રાજ્યશાસ્ત્ર
મિત્ર, રાધારમણ
મિત્ર, રાધારમણ (જ. 1897, શ્યામબજાર, કૉલકાતા; અ. 1992) : બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર. તેમના ‘કાલિકાતા દર્પણ’ નામક સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી ઉત્તરપ્રદેશમાં ઇટાવા ખાતે શિક્ષક તરીકે કામગીરી કરી. ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા, તેમાં…
વધુ વાંચો >મિલ, જૉન સ્ટુઅર્ટ
મિલ, જૉન સ્ટુઅર્ટ (જ. 20 મે 1806, લંડન; અ. 8 મે 1873, ફ્રાન્સ) : અર્થશાસ્ત્રી અને ઉપયોગિતાવાદ તથા વ્યક્તિસ્વાતંત્ર્યના હિમાયતી પ્રગતિશીલ અંગ્રેજ ચિંતક. તેમના પિતા જેમ્સ મિલ ખ્યાતનામ ચિંતક હતા. બાળવયથી જ પિતાએ તેમના અભ્યાસનો આરંભ કરાવ્યો. તેજસ્વી બુદ્ધિપ્રતિભાના કારણે 8 વર્ષની વયે તેમણે ઈસપની બોધકથાઓ, ઝેનોફૉનની ‘અનૅબસિસ’ (Anabasis) અને…
વધુ વાંચો >મિલાસોવિચ, સ્લોબોદાન
મિલાસોવિચ, સ્લોબોદાન (જ. 20 ઑગસ્ટ 1941, પૉઝવેવાક (Pozavevac), યુગોસ્લાવિયા; અ. 11 માર્ચ 2006, ધ હેગ, નેધરલૅન્ડ) : સર્બિયન સમાજવાદી રાજકારણી અને પક્ષના નેતા તેમજ 1986થી સર્બિયાના પ્રમુખ. માર્શલ ટીટોના નેતૃત્વકાળ (1980) બાદ યુગોસ્લાવિયા આંતરિક વંશીય રમખાણોમાં ફસાયું, જેમાં વાંશિક બહુમતી ધરાવતા સર્બિયાનું પ્રભુત્વ હતું. આ નેતાએ સર્બિયાના કોસોવો અને બોસ્નિયામાં…
વધુ વાંચો >મીરા કુમાર
મીરા કુમાર (જ. 31 માર્ચ 1945, પટણા, બિહાર) : ભારતની લોકસભાનાં સૌપ્રથમ મહિલા-અધ્યક્ષ. મે 2009માં મીરા કુમાર સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે ચૂંટાયાં એ ભારતની સંસદના 57 વર્ષના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના છે. તેઓ ભારતની લોકસભાનાં 16મા અધ્યક્ષ હતાં. 2009ની 15મી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તેઓ બિહારના સસારામ મતવિસ્તારમાંથી ભારે બહુમતીથી ચૂંટાયેલાં…
વધુ વાંચો >મીસા
મીસા : 1975માં ભારતમાં જાહેર થયેલી આંતરિક કટોકટી દરમિયાન સુધારાઓ સાથે સખ્તાઈપૂર્વક અમલમાં મુકાયેલો અટકાયતી ધારો. ‘મીસા’(MISA)ના ટૂંકાક્ષરી નામે જાણીતા થયેલા ભારતની આંતરિક સલામતી માટેના કાનૂન(Maintenance of Internal Security Act)ને લીધે, 1975ની આંતરિક કટોકટી દરમિયાન પ્રજાજીવનનાં વિભિન્ન ક્ષેત્રો પર, અનેક સ્તરે, ગંભીર અસરો સર્જાઈ હતી. ખાસ કરીને ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ…
વધુ વાંચો >મુખરજી, ગીતા
મુખરજી, ગીતા (જ. 8 જાન્યુઆરી 1924, જેસોર, હાલના બાંગ્લાદેશમાં; અ. 4 માર્ચ 2000, નવી દિલ્હી) : પીઢ મહિલા અગ્રણી સાંસદ અને જાણીતાં સામ્યવાદી નેતા. શાળાજીવનમાં તેમની કારકિર્દી તેજસ્વી હતી. કૉલકાતાની આશુતોષ કૉલેજમાં પ્રવેશ મેળવી ગરીબો તથા અવગણાયેલા વર્ગોના જીવનમાં રસ લેતાં લેતાં મનોમન કારકિર્દીનો રાહ નક્કી કરી લીધો અને 15…
વધુ વાંચો >મુખરજી પ્રણવ
મુખરજી પ્રણવ (જ. 11 ડિસેમ્બર 1935, મિરાતી, બીરભૂમ જિલ્લો, પશ્ચિમ બંગાળ; અ. 31 ઑગસ્ટ 2020, ન્યૂ દિલ્હી) : ભારતના 13મા રાષ્ટ્રપ્રમુખ (25 જુલાઈ 2012થી), પ્રથમ પંક્તિના રાજકારણી. તેમનું બાળપણ મિરાતીમાં પસાર થયું હતું. ત્યાં કિરનાહર શાળામાં માથે દફતર લઈ નદી પાર કરી શાળામાં પહોંચતા. આ સામાન્ય માનવે ભારતના રાષ્ટ્રપ્રમુખ સુધીની…
વધુ વાંચો >મુખરજી, ભૂદેવ
મુખરજી, ભૂદેવ (જ. 22 ફેબ્રુઆરી, 1827 કૉલકાતા ; અ. 15 મે 1894 કૉલકાતા) : જાણીતા બંગાળી રાજકારણી અને લેખક. હિંદુ કૉલેજમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. માઇકલ મધુસૂદન દત્ત તેમના સહાધ્યાયી હતા. વિવિધ શાળાઓમાં તેમણે શિક્ષણકાર્ય કર્યું અને ત્યારબાદ શાળાઓના વધારાના ઇન્સ્પેક્ટર (additional inspector) બન્યા. શૈક્ષણિક સુધારાઓ માટેના હંટર પંચના તેઓ…
વધુ વાંચો >મુખરજી, શારદા
મુખરજી, શારદા (જ. 24 ફેબ્રુઆરી 1919, મુંબઈ;) : સામાજિક કાર્યકર, લોકસભાનાં પૂર્વ સદસ્ય તથા ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ. પિતા પ્રતાપ સીતારામ પંડિત, માતાનું નામ સરસ્વતી. તેમનો પરિવાર વર્ષો સુધી સૌરાષ્ટ્રના રાજકોટ નગરમાં વસવાટ કરતો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >મુખરજી, શ્યામાપ્રસાદ
મુખરજી, શ્યામાપ્રસાદ (જ. 7 જુલાઈ 1901, કૉલકાતા; અ. 23 જૂન 1953, શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) : ભારતના અગ્રણી હિંદુત્વવાદી રાજકીય નેતા અને આઝાદી પછીના પ્રથમ મંત્રીમંડળના સભ્ય. પિતા આશુતોષની ઉચ્ચ શૈક્ષણિક અને રાજકીય કારકિર્દી તથા માતા યોગમાયાની ધર્મમાં ઊંડી શ્રદ્ધાએ શ્યામાપ્રસાદના વ્યક્તિત્વ- ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1917માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની…
વધુ વાંચો >