રાજ્યશાસ્ત્ર

માઇનહૉફ, અલરિક

માઇનહૉફ, અલરિક (જ. 1934, ઑલ્ડનબર્ગ, જર્મની; અ. 1976) : જર્મનીનાં મહિલા આતંકવાદી. અભ્યાસકાળ દરમિયાન તેઓ જર્મનીનાં અણુશસ્ત્રોના નિ:શસ્ત્રીકરણની પ્રખર ઝુંબેશ ચલાવતાં હતાં. ડાબેરી પત્રકાર તરીકે તેમનું ખૂબ માન હતું. પરંતુ જેલવાસી આતંકવાદી આંદ્રે બૅડરની મુલાકાત લેતી વખતે તેઓ તેમના પ્રભાવ હેઠળ આવ્યા અને ઉદ્દામવાદી સામાજિક સુધારા લાવવા માટે હિંસાનો બળપ્રયોગ…

વધુ વાંચો >

માઉન્ટબૅટન, લૂઇ (લૉર્ડ)

માઉન્ટબૅટન, લૂઇ (લૉર્ડ) (જ. 25 જૂન 1900, ફ્રૉગમૉર હાઉસ, વિન્ડસર ઇંગ્લૅન્ડ; અ. 27 ઑગસ્ટ 1979, ડાનેગૉલ બે, મલામોર કાઉન્ટી સ્લીગો, આયર્લૅન્ડ) : બ્રિટિશ રાજનીતિજ્ઞ, બ્રિટિશ નૌકાકાફલાના ઍડમિરલ અને ભારતના છેલ્લા વાઇસરૉય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ. તેમનું મૂળ નામ લૂઇ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ. તેઓ 1917 સુધી પ્રિન્સ ઑવ્…

વધુ વાંચો >

માઉ માઉ

માઉ માઉ : આફ્રિકાવાસી કેન્યનોની રાષ્ટ્રવાદી લડત. કેન્યા આફ્રિકામાંનું મહત્વનું બ્રિટિશ સંસ્થાન હતું. કેન્યાના કેન્દ્રીય વિસ્તારમાં મુખ્યત્વે કીકુયુ જાતિના લોકો વસતા હતા. તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા ‘કેન્યા આફ્રિકન યુનિયન’ નામનો રાજકીય પક્ષ 1940માં સ્થાપ્યો હતો. આ પક્ષના કીકુયુ સભ્યોમાં ગુપ્ત રીતે બ્રિટિશ શાસન વિરુદ્ધ લડતનું આયોજન થયું. બ્રિટિશ શાસન…

વધુ વાંચો >

માઓ-ત્સે-તુંગ

માઓ-ત્સે-તુંગ (જ. 26 ડિસેમ્બર 1893, શાઓશાન, હુનાન પ્રાંત; અ. 9 સપ્ટેમ્બર 1976, પૅકિંગ) : પ્રજાસત્તાક ચીનના અને ચીની સામ્યવાદી પક્ષના સ્થાપક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. 1911–12માં સુન યાત-સેને ક્રાંતિ કરીને મંચુવંશની સરકારને ઉથલાવી ત્યારે તેઓ વિદ્યાર્થી હતા. તેમણે 1918માં સ્નાતક થયા બાદ દેશના પાટનગર પૅકિંગ(બેજિંગ) જઈને યુનિવર્સિટીના ગ્રંથાલયમાં…

વધુ વાંચો >

માઝારીન ઝૂલ

માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા…

વધુ વાંચો >

માણેકશા (ફીલ્ડ માર્શલ)

માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન…

વધુ વાંચો >

માતહારી

માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ. 1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા…

વધુ વાંચો >

માનવ-અધિકારો

માનવ-અધિકારો : માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવનું જીવન અમૂલ્ય છે અને પ્રત્યેક માનવને જન્મથી જ મૂળભૂત રીતે જીવન અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયેલાં છે. માનવજીવનની આ આવશ્યક શરતો મૂલ્ય સ્વરૂપે વિશ્વસ્તરે વ્યાપ્ત બની અને માનવ-અધિકારો રૂપે સ્વીકૃતિ પામી. વૈચારિક સ્તરે માનવ-અધિકારનાં બીજ ગ્રીસના…

વધુ વાંચો >

માફિયા

માફિયા : કોઈ પણ સ્થળ કે કાળમાં છૂપી રીતે ગેરકાયદેસર કામ કરનારું ગુનેગારોનું સંગઠન. સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન જુદા જુદા સ્વરૂપમાં વ્યક્તિગત કે સમૂહસ્વરૂપે ગુનાઓ થતા જ રહ્યા છે. ગુનાને કોઈ સરહદો હોતી નથી. બધી સંસ્કૃતિઓમાં તે જોવા મળે છે. બધી જાતિઓમાં તે બનતા હોય છે. આર્થિક પ્રવૃત્તિના ભાગરૂપે તેનું અસ્તિત્વ…

વધુ વાંચો >

માફિલિન્ડો

માફિલિન્ડો (Ma, Phil, Indo) : અગ્નિ એશિયામાં પ્રાદેશિક સહકાર માટેનું સંગઠન. 16 સપ્ટેમ્બર 1963માં રચાયેલા આ સંગઠનમાં  મુખ્ય ત્રણ દેશો જોડાયેલા હતા; જેમાં મલેશિયા, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો હતો. આ ત્રણેય દેશોના પ્રથમ અક્ષર-સમૂહોથી આ સંગઠન ઉપર્યુક્ત નામથી ટૂંકા સ્વરૂપમાં ઓળખાયું. મલેશિયાની રચના અંગે પ્રવર્તતી તંગદિલી દૂર કરવાના પ્રયાસરૂપે…

વધુ વાંચો >