વર. કુળ – સાલ્મોનિડી શ્રેણી – ક્લુપિફૉર્મિસ પેટાવર્ગ – …
વધુ વાંચો >સીલ
સીલ : શીત મહાસાગરોમાં મોટી સંખ્યામાં મળી આવતું ઉષ્ણલોહીવાળું સસ્તન માંસાહારી જળચર પ્રાણી. સીલ અને વૉલરસ (Walrus) સસ્તન વર્ગની પિનિપેડિયા શ્રેણીનાં પ્રાણીઓ છે. તેમના પગના પંજા હલેસાં જેવા મીનપક્ષો ધરાવતા હોવાથી તેમને પિનિપેડિયા શ્રેણીમાં મૂકવામાં આવે છે. મોટાભાગની સીલ ફોસિડી (phocidae) કુળની છે. સીલ એ માછલી નથી; પરંતુ બચ્ચાંને જન્મ…
વધુ વાંચો >સુરખાબ
સુરખાબ : લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ અને ગુલાબી પાંખો ધરાવતું જલસ્રાવી પ્રદેશનું મોટા કદનું આકર્ષક પક્ષી. સુરખાબ સ્થળાંતર કરનારું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણના છીછરાં પાણીવાળા કાદવિયા પ્રદેશમાં ખૂબ મોટી સંખ્યામાં વસાહત કરતાં જોવા મળે છે. રણપ્રદેશમાં હજારોની સંખ્યામાં પાસે પાસે માળા બાંધી…
વધુ વાંચો >