રાજ્યશાસ્ત્ર

મૂર, ટૉમસ (સર)

મૂર, ટૉમસ (સર) (જ. 1478; અ. 1535) : અંગ્રેજ રાજનીતિજ્ઞ. લંડન અને ઑક્સફર્ડ ખાતે તેમણે શિક્ષણ મેળવ્યું, પછી 4 વર્ષ ખ્રિસ્તી મઠમાં રહ્યા. લૅટિન ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ નવા વિચારપ્રવાહોના સતત સંપર્કમાં રહેતા તેમજ તે યુગના અગ્રણી બુદ્ધિજીવીઓ – કૉલેટ, લીલી અને ઇરૅસ્મસ સાથે ઘનિષ્ઠ મિત્રતાને…

વધુ વાંચો >

મૂળભૂત અધિકારો

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ. મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક મનુષ્યપિંડને કેટલીક કુદરતી શક્તિઓ મળેલી છે. તેનો વિકાસ સહજ અને સ્વાભાવિક ક્રમમાં થતો હોય છે. તેને દાબવાનો કે ડામવાનો પ્રયત્ન એ મનુષ્યના વ્યક્તિત્વના વિકાસનો વધ કરવા સમાન થઈ પડે. માનવની…

વધુ વાંચો >

મૂળભૂત ફરજો

મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને પણ તે તેમના અધિકારો ભોગવવાની સગવડ અને વાતાવરણ પૂરાં પાડે એવી અપેક્ષા તેની પાસેથી રખાય છે. અન્યના અધિકારનો આ વિચાર અને તે અંગેની જવાબદારી એટલે ફરજ યા કર્તવ્ય. આ અર્થમાં…

વધુ વાંચો >

મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન

મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન (જ. 17 એપ્રિલ 1882, સ્ટૉર્નોવે, સ્કૉટલૅન્ડ; અ. 15 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : ખ્યાતનામ રાજ્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને એબર્ડિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. 1915માં તેઓ કૅનેડાના ટોરાન્ટો નગર ગયા અને ત્યાં પણ અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. 1927થી કોલંબિયા…

વધુ વાંચો >

મેકડૉનાલ્ડ, (જેમ્સ) રામસે

મેકડૉનાલ્ડ, (જેમ્સ) રામસે (જ. 12 ઑક્ટોબર 1866, લૉસીમાઉથ, સ્કૉટલૅન્ડ; અ. 9 નવેમ્બર 1937, દક્ષિણ અમેરિકાના દરિયાઈ પ્રવાસ દરમિયાન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. એક અનૌરસ સંતાન તરીકે તેમણે 12 વર્ષની વયે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તે જ શાળામાં વિદ્યાર્થીશિક્ષક (pupil teacher) તરીકે છ વર્ષ કામ કર્યું. 1885માં તેઓ કામની…

વધુ વાંચો >

મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ

મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ (જ. 7 જૂન, 1916, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 2007 વૉશિંગ્ટન ડી.સી. યુ.એસ.) : ડેમૉક્રૅટિક પક્ષના રાજકારણી. 1943–46 દરમિયાન હવાઈ દળમાં સેવા બજાવી. પછી તેઓ ફૉર્ડ મૉટર કંપનીમાં જોડાયા અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી. 1960માં તે કંપનીના પ્રમુખ બન્યા. 1961માં કેનેડીના વહીવટી તંત્રમાં સંરક્ષણમંત્રી (ડિફેન્સ-સેક્રેટરી) તરીકે…

વધુ વાંચો >

મૅકમિલન, (મૉરિસ) હૅરોલ્ડ

મૅકમિલન, (મૉરિસ) હૅરોલ્ડ (જ. 10 ફેબ્રુઆરી 1894 બલ્ગેરિયા મિડલસેક્સ ઈંગ્લેન્ડ; અ. 29 ડિસેમ્બર 1986 ચેલવૂડ ગેટ, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લેન્ડ) : સ્ટૉક્ટનના પ્રથમ અર્લ અને પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન. તેમણે રૂઢિચુસ્ત પક્ષના સાંસદ તરીકે 1924થી 1929 અને 1931થી 1945 સુધી કામગીરી બજાવી. 1945થી 1964 દરમિયાન તેમણે સંસદમાં બ્રૂમલે વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું. 1951થી…

વધુ વાંચો >

મૅકમેહૉન, વિલિયમ (સર)

મૅકમેહૉન, વિલિયમ (સર) (જ. 23 ફેબ્રુઆરી 1908, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 31 માર્ચ 1988, સિડની, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના રાજકારણી તથા વડાપ્રધાન (1971–72). તેમણે સિડની યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને સૉલિસિટર તરીકેની લાયકાત અને સજ્જતા કેળવી તેમણે તે ક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. બીજા વિશ્વયુદ્ધમાં સેવા આપ્યા પછી તેઓ લિબરલ પાર્ટીમાં સક્રિય બન્યા…

વધુ વાંચો >

મૅકાર્થી, જોસેફ રેમન્ડ

મૅકાર્થી, જોસેફ રેમન્ડ (જ. 14 નવેમ્બર 1908, ગ્રાંડ શૂટ, વિસ્કૉન્સિન; અ. 2 મે 1957, બેથેસ્ડા, અમેરિકા) : અમેરિકાના જમણેરી વિચારસરણી ધરાવતા રિપબ્લિકન સેનેટર. મિલ્વાકીમાં આવેલી મારક્વેટ યુનિવર્સિટીમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. 1940થી ’42 દરમિયાન તેમણે સરકિટ જજ તરીકે કામગીરી બજાવી, ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં સેવાઓ આપી. 1945માં તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ…

વધુ વાંચો >

મૅકાર્થી, યૂજીન જૉસેફ

મૅકાર્થી, યૂજીન જૉસેફ (જ. 29 માર્ચ 1916, વૉટકિન્સ, મિનેસોટા, અમેરિકા; અ. 10 ડિસેમ્બર 2005 વોશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના પ્રખ્યાત રાજદ્વારી પુરુષ. તેમણે સેંટ જૉન્સ યુનિવર્સિટી તથા મિનેસોટા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. 1940–43 દરમિયાન તેમણે સેન્ટ જૉન્સ ખાતે શિક્ષણકાર્ય સંભાળ્યું. તે પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી બાતમી શાળામાં કામગીરી બજાવી.…

વધુ વાંચો >