રામજીભાઈ ઠા. સાવલિયા
વૈન્યગુપ્ત
વૈન્યગુપ્ત : ગુપ્ત સમ્રાટ બુધગુપ્તનો ઉત્તરાધિકારી. તે ઈ. સ. 495માં પાટલિપુત્રની ગાદીએ બેઠો. એણે ઈ. સ. 495થી 507 સુધી શાસન કર્યું. બુધગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય પોતાની એકતા જાળવી શક્યું નહિ. ગુપ્ત સામ્રાજ્યના પૂર્વ ભાગમાં વૈન્યગુપ્તનું તથા પશ્ચિમ ભાગમાં ભાનુગુપ્તનું શાસન હતું. વૈન્યગુપ્તના સોનાના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સિક્કાઓમાં સોનાની…
વધુ વાંચો >વૈભારગિરિ
વૈભારગિરિ : બિહાર રાજ્યના પટણા જિલ્લામાં રાજગૃહ કે રાજગિરિ પાસે આવેલી પર્વતમાળા. રામાયણ, મહાભારત, બૌદ્ધ પાલિ સાહિત્ય તથા અન્ય સાહિત્યમાંથી વૈભારગિરિ વિશે માહિતી મળે છે. ભગવાન બુદ્ધને ચારેય બાજુથી પહાડીઓથી ઘેરાયેલ આ પ્રાકૃતિક સ્થળ ઘણું પસંદ હતું. તેથી તેઓ સંબોધિ મેળવ્યા પહેલાં પણ રાજગૃહ આવ્યા હતા. અજાતશત્રુના શાસનકાળમાં વૈભારગિરિની સાતપર્ણી…
વધુ વાંચો >શાર્ઙ્ગધર શિલ્પી
શાર્ઙ્ગધર શિલ્પી : ગુજરાતની પશ્ચિમ હિંદની પ્રાચીન વિશિષ્ટ કલાશૈલીના આદ્ય પ્રણેતા. ગુપ્ત સમયની શિલ્પકલાનો વારસો ધરાવનાર કોઈ શાર્ઙ્ગધર નામનો કલાકાર પાટણ આવ્યાની લોકકથા છે. ઈ. સ. 1500ના અરસામાં થયેલા તિબેટના ઇતિહાસકાર બૌદ્ધ લામા તારાનાથે નોંધ્યું છે કે શીલ રાજાના સમયમાં મારવાડમાં શાઙર્ગધર નામે એક મહાન કલાકાર જન્મ્યો હતો. એણે ચિત્રો…
વધુ વાંચો >સાલંભ રાજ્ય
સાલંભ રાજ્ય (આશરે ઈ. સ. 800થી 1000) : ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ કામરૂપમાં રાજા સાલંભ અને તેના વંશજોનું રાજ્ય. બીજા એક તામ્રપત્રમાં તેનું નામ ‘પ્રાલંભ’ પણ આપ્યું છે. તે ઘણુંખરું 8મી સદીના અંતમાં કે 9મી સદીના આરંભમાં થઈ ગયો. અભિલેખોમાં તેને સાલસ્તમ્બ વંશનો બતાવ્યો છે. સાલંભ વિશે વધુ માહિતી…
વધુ વાંચો >સિંહલ
સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…
વધુ વાંચો >સ્તંભનક
સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…
વધુ વાંચો >સ્તંભન પાર્શ્વનાથ
સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…
વધુ વાંચો >હસ્તવપ્ર
હસ્તવપ્ર : ભાવનગર જિલ્લામાં ઘોઘાથી પશ્ચિમ દિશામાં આશરે નવેક કિમી. દૂર આવેલું હાથબ ગામ. એ હસ્તકલ્પ-હસ્તિકલ્પ-હસ્તવપ્ર-હસ્તકવપ્ર-અસ્તકંપ્ર તરીકે પણ ઓળખાતું. પૂર્વકાલીન હડપ્પીય નાવિકો કચ્છમાંના નવી નાળ કે કોઈ બીજા બંદરેથી હાથબ અને લોથલ જતા. સૌરાષ્ટ્રમાં દક્ષિણ કાંઠે હાથબમાં મળેલ પૂર્વકાલીન હડપ્પીય બંદરોના સ્થાનથી આને સમર્થન મળે છે. ‘પેરિપ્લસ’ના લેખકે ‘અસ્તકંપ્ર’ કહ્યું…
વધુ વાંચો >